શાળાઓ 14 મહિનાથી બંધ હોવાથી સ્ટેશનરી, યુનિફોર્મના વેપારને મોટું નુકશાન
અમદાવાદઃ કોરોનાના લીધે ઉદ્યોગ-ધંધાને સારૂએવું નુકશાન થયું છે, જેમાં છેલ્લા 14 મહિનાથી શાળાઓ બંધ હોવાથી સ્ટેશનરી, યુનિફોર્મના વેપારને અંદાજે રૂપિયા 2000 કરોડનો ફટકો પડ્યો છે. ઉપરાંત શિક્ષણ સાથે જોડાયેલા અન્ય વેપારીઓની કમર તોડી નાખી છે. સ્ટેશનરીના વેપારમાં મેન્યુફેક્ચરર્સ, રિટેલર્સ અને હોલસેલર્સને છેલ્લા 1 વર્ષમાં 1 હજાર કરોડ રૂ.ની ખોટ ગઇ છે. બુક સેલર અને સ્ટેશનરી […]


