1. Home
  2. Tag "sanand"

સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારનાં 39 ગામોના ખેડૂતોને નર્મદાનું પાણી મળશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 402 કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેનાં કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 300 કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ પ્રકારનાં વિકાસનાં કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ સાણંદ ખાતેથી કરાયું હતું. આ પ્રસંગે જનસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,  દેશના વડાપ્રધાન નરેન્દ્ર […]

વાયબ્રન્ટ ગુજરાતથી ગાંમડા બન્યા આત્મ નિર્ભર, સાણંદના 4 ગામોની વેરાની આવક 1 કરોડથી વધુ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાત હવે વાયબ્રન્ટ ગુજરાતના દસમા સંસ્કરણના આયોજન તરફ અગ્રેસર છે. 20 વર્ષ પહેલા વર્ષ 2003માં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટના સફળ આયોજનના પરિણામે, ગુજરાત આજે એક ઔદ્યોગિક હબ બનીને ઊભું છે. છેવાડાના માનવી સુધી વિકાસના મીઠા ફળ પહોંચાડવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાના લીધે, આજે ગુજરાતના ગામડાઓ સુધી આર્થિક સુખાકારી […]

સાણંદના હઠીપુરા ગામના કૂવામાં મોટા અજગરને રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં છોડી દેવાયો

અમદાવાદઃ જિલ્લાના સાણંદ તાલુકાના નળ સરોવર પાસે આવેલા હઠીપુરા ગામમાં 40 ફૂટ ઊંડા કૂવામાં એક અજગર ફસાઈ ગયો હતો. ગ્રામજનોને જાણ થતાં અજગરને જોવા માટે લોકો દાડી ગયા હતા. કુવામાં ફસાઈ ગયેલા પાંચ ફૂટ લાંબા અજગરને બહાર કાઢવા માટે એનિમલ રેસ્ક્યૂ ટીમને જાણ કરી હતી. એનિમલ લાઈફ કેરના વિજય ડાભીને જાણ કરવામાં આવતાં તેઓએ મહા […]

સાણંદના રેલવે સ્ટેશન પરથી રોજ 20થી વધુ ટ્રેન પસાર થાય છે, પણ માત્ર એક જ ટ્રેનને સ્ટોપેજ,

અમદાવાદઃ શહેરની નજીક આવેલા સાણંદનો ઔદ્યોગિક વિકાસ સારોએવો થયો છે. તેના લીધે પરપ્રાંતના લોકોનો પણ સારોએવો વસવાટ છે. સાણંદના રેલવે સ્ટેશને રોજ 20થી વધુ ટ્રેનો પસાર થાય છે. પણ સ્ટોપેજ માત્ર એક જ ટ્રેનને અપાયું છે. લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવે તો પ્રવાસીઓને પણ લાભ મળી શકે છે. હાલ પ્રવાસીઓને ટ્રેનના સ્ટોપેજ નહીં હોવાથી […]

DRIની કાર્યવાહીઃ સાણંદના ગોડાઉનમાંથી 4 ટન રક્ત ચંદનનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતમાં દાણચોરીના બનાવોને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન કચ્છના મુદ્રામાંથી ઝડપાયેલા 14 ટન રક્ત ચંદન કેસની તપાસમાં સાણંદમાં પણ ચંદન છુપાવ્યું હોવાનું ખૂલતા ડીઆરઆઈએ તપાસ આરંભી હતી. સાણંદના ગોડાઉનમાં તપાસ કરતા 4 ટન રક્ત ચંદન મળી આવ્યું હતું. ડીઆરઆઈના દરોડા દરમિયાન એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. આ જથ્થો […]

ગુજરાતમાં ભાવનગર સહિત ત્રણ શહેરોમાં 68 કરોડના ખર્ચે કોર્ટના નવા બિલ્ડિંગ બનાવાશે

ગાંધીનગરઃ રાજ્યની વધુ ત્રણ કોર્ટના બિલ્ડિંગ નવા બનાવવામાં આવશે. જે અંતર્ગત 17 કરોડના ખર્ચે ઉમરાળા અને સાણંદની તાલુકા કોર્ટ અને 51.94 કરોડના ખર્ચે ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટના બિલ્ડિંગ નવા, અદ્યતન અને સુવિધાસભર બનાવશે. જે કોર્ટ બિલ્ડિંગમાં કોર્ટ રૂમ, જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સહિતની તમામ જરૂરી અદ્યતન […]

અમદાવાદઃ લેખંબામાં રામકૃષ્ણ મઠનું ધામધૂમથી ભૂમિ પૂજન

*હવે આ વિસ્તારનો અભ્યુદય અને આધ્યાત્મિક પ્રગતિ થશે :સ્વામી સુહિતાનંદજી* અમદાલાદઃ સાણંદ તાલુકાનાં લેખંબા ગામમાં રામકૃષ્ણ મઠ, અમદાવાદની નવસંપાદિત જમીન પર ભૂમિપૂજન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન, બેલૂર મઠના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજે આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે રામકૃષ્ણદેવે વિશ્વને જ્ઞાન અને આધ્યાત્મિક શક્તિ માટે એક નવો રાહ દર્શાવ્યો છે. […]

સાણંદ નગર પાલિકાએ 23 લાખનો બાકી વેરો ન ભરતા જેડીજી હાઈસ્કુલને કરી સીલ

અમદાવાદઃ  જિલ્લાના સાણંદ શહેરમાં  નગરપાલિકાએ ટેક્ષ બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારના આદેશ બાદરાજ્યભરની તમામ નગર પાલિકાઓમાં બાકી ટેક્સ વસુલાત ઝૂંબેશ હાથ ઘરવામાં આવી છે. જેમાં સાણંદ નગર પાલિકાએ ટેક્સ ન ભરનારા સામે સિલીંગ અભિયાન આદરવામાં આવ્યુ છે. ત્યારે સાણંદ તાલુકાની વર્ષો જૂની પ્રતિષ્ઠિત સંસ્થા જેડીજી હાઈસ્કૂલનો 23 લાખ ઉપરાંતની રકમનો મિલકત […]

અમદાવાદ જિલ્લાના વિરમગામ અને સાણંદના 40 ગામોને સિંચાઈનું પાણીથી વંચિત, ખેડુતોમાં રોષ

અમદાવાદઃ રાજ્યમાં સિંચાઈ માટે સૌથી મોટો આધાર નર્મદા ડેમ પર છે. કેટલાક વિસ્તારોને તો નર્મદાના પાણી સિંચાઈ માટે મળતા નથી.અમદાવાદ જિલ્લાના વિરમગામ ,સાણંદ અને નળકાંઠા વિસ્તારના 40થી વધુ ગામો વર્ષો બાદ પણ સિંચાઈના પાણીથી વંચિત છે. અગાઉ આ ગામોમાં સિંચાઈ માટે ખેડુત આંદોલન થયુ હતુ. હજુ પણ આ પ્રશ્ન હલ ન થતા હવે આગામી વિધાનસભા […]

અમદાવાદના સાંણદમાં 3 હજાર જેવી સામાન્ય રકમની તકરારમાં 3 મિત્રોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું

અમદાવાદઃ શહેરની નજીક આવેલા સાણંદમાં એક ખેતરમાંથી યુવાનની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. આ બનાવને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. માત્ર 3 હજારની સામાન્ય રકમમાં યુવાનની તેના 3 મિત્રોએ હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. જેથી ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. યુવાને આપેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code