1. Home
  2. Tag "south gujarat"

દક્ષિણ ગુજરાતમાં 14મી સપ્ટેમ્બરથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ઉત્તર અરબી સમુદ્ર પર બનેલું ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધ્યું, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા-નગર હવેલીમાં વરસાદ પડશે, અમદાવાદમાં આકાશ વાદળછાયું રહેશે અમદાવાદઃ આજે શુક્રવારે દક્ષિણ ગુજરાતના 5 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. ગુજરાતમાં ચોમાસાની સીઝનનો 108 ટકા વરસાદ પડી ચૂક્યો છે. અને મેઘરાજા હવે વિદાય લેવાની તૈયારીઓ કરી રહ્યા છે. […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, ગઢડામાં 14.6 ઈંચ વરસાદ

ગાંધીનગરઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર થઈ છે. તારીખ 18થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા રહેલી છે. જેથી આજે કચ્છ, ગીર-સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ બોટાદના ગઢડામાં 14.6 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભાવનગરના […]

દક્ષિણ ગુજરાતના 14 તાલુકામાં પડ્યો વરસાદ, રવિવારથી ભારે વરસાદની શક્યતા

વાપીના અન્ડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો મુળશ્કેલીમાં મુકાયા, ઉમરગામ અને સંજાણ વિસ્તારમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો, કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો અમદાવાદ: ગુજરાતમાં 15મી જુનથી ચોમાસાનું વિધિવત આગમન થાય તેવી શક્યતા છે. આજે શુક્રવારે બપોર સુધીમાં દક્ષિણ ગુજરાતના 14 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. જેમાં ઉમરગામ, વાપી, વલસાડ, ધરપપુર, કપરાડા, વાસદાં, ખેરગામ વગેરેનો સમાવેશ […]

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ હાલ ગુજરાતના હવામાનમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તો બીજી તરફ ગરમીનો પ્રકોપ પણ યથાવત છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાપમાનના આંકડા મુજબ, રાજ્યમાં ગરમીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જોકે, હવામાન વિભાગે આજે, શુક્રવારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની ઋતુ પહેલા જ વરસાદે દસ્તક આપી દીધી છે. કારણ કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં બેવડી ઋતુ ચાલી રહી છે. ગુજરાતમાં અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે. એક તરફ ગરમી પડી રહી છે તો બીજી તરફ વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. […]

દક્ષિણ ગુજરાતમાં ડાંગરના વાવેતર પર નિયંત્રણ મુકવામાં આવે તેવી શક્યતા

ખેડુતો 50 ટકા જમીનમાં જ ડાંગરનું વાવેતર કરી શકે તે માટે પરિપત્ર જારી કરાશે કિલો ચોખા પકવવામાં 4 હજાર લીટર પાણીનો ઉપયોગ થાય છે ભવિષ્યમાં પાણીની તંગી ન સર્જાય તે માટે આગોતરૂ આયોજન કરાશે સુરતઃ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ શેરડી અને ડાંગરના પાકનું વાવેતર થાય છે. ડાંગરના પાકને પાણીની સૌથી વધુ જરૂર પડતી હોય છે. […]

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, રાજ્યના 122 તાલુકામાં વરસાદ

અમદાવાદઃ 24 કલાક દરમિયાન રાજ્યના 25 જિલ્લાના 122 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ દ્વારકામાં 15 ઈંચ, પોરબંદરમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આઠ ઈંચ, વંથલીમાં સાત ઈંચ, મેંદરડામાં ચાર ઈંચ અને જૂનાગઢ શહેરમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં છ ઈંચ અને ખંભાળિયામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. […]

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, નવસારી-વલસાડમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે કે રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ઓફશોર ટર્ફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ અને […]

હેડલાઈનઃ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, વલસાડમાં છ અને ગણદેવીમાં પાંચ ઈંચ વરસાદ

·         ગુજરાતમાં ચોમાસુ જામ્યું…. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ… 24 કલાકમાં 168 તાલુકામાં વરસ્યો વરસાદ…. વલસાડમાં 6 ઈંચ તો ગણદેવીમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો… ·         પેટાચૂંટણીની મતગણતરી…. સાત રાજ્યોની વિધાનસભાની 13 બેઠકો ઉપર મતદાન બાદ આજે મતગણતરી…. 10 બેઠક ઉપર ઈન્ડી ગઠબંધન આગળ… ઉત્તરાખંડ અને હિમાચલમાં કોંગ્રેસ આગળ… 23 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ…. ભારતમાં ચોમાસુ જામ્યું…. 23 […]

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, તાપી અને ડાંગમાં ધોધમાર વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન આજે સવારે 6થી બપોરના બે કલાક સુધીના સમયગાળામાં તાપીના દોલવાનમાં સાડા ચાર ઈંચ વરસાદ વસ્યો હતો. આ ઉપરાંત ડાંગના વઘઈમાં અઢી, સુબીરમાં બે ઈંચ, આહવામાં બે ઈંચ, વલસાડના ઘરમપુરમાં બે ઈંચ તથા વાસંદામાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code