1. Home
  2. Tag "saurashtra"

બિપરજોય વાવાઝોડુઃ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અપાયું

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના પગલે રાજ્ય સરકારે દરિયાકાંઠા વિસ્તારોને સાબદા રહેવા તાકીદ કરી છે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓને કચેરી નહીં છોડવા આદેશ આપવાની સાથે રાજ્ય સરકારના મંત્રીઓને દરિયાકાંઠા વિસ્તારની વ્યવસ્થાપનની જવાબદારી સોંપી છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટ એરિયામા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વહીવટી […]

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં તા. 9થી 11 જૂન સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ચોમાસુ સિઝનમાં સંભવિત કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા રાજ્ય વહીવટી તંત્ર સજ્જ છે,તેમ SEOC, ગાંધીનગર ખાતે વિવિધ વિભાગો અને સુરક્ષા દળો સાથે વેધર વોચ ગ્રુપની પ્રથમ સમીક્ષા બેઠકમાં રાહત કમિશનર આલોકકુમાર પાંડે જણાવ્યું હતું. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને એસડીઆરએફની 26 જેટલી ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર […]

વાવાઝોડાનું સંકટઃ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડુ ટકરાવવાની શકયતા

અમદાવાદઃ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને રાજ્ય ઉપર વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. આ વાવાઝોડુ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ટકરાશે, તેમજ દરિયો તોફાની બનવાની સાથે 60થી 90 કિમીની ઝડપે પવન ફુંકાશે. બે વર્ષ ગાઉ તાઉતે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. રાજ્ય ઉપર ફરી એકવાર વાવાઝોડાનુ સંકટ તોડાઈ રહ્યું છે જેથી વહીવટી તંત્રને […]

સૌરાષ્ટ્રમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે, છૂટાછવાયાં વિસ્તારોમાં ઝાપટાં પડશે

રાજકોટઃ ચોમાસાના વિધિવત આગમનને હજુ 20 દિવસનો સમય બાકી છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મેઘરાજાની વહેલા પઘરામણી થઈ ગઈ છે. રવિવારે અમદાવાદ, મહેસાણા, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હજુ ચાર દિવસ છૂટા છવાયાં વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડવાની શક્યતા છે. આજે સોમવારે દરિયાકાઠાં […]

દક્ષિણ ભારતમાં વસે છે એક બીજું સૌરાષ્ટ્ર

ગુજરાતીઓ-સૌરાષ્ટ્રવાસીઓ દેશ-દુનિયામાં ફેલાયા છે. વર્ષોથી વેપાર અર્થે એમણે સાગર ખેડ્યો અને પહાડ ભેદ્યા છે. પરંતુ એક સમુહ-એક વર્ગ એવો છે જે એક હજાર વર્ષ પહેલાં પોતાનાં કૂળ-મૂળ બચાવવા માટે વતન છોડીને હજારો માઈલ છેટે જઈને વસ્યો. પણ પોતાની ઓળખ એમણે ગુમાવી નહીં. ચેન્નઈ, મદુરાઈ કે બેંગ્લોરમાં એવા લોકો વસે છે જેઓ સૌરાષ્ટ્રીયન બ્રાહ્મણ તરીકે ઓળખાય […]

સૌરાષ્ટ્રમાં હવામાનમાં પલટો, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જુનાગઢ જિલ્લામાં માવઠું

રાજકોટઃ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસરને લીધે આજે સૌરાષ્ટ્રભરના વાતાવરણમાં પલટો આવ્યો હતો.સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ અષાઢી માહોલ સાથે આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હતા અને સવારનાં ભાગે ઉતર-પૂર્વનાં ઠંડા પવનો સાથે વરસાદના છાંટણા પડતા  હિલ સ્ટેશન જેવું વાતાવરણ છવાયું હતું. આજે  સવારથી રાજકોટ, ગોંડલ, વિંછીયા, ભાવનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ અને અમરેલી જિલ્લામાં ઘટાટોપ વાદળો છવાયા […]

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કરા સાથે માવઠું પડ્યું, પવનની ઝડપ વધી છતાં ગરમી યથાવત

રાજકોટઃ અરબી સમુદ્રમાં ટ્રફ અને ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારમાં સાઈક્લનોકિ સરક્યુલેશનની અસરથી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં વાદળિયાં વાતાવરણ વચ્ચે સવારે 15થી 20 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો. તેમજ રવિવારે સમીસાંજ બાદ કેટલાક વિસ્તારોમાં બરફના કરાં સાથે માવઠું પડ્યું હતું. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન […]

સૌરાષ્ટ્રમાં પાણીનો પોકાર, ગીર ગઢડા પંથકની મહિલાઓ શુદ્ધ પાણી માટે મારે છે વલખા

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ઉનાળાના આરંભ સાથે જ પાણીની સમસ્યાની બુમો ઉઠી છે. ગીર ગઢડા પંથકમાં જૂના ઉગલા ગામના પ્લોટ વિસ્તારની મહિલાઓ પાણી માટે બેડા લઈને દોઢ કિમી દૂર જાય છે. અહીં દુષિત પાણી આવતું હોવાથી સ્થાનિકો દુષિત પાણીનો ઉપયોગ કરી રહ્યાં છે. જેથી ગ્રામજનોમાં તંત્ર સામે નારાજગી ફેલાઈ છે અને ઝડપથી શુદ્ધ પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ […]

સૌરાષ્ટ્રમાં મગફળીની અછત, નાફેડે ઊંચા ભાવે જથ્થો રિલિઝ કરતા સિંગતેલના ભાવ ઘટશે નહીં

અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું હોવા છતાં સિંગતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. કહેવાય છે. કે, મગફળીની નિકાસ વધતાં માગની અછત સર્જાતા સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં હાલમાં દૈનિક 1.20 લાખ બોરીની અછત જોવા મળી રહી છે. પરિણામ લોકોને સિંગતેલ મોંઘા ભાવનું ખરીદ કરવું પડી રહ્યું છે. બજારમાં પૂરતો માલ મળતો […]

રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાં વીજ ચોરી સામે PGVCLના સાગમટે દરોડા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગામેગામ વીજચોરીનું દુષણ હોવાથી વીજલાઈન લોસમાં વધારો થઈ રહ્યો છે, જેના લીધે વીજ કંપની પીજીવીસીએલને કરોડો રૂપિયાની નુકશાની વેઠવી પડી રહી છે, ત્યારે વીજચોરો સામેની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. એક સપ્તાહના વિરામ બાદ સોમવારે ફરી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ રૂરલ ડિવિઝન હેઠળ તેમજ સુરેન્દ્રનગર અને જામનગર ડિવઝન વિસ્તારમાં અલગ અલગ 136 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code