1. Home
  2. Tag "Shramik Annapurna Yojana"

ગુજરાતઃ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ દરરોજ અંદાજે 50 હજારથી વધુ શ્રમિકોને ભોજનનો લાભ મળશે

અમદાવાદઃ મુખ્યમંત્રી મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે તેમજ મંત્રી‌મંડળના સભ્યો સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આગામી તા.10 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવા વધુ કુલ-152 ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવશે. તેમ,પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે,શ્રમ-રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય […]

શ્રમિક અન્નપૂર્ણા યોજના: એક જ વર્ષમાં 50 લાખ શ્રમિકોએ મેળવ્યો રૂ. 5માં ભોજનનો લાભ લીધો

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર 2022માં શ્રમિક અન્નપૂર્ણા યોજનાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી હતી, અને આજે માત્ર એક વર્ષના સમયગાળા દરમિયાન રાજ્યના લગભગ 50 લાખ શ્રમિકો આ યોજના હેઠળ રૂ. 5 માં ભોજનનો લાભ મેળવી ચૂક્યા છે. શ્રમિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા બાંધકામની સાઇટ પર ભોજનની ડિલીવરી પણ કરવામાં આવે છે. અત્યારે 50થી […]

શ્રમિક અન્નપૂર્ણા યોજનાઃ ડોર સ્ટેપ ડિલિવરીની સુવિધા ઉપલબ્ધ કરાવાશે

અમદાવાદઃ શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 22 ભોજન કેન્દ્રો અને શ્રમ સન્માન પોર્ટલના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ અંત્યોદયના વિચારને સાકાર કરતો લોક ઉત્સવ છે. ‘જેની પડખે કોઈ નથી, તેની પડખે સરકાર છે.’ તેવા ધ્યેયમંત્ર સાથે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. અમદાવાદ તથા ગાંધીનગર ખાતે આવેલા કુલ 22 કડિયા નાકા ઉપર ભોજન કેન્દ્રોનું […]

ગુજરાતમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના આજથી ફરી શરૂ કરાશે, પાંચ રૂપિયામાં ભોજન અપાશે

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા આજે તા. 8મી  ઓક્ટોબરને શનિવારે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની  શરૂઆત કરશે. આ યોજના હેઠળ ગુજરાતના શ્રમિકોને 5 રૂપિયામાં ભર પેટ ભોજન આપશે. અગાઉ પણ આ યોજના શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોઈ કારણોસર યોજના બંધ કરી દેવામાં આવી હતી. હવે પુનઃ આ યોજના શરૂ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આજે શનિવારથી મુખ્યમંત્રી […]

ગુજરાતઃ શ્રમિકોને ફરીથી માત્ર રૂ. 10માં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ભોજન મળશે

અમદાવાદઃ ગુજરાતમાં શ્રમિકોને ભોજન મળી રહે તે માટે વર્ષ 2017માં શ્રમિક અન્નપર્ણા યોજનાનો પ્રારંભ કર્યો હતો. જેના કારણે શ્રમિકોને માત્ર રૂ. 10માં ભોજન મળતું હતું. જો કે, દોઢ વર્ષ પહેલા આ યોજના બંધ કરવામાં આવી હતી. જો કે, રાજ્યની નવી ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા શ્રમ રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ શ્રમિકોને સસ્તુ અને સારુ ભોજન મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code