1. Home
  2. Tag "Staff"

ગુજરાત યુનિવર્સિટીમાં કર્મચારીઓએ 50 ટકા રોટેશન મુજબ હાજર રહી કામગીરી શરૂ કરી

અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ સહિત અડધો ડઝન કર્મચારીઓ કોરોના પોઝિટિવ બન્યા હતા. જેથી યુનિવર્સિટીમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જેને કારણે 5 દિવસ સુધી યુનિવર્સિટીની કામગીરી ઓફલાઈન બંધ કરવામાં આવી હતી અને વર્ક ફ્રોમ હોમનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજથી યુનિવર્સિટીમાં 50 ટકાની કેપેસિટી સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. […]

મંત્રી કૌશિક પટેલ અને પ્રદિપસિંહ જાડેજાના સ્ટાફના બે કમાંડો સહિત કુલ 12 લોકો પોઝિટીવ

ગાંધીનગરઃ શહેરમાં તાજેતરમાં વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન મહેસુલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડી હતી. ત્યારબાદ સોમવારે તેમની ચેમ્બરમાં કોરોનાએ તરખાટ મચાવ્યો હતો. કૌશિક પટેલના પર્સનલ સંક્રેટરી હારેજા, APS એચ.પી.પટેલ, પી.એ.પટેલ અને નાયબ કલેક્ટર વિમલ પટેલ સહિત કોમ્પ્યુટર ઓપરેટર ધીરુભા ઝાલા અને એક સેવક છગનભાઈ કોરોના પોઝિટીવ આવ્યાં છે.તે ઉપરાંત ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઓફિસમાં પણ ચાર […]

ગાંધીનગર સચિવાલયમાં કર્મચારીઓને હાજરી કાર્ડ સ્વાઇપમાંથી અપાઈ મુકિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલયમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને હાજરીના ડીજીટલાઈઝેશન સ્વાઈપમાંથી મુક્તિ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હાલ રસીકરણ અભિયાન ચાલી રહ્યું […]

ગાંધીનગર સચિવાલયના તમામ કર્મચારીઓને અપાશે કોરોનાની વેક્સિન

કોરોનાનું સંક્રમણ વધતા સરકારનો નિર્ણય કેટલાક મંત્રીઓનો સ્ટાફ થયો સંક્રમિત અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. હાલ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન કેટલાક મંત્રીના સ્ટાફમાં પણ સંક્રમણ જોવા મળ્યું છે. સરકારી કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકારે ચિંતા વ્યક્ત કરીને સચિવાલયના તમામ કર્મચારીઓને કોરોનાની રસી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિધાનસભામાં કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code