ગુજરાતમાં એસ.ટી. બસના ભાડામાં 10 ટકાનો વધારો કરાયો
ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ- GSRTC દ્વારા એસ. ટી. બસના ભાડામાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય કરાયો છે. આ ભાવ વધારો આજથી અમલી બન્યો છે. સત્તાવાર યાદી મુજબ, લોકલ સર્વિસના ભાડામાં ચાર રૂપિયા સુધીનો વધારો કરાયો છે. હાલમાં લોકલ સર્વિસમાં 85 ટકા એટલે કે, 10 લાખ જેટલા મુસાફરો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે. […]