1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતઃ ધો-10ના વિદ્યાર્થીઓના પ્રમાણપત્રમાં માસ પ્રમોશનનો કરાશે ઉલ્લેખ
ગુજરાતઃ ધો-10ના વિદ્યાર્થીઓના પ્રમાણપત્રમાં માસ પ્રમોશનનો કરાશે ઉલ્લેખ

ગુજરાતઃ ધો-10ના વિદ્યાર્થીઓના પ્રમાણપત્રમાં માસ પ્રમોશનનો કરાશે ઉલ્લેખ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ધો-1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. દરમિયાન ધો-10ના વિદ્યાર્થીઓના શાલા છોડ્યાના પ્રમાણપત્રમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવા જિલ્લા શિક્ષણ અધિકારીઓને આપવામાં આવ્યો છે. જેથી હવે ધો-10માં માસપ્રમોશન મેળવનારા વિદ્યાર્થીઓના એસલીમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે સરકારે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા નહીં લેવાનો નિર્ણય કરીને તેમના માસ પ્રમોશનની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર કરવાની સૂચના ડીઈઓ દ્વારા આપવામાં આવી છે. એટલું જ નહીં વિદ્યાર્થીના એલ.સીમાં માસ પ્રમોશન લખવાનું બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ એવી આશંકા પણ છે કે ભૂતકાળમાં નવ નિર્માણ આંદોલનો સમયે માસ પ્રમોશન લખવાના કારણે તે સમયે આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારે હાલના સંજોગોમાં હવે ધોરણ 10 ની માર્કશીટ સાથે શાળા છોડયાનું પ્રમાણ પત્ર વિદેશ અભ્યાસ સમયે એટલું જ જરૂરી છે. ત્યારે આ વિવાદ લાંબા ગાળે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને નુકશાન પહોંચાડશે કે કેમ તેની મુંજવણ ઉભી થઇ છે. જો કે, માધ્યમિક શિક્ષણ બોર્ડ એવો દાવો કરે છે કે આ નિર્ણયથી વિદ્યાર્થીઓ ના ભાવિ સાથે કોઈ જ નુકશાન થશે નહીં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code