દવાઓની ગુણવત્તા પર સવાલ: 2024-25માં તપાસાયેલા 1.16 લાખ સેમ્પલમાંથી 3104 ગુણવત્તામાં નિષ્ફળ
નવી દિલ્હી: દેશમાં દવાઓની ગુણવત્તાને લઈને ગંભીર ચિત્ર સામે આવ્યું છે. લોકસભામાં રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર, વર્ષ 2024-25માં તપાસવામાં આવેલા 1.16 લાખ દવાના નમૂનાઓમાંથી 3104 સેમ્પલ ગુણવત્તાના માપદંડમાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે 245 દવાઓને નકલી અથવા ભેળસેળયુક્ત જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડાએ ગૃહમાં આ માહિતી આપી હતી, જેનાથી દેશની દવા […]


