દક્ષિણ આફ્રિકામાં પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે થઈ વાતચીત,એલએસી પર તણાવ ઓછો કરવા પર સહમતિ
દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સમિટમાં તેમની વાતચીત દરમિયાન પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર “વણઉકેલાયેલા” મુદ્દાઓ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ભારતની ચિંતાઓ જણાવી હતી. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ ગુરુવારે આ માહિતી આપી હતી. ક્વાત્રાના જણાવ્યા અનુસાર, વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત-ચીન સંબંધોને સામાન્ય બનાવવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવી […]


