1. Home
  2. Tag "saurashtra"

ગુજરાતમાં 8મી જુનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં 15મી જુન બાદ વિધિવત ચોમાસાનું આગમન થઈ જશે. હાલ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન દક્ષિણ ભારતના કેરળમાં થઈ ગયું છે. 10થી 15 દિવસમાં મહારાષ્ટ્રની મહેમાનગતિ માણીને મેઘરાજા ગુજરાતમાં પધારશે. દરમિયાન પ્રિમોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8મી જુનથી હવામાનમાં પલટો આવશે. અને કેટલાક સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત […]

સૌરાષ્ટ્રના 141 ડેમમાં 30 ટકા જેટલો પાણીનો જથ્થો, પાણીની સમસ્યા ઉભી થવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે બીજી તરફ સૌરાષ્ટ્રમાં પાણી માટે ખેંચ પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. હાલની પરિસ્થિતિમાં કેટલાક ડેમ ખાલીખમ થઈ ગયા છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમ ધીરે ધીરે તળિયાઝાટક થઈ રહ્યા છે. જળસંકટ ઘેરું બને તેવી તમામ શકયતાઓ ઉભી થઈ છે. સૌરાષ્ટ્રના કુલ 141 ડેમમાં હાલમાં કુલ 27 થી […]

ગુજરાત સરકારે ઢોર નિયંત્રણ કાયદો પરત ન ખેંચતા માલધારીઓ દ્વારા સૌરાષ્ટ્રમાં સંમેલનો યોજાશે

અમદાવાદઃ ગુજરાતના નાના-મોટા તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ નિવારવા માટે સરકારે વિધાનસભામાં કાયદો ઘડ્યો હતો. દરમિયાન આ કાયદાનો વિરોધ થતાં સરકારે નવા બનેલા કાયદાને સ્થગિત કર્યો હતો. માલધારીએ ઢોર અંકુશ નિયંત્રણના કાયદાને રદ કરવાની માગણી કરી રહ્યા છે. સરકારે કાયદો રદ કરવાની બાંયેધરી આપી છે. પણ માલધારીઓ માનતા નથી. અને ગુજરાત માલધારી મહા પંચાયત દ્વારા […]

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે, દરિયો ન ખેડવા માછીમારોને ચેતવણી

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાનું વિધિવત આગમન 15મી જુન સુધીમાં થઈ જશે, એવો હવામાન વિભાગનો વર્તારો છે, ત્યારે  રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. બીજી બાજુ રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રફ દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનથી લઈને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી લંબાયો છે. જેને કારણે આગામી 3 દિવસ દરમિયાન ભારે પવન સાથે માવઠારૂપી છાંટણા પડવાની શક્યતા છે. હવામાન […]

ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો આકરો બન્યો છે, દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના વલસાડમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ રહ્યો હતો. દરમિયાન રાજસ્થાનમાં સર્જાયેલા સાઈક્લોનિક સરક્યુલેશનને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાસ શહેરો-નગરોમાં ભારે પવન સાથે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ આગામી 28 અને 29મી મેના રોજ માછીમારોને […]

સૌરાષ્ટ્રમાં 15મી જુન પહેલા કોંગ્રેસનું મહાસંમેલન અને સોનિયા ગાંધીનો રોડ શો યોજાશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી ગુરૂવારે રાજકોટ આવી પહોંચી હતી. જ્યાં શહેરના હેમુગઢવી હોલ ખાતે 1200 જેટલા કોંગી આગેવાનો અને કાર્યકરોની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત કોગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું હતું કે, 125 […]

સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડમાં હવે ડુંગળી વેચનારા ખેડૂતોને પ્રતિ કિલોએ રૂ.2ની આર્થિક સહાય મળશે

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં ડુગળીનું સારૂએવું ઉત્પાદન થયુ છે. પણ ખેડુતોને પુરતા ભાવ ન મળતા તેમની હાલત કફોડી બની હતી. અને પોષણક્ષણ ભાવ આપવા ખેડુતોએ માગણી કરી હતી. આથી રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના માર્કેટ યાર્ડ્સમાં ડુંગળી વેચવા માટે આવનારા ખેડુતોને પ્રતિકિલોએ રૂપિયા બેની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, […]

સૌરાષ્ટ્રમાં વીજ ચોરીનું દુષણ, રાજકોટ, ભૂજ અને બોટાદ તાલુકામાં 96 ટીમો દ્વારા દરોડા

અમદાવાદઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજ વપરાશ વધવાની સાથે વીજ ગેરરીતિમાં પણ વધારો થયો છે. જેને પગલે સવારથી જ રાજકોટ સહિત ભુજ અને બોટાદના અલગ અલગ વિસ્તારોમાં વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સવારથી જ વીજ ચેકીંગને પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. કુલ 96 ટીમો દ્વારા વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દેશભરમાં […]

માવઠાને લીધે રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ખૂલ્લામાં પડેલા ઘઉં, ચણાને લીધે ખેડૂતોની ચિંતા વધી

રાજકોટઃ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મંગળવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ બે દિવસ પવન સાથે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. એને પગલે ગઈકાલે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લામાં ઘટાટોપ વાદળો છવાયાં હતા અને અમુક વિસ્તારોમાં અમીછાંટણા પણ થયા હતા. વાતાવરણમાં અચાનક પલટો આવતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો માર્કેટ યાર્ડમાં ઘઉં, […]

સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા નહીં સર્જાય, ન્યારી ડેમમાં પાણી ઠલવાયું, આજી-1માં પણ ઠાલવવામાં આવશે

ન્યારી-1 ડેમમાં પાણી ઠલવાયું ચોમાસા સુધીનું ઠલવાયું પાણી આજી-1માં હજુ 85 MCFT પાણી ઠલવાશે રાજકોટ: ઉનાળો શરુ થતા જ પાણીની સમસ્યાઓ વધી જતી હોય છે.એમાં ખાસ રાજકોટવાસીઓને દર વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યાનો ભોગ બનવું પડે છે પરંતુ આ વર્ષે અગાઉથી જ કરાયેલી રજૂઆતને પગલે પાણી પૂરું પાડતા આજી અને ન્યારી બંને ડેમમાં પાણી ઠાલવવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code