1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્રમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે, છૂટાછવાયાં વિસ્તારોમાં ઝાપટાં પડશે
સૌરાષ્ટ્રમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે, છૂટાછવાયાં વિસ્તારોમાં ઝાપટાં પડશે

સૌરાષ્ટ્રમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે, છૂટાછવાયાં વિસ્તારોમાં ઝાપટાં પડશે

0

રાજકોટઃ ચોમાસાના વિધિવત આગમનને હજુ 20 દિવસનો સમય બાકી છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મેઘરાજાની વહેલા પઘરામણી થઈ ગઈ છે. રવિવારે અમદાવાદ, મહેસાણા, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હજુ ચાર દિવસ છૂટા છવાયાં વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડવાની શક્યતા છે. આજે સોમવારે દરિયાકાઠાં વિસ્તારોમાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે. અને દરિયાના મોજા ઉછલી રહ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણમો પલટો આવવાની શક્યતા છે. છેલ્લા બે દિવસથી આકાશમાં વાદળો ગોરંભાય રહ્યા છે. તેના લીધે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જો કે હવામાનમાં ભેજનું પ્રમાણ વધુ  હોવાને કારણે બફારો અનુભવાય રહ્યો છે.  રાજસ્થાન અને ઉત્તર ભારતના રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને હવાના દબાણના તફાવતને કારણે ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળશે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં કયાંક છુટાછવાયા વરસાદની આગાહી છે. તેમજ 40 કિમીની ઝડપે પવન ફુંકાશે. રવિવારે સૌરાષ્ટ્રમાં સૌથી ઊંચુ તાપમાન રાજકોટમાં 41 ડિગ્રી નોંધાયું હતુ. જ્યારે ભાવનગરમાં 40.6, સુરેન્દ્રનગરમાં 40, મહુવા અને કેશોદમાં 35.8 ડિગ્રી,વેરાવળ,પોરબંદર અને ઓખામાં 34 ડિગ્રીની નજીક નોંધાયું હતું અને સૌથી નીચું તાપમાન દ્વારકામાં 33.1 ડિગ્રી હતું.

સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદ અને તેજ ગતિથી પવન ફુંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેની અસર મુખ્યત્વે રાજકોટ, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં રહેશે. આ ઉપરાંત વાદળછાયું વાતાવરણ પણ રહેશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ રહ્યું હતુ. છૂટાછવાયા વરસાદની આગાહીને કારણે યાર્ડમાં નવી ખેડૂતોની જણસીને નુકસાન ન થાય તે માટે ખેડૂતોને માલ ઢાંકીને જ લાવવા સૂચના આપવામાં આવી છે. તેમજ મગફળીની આવક બંધ કરાઈ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code