1. Home
  2. Tag "Saurashtra University"

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 12 જેટલી રમતોમાં કોચના અભાવે વિદ્યાર્થીઓ રમી શકતા નથી

રાજકોટઃ ગુજરાતમાં રમત-ગમતને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટીઓ અને શિક્ષણ વિભાગને પણ ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ રાજ્યમાં કેટલીક યુનિવર્સિટીઓના સત્તાધિશોની નિષ્ક્રિયતાને કારણે રાજ્ય સરકારની ખેલ-કૂદની યોજના સફળ થતી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ક્રિકેટ, ખો-ખો, વોલીબોલ, કબડ્ડી, હેન્ડબોલ, ફૂટબોલ, એથલેટિક્સ, લોન ટેનિસ, બાસ્કેટબોલ, જૂડો મેટ, કુસ્તી મેટ અને ટેબલ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં 70 હજાર બેઠકો ખાલી રહી, ખાનગી યુનિને ફાયદો

રાજકોટઃ ગુજરાતમાં આ વર્ષથી તમામ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં કોમન એડમિશન પોર્ટલથી પ્રવેશ ફાળવવામાં આવી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં 1,18,240 બેઠકો સામે 47,714 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. એટલે 70 હજાર જેટલી બેઠકો ખાલી રહી છે. જ્યારે બીજી બાજુ ખાનગી યુનિવર્સિટીઓની બેઠકો ફુલ થઈ ગઈ છે. શિક્ષણ વિભાગની અણઘડ નીતિને […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએ, બીકોમ, સહિત 12 કોર્ષની પરીક્ષા હવે 27મી જુનથી લેવાશે

રાજકોટઃ શહેરમાં અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓએ ફાયર એનઓસી કે બીયુ પરમિશન ન હોય તેવી મિલકતોને સીલ કરવાની ઝૂંબેશ આદરી હતી .જેમાં કેટલીક કોલેજોના મકાનોને પણ સીલ મારી દેવામાં આવ્યા છે.  બીજીબાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીએ, બી.કોમ, બીબીએ સહિત 12 જેટલા કોર્ષની પરીક્ષાઓ 20મી જુનથી શરૂ થવાની હતી. ત્યારે કોલેજના સંચાલકોએ ફાયર એનઓસી મેળવી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોને 11મી જુન સુધીમાં ફાયર સેફ્ટીની વિગતો મોકલવા આદેશ

રાજકોટઃ શહેરના અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર એલર્ટ બન્યુ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં ફાયર સેફ્ટીની સુવિધા છે. કે, કેમ તેની માહિતી ઉચ્ચ શિક્ષણ વિભાગે માગી છે. જો કે, રાજ્યની તમામ યુનિવર્સિટી પાસે વિગતો ફાયર સિસ્ટમની વિગતો માગવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને પણ ફાયર સેફ્ટીની સુવિધા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 30 કોર્સમાં 1.18 લાખ બેઠકો ખાલી, કોલેજો હવે પોતાની રીતે પ્રવેશ આપશે

રાજકોટઃ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં આ વર્ષથી પ્રવેશ માટે GCAS નામનું કોમન એડમિશન પોર્ટલ દાખલ કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અલગ અલગ 30 કોર્સમાં 1.18 લાખ સીટ ખાલી હોવાનું જાહેર થયું છે. હકીકત એ છે કે, દર વર્ષે સ્નાતક કક્ષાના અલગ અલગ કોર્સમાં વિદ્યાર્થીઓને આસાનીથી પ્રવેશ મળી જાય છે અને 50 ટકા જેટલી સીટ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમી-4ના પેપરલીકના મુદ્દે ABVPએ કર્યો અનોખો વિરોધ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોનું પર્યાય બની ગઈ છે. તાજેતરમાં બીસીએના સેમેસ્ટર-4ના પ્રશ્નપત્રો લીક થયા હતા. આ બનાવને 12 દિવસ વિતી ગયા છતાંયે હજુ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી નથી. કે પ્રશ્નપત્રો લીક કરવામાં કોણ જવાબદાર છે તેની તપાસ પણ કરવામાં આવી નથી. એવા આક્ષેપો સાથે ABVPના વિદ્યાર્થી કાર્યકર્તાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થી કાર્યકરો કેમ્પસમાં રેકડી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલમાં સુવિધાનો અભાવ, રમત-ગમતના મેદાનો પણ ખંડેર બન્યા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલા સ્પોર્ટસ સંકુલની હાલત દેખરેખના અભાવે બદતર બની ગઈ છે. સ્પોર્ટ્સ સંકુલમાં પીવાના પાણીથી લઈને અન્ય સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ઉપરાંત ઇન્ડોર સ્ટેડિયમની બદતર હાલતને કારણે અહીં એક ખેલાડી રમતા રમતા ઇજાગ્રસ્ત થયાના બનાવો પણ બન્યા છે. રમત ગમતના અન્ય મેદાનો કોચના અભાવે ખંડેર હાલતમાં છે. […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી વિવિધ ફેકલ્ટીઓના સ્નાતકના છેલ્લા સેમિસ્ટરની પરીક્ષાનો પ્રારંભ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉનાળાની ગરમી સાથે હવે પરીક્ષાની મોસમનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. સ્નાતકની વિવિધ ફેકલ્ટીઓના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓનો આજથી એટલે કે 26મી માર્ચથી પ્રારંભ થશે. આ પરીક્ષા 42,437 વિદ્યાર્થીઓ 160 પરીક્ષા કેન્દ્રો પરથી આપશે.પરીક્ષામાં ઓબ્ઝર્વર તરીકે 107 અધ્યાપકો સેવા આપશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લોકસભાની ચૂંટણીને લીધે મહિનો વહેલા પરીક્ષા લેવાઈ રહી છે. જોકે […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 5 દિવસના મીની વેકેશનનો પ્રારંભ, કર્મચારીઓ પ્રવાસે ઉપડી ગયા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોળી-ધૂળેટીના પર્વને લીધે ગુરૂવારથી 5 દિવસ માટે મીની વેકેશનનો પ્રારંભ થયો છે. ગત શનિવાર અને રવિવાર રજા હોવા છતાં તમામ કર્મચારીઓ પદવીદાન સમારોહને લીધે જાહેર રજા ભોગવી શક્યા નહતા. એટલે યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધ્યાપકોએ શનિ-રવિની રજાના દિવસોમાં પણ કામગીરી બજાવી હોવાથી આ બે રજાનો લાભ તા. 21મી અને 22 માર્ચે આપવામાં આવ્યો […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લોકસભાની ચૂંટણી લીધે મહિનો વહેલી પરીક્ષા યોજવાના નિર્ણય સામે વિરોધ

રાજકોટઃ ગુજરાતમાં પરીક્ષાની મોસમ ચાલી રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાકના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા એક મહિનો વહેલા યોજવાની જાહેરાત કરાતા યુનિ.ના પરીક્ષા નિયામકના નિર્ણય સામે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લોકસભા ચૂંટણીની ચૂંટણીને લીધે સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા સેમેસ્ટરના 44 હજાર જેટલાં વિદ્યાર્થીઓની પરીક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code