1. Home
  2. Tag "saurashtra"

સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંન્ટ, ઊંચા મોજા ઉછળતાં માછીમારો મુકાયા મુશ્કેલીમાં

અમરેલીઃ રાજ્યભરમાં  ભાદરવામાં અષાઢી માહોલ જામ્યો છે.  હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. અને માછીમારોને દરિયો ન ખેડવા  સુચના આપવામાં આવી છે. જોકે માછીમારીની સિઝન ચાલુ થઈ ગઈ હોય મોટાભાગની બોટ હાલ દરિયામાં છે. સૌરાષ્ટ્રમાં બે દિવસથી વાતાવરણ ખરાબ થતા દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે માછીમારો હાલ […]

મેઘરાજાએ 12 કલાકમાં જ સૌરાષ્ટ્રના 38 ડેમને ઓવરફ્લો કરી દીધા

રાજકોટઃ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં સોમવારે 22 ઇંચ સુધીનો વરસાદ પડી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જામનગરના કાલાવડ તાલુકામાં 22 ઇંચ વરસાદ ખાબકયો હતો. 12 કલાકમાં જ પડેલા ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થતાં પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. રાજકોટમાં રવિવાર મોડી રાતથી સોમવારે રાત્રે 11.00 સુધીમાં […]

ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાયો, સૌરાષ્ટ્રમાં બીજો દિવસે સમયાંતરે પડતા વરસાદના ઝાપટાં

અમદાવાદઃ રાજ્યમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા બાદ મેઘરાજાની વાજતે-ગાજતે પુનઃ પઘરામણી થઈ છે. બુધવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગજરાતની ધરાને તરબોળ કર્યા બાદ આજે ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. જેમાં પાટણ જિલ્લાના સિદ્ધપુર, સરસ્વતી, પાટણ, મહેસાણાના બેચરાજી, સાબરકાંઠાના પોશીના તથા બનાસકાંઠાના પાલનપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. સૌરાષ્ટ્રમાં આજે ગરૂવારે બીજા દિવસે વરસાદ […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો અને સરકારની ચિંતામાં વધારો થયો છે. 427.06 મીમી વરસાદ વરસ્યો છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 50 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. દરમિયાન આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત […]

સૌરાષ્ટ્રમાં વરસાદને લીધે ભાદર,આજી સહિત 19 જળાશયોમાં નવા નીર ઠલવાયા

રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદને પગલે કૃષિની સાથોસાથ પીવાના પાણીની સમસ્યા પણ હળવી થઈ હોય તેમ છેલ્લા ચોવીસ કલાકમાં આજી-1, ભાદર સહિત 19 જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ આવતા સૌરાષ્ટ્રના 50 જિલ્લાના 19 જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટને […]

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પહેલા તંત્ર એલર્ટ, કાર્યક્રમોનું આયોજન થશે નહી, પણ મળશે કેટલીક છુટછાટ

સૌરાષ્ટ્રમાં તહેવાર પહેલા તંત્ર એલર્ટ બાગ બગીચા રહેશે ખુલ્લા કાર્યક્રમોનું આયોજન થશે નહીં રાજકોટ શહેરના મેયર ડૉ.પ્રદિપ ડવ તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ઠમીના તહેવારોનું ખુબજ મહત્વ હોય છે. વૈશ્વિક કોરોના મહામારીના કારણે ઘણા કાર્યક્રમો બંધ રાખવામાં આવેલા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ […]

સૌરાષ્ટ્રમાં આજી-ભાદર સહિત 8 ડેમમાં નવેમ્બર સુધી ચાલે તેટલું પાણી જ ઉપલબ્ધ છે

રાજકોટ :  સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા વિકટ સ્થિતિ સર્જાય તેમ છે. ચાલુ સિઝનમાં સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછો વરસાદ થયો છે. જેનાં કારણે પાણીની મોટી સમસ્યા સર્જાવાના ભણકારા વાગી રહ્યા છે. અત્યાર સુધી નોંધપાત્ર વરસાદ થયો ન હોવાથી રાજકોટ જિલ્લાની પ્રજાને પાણી પૂરું પાડતાં જળાશયોમાં નવાં પાણીની પૂરતા પ્રમાણમાં આવક પણ થઈ નથી. જેનાં કારણે સિંચાઈ ઉપરાંત પીવાનાં […]

સૌરાષ્ટ્ર્રના રાજકોટ, ભાવનગર સહિત પાંચ રેલવે સ્ટેશનોનું રિ–ડેવલપમેન્ટ કરાશે

રાજકોટઃ રેલવે મંત્રાલયે દેશના 49 રેલવે સ્ટેશનનો રિ–ડેવલપમેંટ કરવાનો નિર્ણય કર્યેા છે. જેનું કામ આરએલડીએને સોંપવામાં આવ્યું છે. આરએલડીએ પહેલેથી જ ભારત સરકારના સ્માર્ટ સિટી પ્રોજેકટ હેઠળ આવતા 60 રેલવે સ્ટેશનના વિકાસ કાર્ય કરી રહ્યું છે. ત્યારે હવે દેશના કુલ 109 રેલવે સ્ટેશનનોનું રિ–ડેવલપમેંટ થશે. જેમાં ગુજરાતના પણ પાંચ રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. […]

ગુજરાતમાં 20 જિલ્લાઓ શૈક્ષણિકરીતે પછાત, સૌથી વધુ સૌરાષ્ટ્રના 7 જિલ્લાનો સમાવેશ

અમદાવાદઃ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન કહેવામાં આવે છે. પણ શિક્ષણમાં હજુ પણ ગુજરાત નંબર વન બની શક્યું નથી. વિકસિત રાજ્ય ગણાતા ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 20 જિલ્લાઓ એટલે કે 61 ટકા જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. ઉત્તર ગુજરાતના તમામ ચાર જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. મધ્ય ગુજરાતમાં 3 જિલ્લાઓ જ્યારે દક્ષિણમાં 5 જિલ્લાઓ શૈક્ષણિક પછાત છે. […]

શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર યોજાતા લોકમેળાઓ પર કોરોનાનું ગ્રહણ- આ વર્ષે પણ નહી યોજાય મેળાઓ

લોકમેળાઓને લાગ્યું કોરોનાનું ગ્રહણ આ વર્ષે પણ દરેક મેળાઓ રદ કરાયા કોરોનાની સ્થિતિને જોતા લેવાયો નિર્ણય   અમદાવાદઃ ગુજરાતની સંસ્કૃતિની આગવી ઓળખ એટલે કે લોકમેળાો, ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં શ્રાવણ મહિનો આવતાની સાથે જ લોકમેળાોનું આયોજન થવા લાગે છે,જો કે વિતેલા વર્ષથી સમગ્ર દેશભરમાં કોરોનાની જે સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code