1. Home
  2. Tag "scam"

જીવિત વ્યક્તિના વિમાનો 32 લાખનો ડેથ ક્લેમ પાસ કરાવીને કૌભાંડ કરનારા ચાર શખસો પકડાયા

અમદાવાદ :  જીવતા વ્યક્તિઓને મૃત જાહેર કરી વિમાનો ક્લેમ કરીને રૂપિયા ચાંઉ કરવાનું કૌભાડનો અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પડદાફાશ કર્યો હતો. જીવતા વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ આપી વીમાના 32 લાખ ચાઉં કરી જનારા એક તલાટી મંત્રી સહિત ચાર આરોપીઓની.અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, યુવકે પોલિસીનું સ્ટેટ્સ તપાસ કરતા આખું ભોપાળું બહાર આવ્યું […]

ખેડામાં નવજાત બાળકોને વેચવાના કૌભાંડનો પર્દાફાશઃ ચાર આરોપીઓની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતના ખેડામાં નવજાત બાળકોને વેચી મારવાના કૌભાંડનો એસઓજીએ પર્દાફાશ કરીને ચાર આરોપીઓને ઝડપી લીધા છે. અન્ય રાજ્યની ગરીબ ગર્ભવતી મહિલાઓને નાણાની લાલચ આપીને ગુજરાત લાવવામાં આવતી હતી. અહીં જ તેમની પ્રસૃતિ કરાવ્યાં બાદ નવજાત બાળકને બારોબાર વેચી દેવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર બે મહિલાઓ મારફતે અન્ય રાજ્યની ગર્ભવતી મહિલાઓનો સંપર્ક […]

હેલિકોપ્ટર બ્રધર્સ તરીકે આ બે ભાઇઓએ 600 કરોડનું ફુલેકું ફેરવ્યું, બંને ભાઇઓ ફરાર

પૈસા બમણા કરવાના નામે 600 કરોડનું ફ્રોડ હેલિકોપ્ટર બ્રધર્સ તરીકે જાણીતા મરિયૂર રામદાસ ગણેશ અને તેમના ભાઇ મરિયૂર રામદાસ સ્વામીનાથન ફરાર આ બંને ભાઇઓ પર 600 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે નવી દિલ્હી: ભાજપના પાર્ટી ટ્રેડર્સ વિંગના નેતા રહી ચૂકેલા મરિયૂર રામદાસ ગણેશ અને તેમના ભાઇ મરિયૂર રામદાસ સ્વામીનાથન મુશ્કેલીમાં મૂકાયા છે. આ બંને […]

મહેસાણાઃ નકલી ડ્રાઈવિંગ લાયસન્સના કૌભાંડનો પર્દાપાશ, ટેસ્ટ વિના બનાવી અપાતા હતા લાયસન્સ

એસલીબીએ વિસનગરથી કરી એકની ધરપકડ આરોપી પાસેથી મળ્યાં ચાર નકલી લાયસન્સ પોલીસની તપાસમાં અન્ય ખુલાસા થવાની શકયતા અમદાવાદઃ અનેક લોકો ઝડપથી અને સરળતાથી ડ્રાઈવિંગ લાયન્સ મળી જાય તે માટે એજન્ટની મદદ લેવા હોય છે. ત્યારે કેટલાક લેભાગુ તત્વો ટ્રાયલ વિના લાયસન્સ અપાવવાની લોભામણી લાલચ આપીને લોકોને સાથે છેતરપીંડી કરતા હોય છે. દરમિયાન મહેસાણાના વિસનગરમાંથી નકલી […]

નકલી રેમડેસિવિર ઈન્જેક્શન વેચવાનું કૌભાંડઃ આરોપીઓએ 5000 નકલી ઈન્જેક્શન વેચ્યાં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં પણ કેટલાક લોકો દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરીને પૈસા કમાઈ લેતા હોય છે. શહેરમાં રૂપિયા 100નું ટેટ્રાસાઈકલ આન્જેક્શન રેમડેસિવિરના નામે વેચવાનું કૌભાંડ પકડાયુ છે. સાત જેટલા આરોપીઓએ ભેગા મળીને અમદાવાદ, સુરત, રાજકોટ સહિત દરેક જગ્યાએ 5000 રેમડેસિવિર ઈન્જેકશન વેચી નાખ્યાં હતા. આ રેમડેસિવિર ઈન્જેક્શન નહીં, પણ એની જગ્યાએ ટેટ્રાસાઇકલનું 100 […]

