1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના સાંણદમાં 3 હજાર જેવી સામાન્ય રકમની તકરારમાં 3 મિત્રોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
અમદાવાદના સાંણદમાં 3 હજાર જેવી સામાન્ય રકમની તકરારમાં 3 મિત્રોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું

અમદાવાદના સાંણદમાં 3 હજાર જેવી સામાન્ય રકમની તકરારમાં 3 મિત્રોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું

0
Social Share

અમદાવાદઃ શહેરની નજીક આવેલા સાણંદમાં એક ખેતરમાંથી યુવાનની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. આ બનાવને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. માત્ર 3 હજારની સામાન્ય રકમમાં યુવાનની તેના 3 મિત્રોએ હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. જેથી ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. યુવાને આપેલા રૂ. 3 હજાર પરત માંગતા મિત્રોએ તેનું ઢીમ ઢાળી દીધું હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાણંદના મોટી દેવતી કોલટ રોડ પર ખેતરમાંથી તાજેતરમાં યુવકનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવને પગલે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવકની પત્નીએ કરેલ ફરિયાદના આધારે સાણંદ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર 3 મિત્રોને દબોચી લીધા હતા. પોલીસે હત્યારાઓની વધુ પૂછપરછ કરતાં હત્યા કરવાનું કારણ મૃતક યુવક તેના મિત્ર પાસેથી 3 હજાર રૂપિયા પરત માંગતો હતો. જેમાં 3 મિત્રોએ સાથે મળી મિત્રની જ હત્યા નીપજાવતાં પોલીસે હત્યારા 3 મિત્રોને ગણતરીના કલાકોમાં જ સાણંદના ચાંગોદર કેસર સિટી ખાતેથી ઝડપી પાડ્યા હતા.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code