1. Home
  2. Tag "sp"

સપાના આઝમ ખાનની મુશ્કેલી વધી, હેટ સ્પીચ કેસમાં 3 વર્ષની સજાનો કોર્ટનો આદેશ

લખનૌઃ સમાજવાદી પાર્ટીના સિનિયર નેતા આઝમ ખાનને રામપુરની કોર્ટે હેટ સ્પીચ કેસમાં કસુરવાર ઠરાવ્યાં હતા. ભડકાઉ ભાષણ કેસમાં કોર્ટે સપા નેતાને દોષિત ઠરાવીને ત્રણ વર્ષની સજા ફરમાવી હતી. આઝમ ખાન અને અન્ય 2 આરોપીઓને 3 વર્ષની જેલ અને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કેસની હકીકત અનુસાર આઝમ ખાને વર્ષ 2019માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી […]

લઠ્ઠાકાંડઃ બોટાદ અને અમદાવાદ ગ્રામ્યના એસપીની કરાઈ બદલી, બે ઉચ્ચ પોલીસ અધિકારી સસ્પેન્ડ

અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 50થી વધારે લોકોના મોત થયાં હતા. જ્યારે હજુ અનેક લોકો સારવાર હેઠળ છે. બીજી તરફ સમગ્ર પ્રકરણને લઈને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ સરકાર દ્વારા જવાબદાર મનાતા પોલીસ કર્મચારીઓ સામે કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર લઠ્ઠાકાંડને પગલે ગૃહવિભાગે […]

ઉત્તરપ્રદેશઃ માયાવતીએ મુલાયમ સિંહ યાદવ અને સપા ઉપર કર્યાં આકરા પ્રહાર

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી એકબીજા વિરુદ્ધ ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે. બસપા સુપ્રીમો માયાવતીએ ફરી એકવાર સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે, સપાના સ્થાપક મુલાયમ સિંહ યાદવ ખુલ્લેઆમ ભાજપને મળ્યા છે, બસપાને નહીં. તેમણે 2017માં શપથ ગ્રહણ સમારોહમાં પણ અખિલેશને આશીર્વાદ […]

અખિલેશ યાદવને ઈવીએમ મશીન પર શંકા, SPના કાર્યકરોએ ચૂંટણીપંચની ગાડી રોકી

દિલ્હી: ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, કાલે મતગણના છે ત્યારે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને ચૂંટણી પંચની કામગીરી પર શંકા ગઈ છે. મંગળવારે વારાણસી દક્ષિણ સીટના મતગણતરી કેન્દ્રની બહાર સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ એક વાહનને રોક્યું જેમાં ઈવીએમ લઈ જવામાં આવી રહ્યા હતા. તેને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં મોટી […]

ઉત્તરપ્રદેશ વિધાનસભાઃ ભાજપના આ પાંચ મુદ્દા એસપી સહિતના વિપક્ષને ભારે પડશે ?

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ગઈકાલે અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. તેમજ આગામી 10મી માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. વિવિધ એક્ઝિટ પોલમાં ઉત્તરપ્રદેશમાં ફરીથી ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. જો કે, ભાજપને 200થી 250 જેટલી બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે સમાજવાદી પાર્ટીને 100થી 150 જેટલી બેઠકો મળવાનો અંદાજ લગાવાઈ રહ્યું છે. […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ મતગણતરી કેન્દ્રો ઉપર સમાજવાદી પાર્ટી બે-બે વકીલો પણ તૈનાત રાખશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું તા. 10મી માર્ચના રોજ પરિણામ જાહેર થશે. મતગણતરીને લઈને સમાજવાદી પાર્ટી સક્રિય થઈ છે. પાર્ટીએ મતગણતરી કેન્દ્રો ઉપર કાનૂની સલાહ માટે 2-2 વકીલ સાથે રાખવાનો નિર્ણય લીધો છે. સપાના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલએ તમામ જિલ્લા અને મહાનગરના અધ્યક્ષોને નિર્દેશ કર્યાં છે. પાર્ટીના મતે મતગણતરી દરમિયાન કોઈ પણ કાનૂની સલાહ માટે […]

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના એક આરોપીના પિતા સમાજવાદી પાર્ટીના નેતાઃ કેન્દ્રીય મંત્રીએ કર્યો આક્ષેપ

લખનૌઃ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો મુદ્દો ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ગુંજ્યો છે પહેલા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ એક આતંકવાદીના પરિવારનું કનેકશન સપા સાથે હોવાનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન આજે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરએ અખિલેશ ઉપર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કર્યો છે. તેમજ કહ્યું હતું કે, અખિલેશે નક્કી કર્યું છે કે, આતંકીઓને બચાવા છે. અનુરાગ ઠાકુરએ જણાવ્યું […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ દીકરા અખિલેશને જીતાડવા હવે મુલાયમસિંહ યાદવ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતર્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.  સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવ લાંબા સમયથી પ્રજાની વચ્ચે આવવાનું ટાળી રહ્યાં હતા. જો કે, દીકરા અખિલેશ યાદવને જીતાડવા માટે હવે મુલાયમસિંહ યાદવ ચૂંટણીપ્રચાર માટે મેદાનમાં આવ્યાં છે. મુલાયમસિંહ યાદવે મેનપુરીના કરહલમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત […]

તેલંગણા, તમિલનાડુના મુખ્યમંત્રીઓ સાથે મળીને બંધારણીય ઢાંચાને બચાવીશ: મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળની બહાર મમતાની રણનીતિ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે રાજનીતિક ચર્ચાઓ કહ્યું બંધારણીય ઢાંચાને બચાવવા અન્ય મુખ્યમંત્રીની મદદ લઈશ કોલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા નેશનલ લેવલ પર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપને અન્ય રાજ્યોમાં જીત મેળવતા રોકવા માટે તે હવે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીની પણ મદદ લેવા માટે તૈયારી બતાવી રહી છે. હાલમાં જ […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ અખિલેશ યાદવ પાસે રૂ. 17 કરોડથી વધુની સંપત્તિ

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મેનપુરીની કરહલ બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી ફોર્મની સાથે તેમણે એફિડેવીટ રજૂ કર્યું છે. જે અનુસાર તેમની પાસે રૂ. 17 કરોડથી વધારેની સંપત્તિ છે. બેચલર ઓફ એન્જિનીયરિંગનો અભ્યાસ કરનારા પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવ ઉપર બેંકનું દેવુ છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈને સીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code