1. Home
  2. Tag "Shivling"

શિવલિંગ પર ચાંદીના સાપની જોડી ચઢાવવાથી શું થાય છે, જાણો તેના ફાયદા

શ્રાવણ મહિનામાં, શિવભક્તો ભગવાન શિવની પૂજામાં મગ્ન રહે છે. શિવજીના ઘણા પવિત્ર પ્રતીકો છે, જેમાં સાપનો પણ સમાવેશ થાય છે, જેને તેઓ પોતાના ગળામાં આભૂષણ તરીકે પહેરે છે. શ્રાવણ મહિનામાં શિવલિંગ પર ચાંદીના નાગ-નાગિનની જોડી ચઢાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તે દૈવી આશીર્વાદ, રક્ષણ અને મુશ્કેલીઓથી મુક્તિ આપે છે. તેથી, […]

ઘરમાં શિવલિંગ હોય તો શ્રાવણ પહેલા કરો આ કામ અને પૂજાનો મેળવો લાભ

જો તમે તમારા ઘરમાં શિવલિંગ રાખવા માંગતા હો, તો તેને ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપિત કરવું શ્રેષ્ઠ છે. આ દિશા ભગવાન શિવની માનવામાં આવે છે અને અહીં શિવલિંગ સ્થાપિત કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. શિવપુરાણનો નિયમિત પાઠ ઘરમાં સકારાત્મક ઉર્જા આકર્ષિત કરે છે. તે ઘરના વાસ્તુ દોષોને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. સોમવારે અથવા પ્રદોષ […]

મહેબુબા મુફ્તિએ મંદિરની મુલાકાત લઈને શિવલિંગ ઉપર જળાભિષેક કરતા વિવાદ સર્જાયો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ હિન્દુ મંદિરની મુલાકાત લીધા બાદ શિવલિંગ ઉપર જળાભિષેક કરતા વિવાદ સર્જાયો છે. મુસ્લિમ ધર્મ ગુરુઓએ મહેબુબા મુફતીના આ કાર્યને ઈસ્લામ વિરોધી ગણાવ્યું છે. જ્યારે ભાજપાએ વિરોધ કરીને તેને રાજકીય ખેલ ગણાવ્યાં છે. આમ મહેબુબા મુફ્તિની હિન્દુ મંદિરની મુલાકાતને પગલે રાજકારણ ગરમાયું છે. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને […]

જ્ઞાનવાપીમાં મળેલા કથિત શિવલિંગની પૂજા કરવાના અધિકારના કેસની સુનાવણી કોર્ટ કરશે

વારાણસી: જ્ઞાનવાપી શૃંગાર ગૌરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ, અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિએ દલીલ કરી હતી કે આ અરજી સાંભળવા યોગ્ય નથી.જયારે વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં, જ્ઞાનવાપી કેસમાં સર્વેક્ષણ દરમિયાન મળી આવેલા કથિત શિવલિંગની પૂજા અને તેને હિન્દુઓને સોંપવા માટેની અરજી પર કોર્ટે આજે આદેશ આપ્યો છે કે આ મામલો સુનાવણી લાયક છે. અંજુમન ઈન્તેઝામિયા મસાજિદ […]

વિવાદાસ્પદ જ્ઞાનવાપી મસ્જિદઃ શિવલીંગની પુજા કરતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી અટકાવવાના પ્રયાસો

નવી દિલ્હીઃ વારાણસીમાં વિવાદાસ્પદ જ્ઞાનવાપી મસ્જિદના વઝુખાનામાં શિવલિંગને જળ ચઢાવવાની અને પૂજા કરવાની જાહેરાત કરનાર શ્રી શંકરાચાર્ય સ્વામિસ્વરૂપાનંદજીના શિષ્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ વહીવટી તંત્ર પાસે મંજૂરી માગી હતી. પરંતુ વહીવટી તંત્રએ મંજૂરી આપી ન હતી. એટલું જ નહીં આજે તેમના મઠની બહાર પોલીસ તૈનાત કરીને તેમને અટકાવામાં આવ્યાં હતા. જેથી અવિમુક્તેશ્વરાનંદજીએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે […]

મુગલોએ બનાવેલી ઈમારતોમાં કોઈ ફુવારો શિવલિંગ આકારનો નથી મળ્યોઃ સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી

ભગવાન શિવ પ્રગટ થયા હોય તો તેમની પૂજા-અર્ચના, રાગ-ભોગ થવો જોઈએ, પોતાના આરાધ્યની પૂજા માટે ન્યાયાલયના આદેશની પ્રતિક્ષા અમે કરી શકતા નથી. 4 જૂને, ગુરુ અને શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના આદેશ પર, અમે વજુખાનામાં મળેલા શિવલિંગની પૂજા કરવા માટે જ્ઞાનવાપી જઈશું, જ્યાં સુધી પરવાનગી હશે ત્યાં સુધી જઈને અમે ભગવાન શિવને રાગ-ભોગ અને પૂજા કરીશું. […]

જ્ઞાનવાપી મસ્જિદઃ નંદી નજીક શિવલિંગ મળ્યાનો દાવો

લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદમાં 14 મેથી ચાલી રહેલું સર્વેનું કામ મંગળવારે પૂરું થયું. હવે સર્વેનો રિપોર્ટ બુધવારે 17 મેના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ પક્ષકારો દ્વારા તમામ પ્રકારના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જેમાં હિંદુ પક્ષના મતે મસ્જિદમાંથી વુઝુખાના પાસે નંદીના મોં આગળ 12 ફૂટ 8 ઈંચ વ્યાસનું શિવલિંગ […]

સુરતઃ સોના-ચાંદી અને અન્ય ધાતુથી બનેલા અદભૂત શિવલિંગની કરાઈ પ્રાણપ્રતિષ્ઠા

અમદાવાદઃ પવિત્ર શ્રાવણ મહિના હજુ ગઈકાલે જ પૂર્ણ થયો છે. ગઈકાલે સોમવતી અમાસ અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોવાથી શિવાલયોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. દરમિયાન ડાયમન્ડ સિટી તરીકે જાણીતા સુરતના વેસુમાં ચંદ્રશેખર મહાદેવ મંદિરમાં 51 કિલો સોના-ચાંદીથી બનેલા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. સોનુ, ચાંદી, તાંબુ, પીતળ, કાંસ અને લોખંડની મિક્ષ ધાતુંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code