1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો અને સરકારની ચિંતામાં વધારો થયો છે. 427.06 મીમી વરસાદ વરસ્યો છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 50 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. દરમિયાન આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને મહેસુલ વિભાગના અધિક સચિવ આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત નિયામક સી.સી. પટેલે આ બેઠકમાં જણાવ્યુ કે, સવારે 6 થી બપોરના 2 સુધી રાજયમાં 10 જિલ્લાના 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં 58 મી.મી વરસાદ પડ્યો છે. રાજયમાં અત્યાર સુધી અંતિત 427.06 મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 840 મી.મી.ની સરખામણીએ 50.84 ટકા છે.

IMDના અધિકારીએ જણાવ્યુ છે કે, ત્રણ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજયમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. જેથી અગમચેતીના પગલાંરૂપે રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે તે અંગે સૂચના આપવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code