કોરોના વેક્સિનેશનમાં 32,000 કરોડના કૌંભાડનો દાવો, સુપ્રીમ કોર્ટમાં નોંધાઇ અરજી

કોરોના વેક્સિનેશનમાં ગેરરીતિને લઇને અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી અરજીકર્તાએ દાવો કર્યો છે કે, વેક્સિનેશન અભિયાનમાં 32,000 કરોડ રૂપિયાનું કૌંભાડ થયું છે તેને લઇને અરજીકર્તાએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી નવી દિલ્હી: દેશમાં જોવા મળી રહેલા કોરોનાના સંકટકાળ વચ્ચે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટમાં કોવિડ સાથે સંબંધિત વિવિધ અરજીઓ પર સુનાવણી હાથ ધરાઇ […]

દિવાન હાઉસિંગે PMAY હેઠળ 14000 કરોડના નકલી લોન ખાતા ખોલ્યા હોવાનો પર્દાફાશ

CBIએ પ્રધાન મંત્રી આવાસ યોજના સાથે સંકળાયેલા એક કૌંભાડનો પર્દાફાશ કર્યો આ કૌંભાડ સંદર્ભે CBIએ દિવાન હાઉસિંગના પ્રમોટર ભાઇઓ કપિલ-ધીરજ વાધવાન વિરુદ્વ કેસ કર્યો દાખલ કપિલ અને ધીરજ વાધવાને 2.6 લાખ નકલી હાઉસિંગ લોન ખાતા ખોલ્યા હતાં નવી દિલ્હી: સીબીઆઇએ પ્રધાન મંત્રી આવાસ યોજના સાથે સંકળાયેલા એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડના પર્દાફાશ […]

લોન એપ કૌભાંડમાં દિલ્હી એરપોર્ટ ઉપરથી ચીનના નાગરિકની ધરપકડ

દિલ્હીઃ મોબાઈલ એપ્લિકેશન મારફતે સરળતાથી લોનની લોભામણી લાલચ આપીને લોકોને ફસાવી તેમની પાસેથી ઉંચી રકમ વસુલવાના લોન એપ પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કૌભાંડ લગભગ 21 હજાર કરોડનું હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ નહીં લોન એપ મારફતે લોનની આપનારી વિવિધ કંપનીઓનું નેટવર્ક સંભાળતા મુખ્ય સૂત્રધાર એવા ચીની નાગરિકની પોલીસે દિલ્હી એરપોર્ટ ઉપરથી ધરપકડ […]

મહારાષ્ટ્રમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓના ભારતીય પાસપોર્ટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

મુંબઈઃ ગેરકાયદે રીતે ભારતમાં ઘુસણખોરી કરનારા બાંગ્લાદેશીઓના મુંબઈમાં ભારતીય પાસપોર્ટ બનાવવાના રેકેટનો મહારાષ્ટ્ર એટીએસની ટીમે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં મુંબઈ સહિત અન્ય શહેરોમાંથી આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 85 ભારતીય પાસપોર્ટ બાંગ્લાદેશીઓને આપ્યાં હોવાની કબુલાત કરી છે. આરોપીઓની મદદથી અન્ય ઘુસણખોર બાંગ્લાદેશીઓએ પાસપોર્ટ મેળવ્યાં હોવાનું એટીએસની ટીમ માની રહી છે. જે અંગે […]

ભ્રષ્ટાચારનો પર્દાફાશ: લલ્લુજી એન્ડ સન્સે કુંભમેળામાં 109 કરોડનું કૌભાંડ આચર્યું

વર્ષ 2019ના પ્રયાગરાજ કુંભમેળામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશ તંબુની સુવિધા આપતી લલ્લુજી એન્ડ સન્સે કથિતપણે 109 કરોડના ભ્રષ્ટાચાર આચર્યો ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતા કંપની 5 વર્ષ માટે થઇ બ્લેકલિસ્ટ પ્રયાગરાજ: વર્ષ 2019માં પ્રયાગરાજમાં યોજાયેલા કુંભમેળામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. 109 કરોડના ભ્રષ્ટાચાર મામલે 11 સામે તપાસનો આદેશ થયો છે. તંબુના કોન્ટ્રાક્ટરે નકલી બિલ રજૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code