1. Home
  2. Tag "srinagar"

શ્રીનગરના કબ્રસ્તાનમાંથી મોટી માત્રામાં હથિયારોનો જથ્થો ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ બની સાબદી

શ્રીનગર: સુરક્ષા દળોએ શ્રીનગરના તાર નટીપોરા વિસ્તારમાં આવેલા એક કબ્રસ્તાનમાં હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન હથિયારો, દારૂગોળો અને અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે. આ કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ છે અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. પોલીસ સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, સુરક્ષા દળોની સંયુક્ત ટીમે પોલીસ સ્ટેશન બેમિનામાં નોંધાયેલી FIR ની તપાસના […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત કેસમાં કાઉન્ટર-ઈન્ટેલિજન્સના 12 સ્થળોએ  દરોડા

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર પોલીસની કાઉન્ટર-ઈન્ટેલિજન્સ કાશ્મીર (CIK) ટીમે સવારે કાશ્મીર ડિવિઝનના અનેક સ્થળોએ આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓના કેસમાં મોટા પાયે દરોડા પાડ્યા છે. આ દરોડા આતંકવાદ સાથે જોડાયેલી ગતિવિધિઓ અંગેની તપાસના ભાગરૂપે કરવામાં આવ્યા છે. CIK ટીમના સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આજે સવારે CIKએ પોલીસ અને CRPFની મદદથી ઘાટીના કુલ સાત જિલ્લામાં […]

શ્રીનગરમાં 21 શંકાસ્પદ આતંકવાદીઓના ઠેકાણાઓ પર દરોડા, મોટી માત્રામાં ગુનાહિત સામગ્રી જપ્ત

જમ્મુ અને કાશ્મીર પોલીસે ગુપ્ત માહિતીના આધારે એક મોટા ઓપરેશનમાં શ્રીનગર શહેરમાં અનેક સ્થળોએ વ્યાપક દરોડા પાડ્યા. પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા ઓછામાં ઓછા 21 આતંકવાદી સહયોગીઓ અને સક્રિય કાર્યકરો (OGWs) ના નિવાસસ્થાનોની તપાસ કરવામાં આવી. જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ ચાલી રહેલી તપાસના સંદર્ભમાં આ દરોડા અને […]

આતંકી હુમલાને પગલે તાત્કાલિક રાહત પગલાના ભાગ રૂપે શ્રીનગરથી ચાર ખાસ ફ્લાઈટની વ્યવસ્થા કરાઈ

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ અસરગ્રસ્ત પ્રવાસીઓ અને પીડિતોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ઝડપી પગલાં લીધાં છે. કેન્દ્રીય મંત્રી નાયડુએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી અને તેઓ સંબંધિત અધિકારીઓ સાથે ગાઢ સંકલનમાં રહીને પરિસ્થિતિ પર નજર […]

ઉત્તરપ્રદેશઃ દેવબંધમાં 1993માં થયેલા બોમ્બ બ્સાસ્ટનો આરોપી 31 વર્ષ બાદ શ્રીનગરથી ઝડપાયો

સહારનપુરઃ સહારનપુર જિલ્લાના દેવબંદમાં ઓગસ્ટ 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટોના મુખ્ય આરોપી નઝીર અહેમદ વાનીને ATS અને પોલીસની ટીમે 31 વર્ષ બાદ શ્રીનગરથી ધરપકડ કરી છે. ઉચ્ચ અધિકારી સાગર જૈને જણાવ્યું હતું કે, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને દેવબંદ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં દેવબંદમાં થયેલા બોમ્બ વિસ્ફોટોના આરોપીની જમ્મુ-કાશ્મીરમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, […]

શ્રીનગરમાં આતંકવાદીઓએ સેનાના વાહનને નિશાન બનાવી કર્યો ગ્રેનેડ હુમલો

આતંકવાદીઓએ શ્રીનગરમાં સીઆરપીએફના એક વાહન પર ગ્રેનેડ ફેંક્યો હતો, પરંતુ તે લક્ષ્ય ચૂકી ગયો હતો અને ગ્રેનેડ રોડ પર વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં 12થી વધુ રાહદારીઓ અને દુકાનદારો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે અજાણ્યા આતંકવાદીઓએ શ્રીનગર શહેરમાં ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટર (TRC) ક્રોસિંગ પાસે CRPF મોબાઇલ બંકર વાહન પર ગ્રેનેડ ફેંક્યો. એક અધિકારીએ જણાવ્યું હતું […]

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર ખાતે નરેન્દ્ર મોદીએ યોગ દિવસની કરી ઉજવણી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ દિવસની ઉજવણીમાં જ્મ્મુ- કાશ્મીરના શ્રીનગર ખાતે કરી હતી. તેમણે કાર્યક્રમમાં યોગ દિવસની શુભેચ્છા આપી હતી. અને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતના યોગ દિવસના પ્રસ્તાવનું 117 દેશોએ યૂનાઇટેડ નેશન્સમાં સમર્થન કર્યું હતું. અને છેલ્લા  10 વર્ષથી  યોગ દિવસના ઉપક્રમે નવા રેકોર્ડ બની રહ્યા છે. અને વિશ્વમાં યોગ કરનારાઓની સંખ્યા […]

જમ્મુ-કાશ્મીરઃ ઝેલમ નદીમાં હોડી પલટી ખાતા છ વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર નજીક મંગળવારે જેલમ નદીમાં પ્રવાસીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી એક બોટ ડુબવાની ઘટના બની હતી. જેના પગલે વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. આ દૂર્ઘટનામાં છ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે હજુ 3 બાળકો ગુમ હોવાથી તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોને બચાવી […]

જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના ડલ લેક નજીક પ્રથમવાર ફોર્મ્યુલા ફોર રેસિંગ ઈવેન્ટનું આયોજન

નવી દિલ્હીઃ શ્રીનગરના ડલ લેક નજીક રોમાંચક ફોર્મ્યુલા ફોર રેસિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં દાલ લેક પાસે ફોર્મ્યુલા 4 કારે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જમ્મુ-કાશ્મીરના ઈતિહાસમાં પહેલીવાર ફોર્મ્યુલા-4 કાર દાલ તળાવના કિનારેથી પસાર થતા બુલેવાર્ડ રોડ પરના રસ્તાઓ પર દોડતી જોવા મળી હતી. આ ઇવેન્ટ દરમિયાન, JK ટાયર મોટરસ્પોર્ટ્સની ટીમ સ્ટન્ટ્સ અને ડ્રિફ્ટિંગનો ડેમો પણ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે શ્રીનગરની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7મી માર્ચના રોજ શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. બપોરે લગભગ 12 વાગે પ્રધાનમંત્રી શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ પહોંચશે, જ્યાં તેઓ ‘વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર’ કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી J&Kમાં કૃષિ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે લગભગ રૂ. 5000 કરોડના મૂલ્યનો કાર્યક્રમ – ‘સંકલિત કૃષિ વિકાસ કાર્યક્રમ’ રાષ્ટ્રને સમર્પિત કરશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code