1. Home
  2. Tag "State Government"

રાજ્ય સરકાર ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદી શરુ કરશે

અમદાવાદઃ ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વળતર માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આગામી તા. 10મી માર્ચથી તુવેર, ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જે માટે મોટી સંખ્યામાં ખેડૂતોએ નોંધણી કરાવી છે. બીજી તરફ સરકારે પણ ખરીદી માટે કેન્દ્રો નક્કી કર્યાં છે. કૃષિ અને ખેડૂત કલ્‍યાણ મંત્રી  રાઘવજીભાઈ પટેલના […]

રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં કુદરતી આફતથી થયેલા નુકશાન માટે 59.81 ખેડુતોને સહાય કરી: કૃષિમંત્રી

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે ખેતીપાકને સારૂએવું નુકશાન થયું છે. જેમાં બનાસકાંઠા, જામનગર જિલ્લા સહિત રાજ્યમાં જે જે જિલ્લામાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેના સરવેની કામગીરી ચાલુ છે. સતત વરસાદ ચાલુ હોવાના કારણે તથા ખેડૂતોનાં ખેતરોમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલાં છે તેવા વિસ્તારોના સરવે બાકી છે. જે પૂર્ણ થયેથી ખેડૂતોના પાકને […]

રાજ્ય સરકારે જુની પેન્શન યોજનાની મૂળ માગ ન સ્વીકારતા કર્મચારીઓમાં અસંતોષ

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ સરકારી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન શરૂ કરતા સરકારે કર્મચારીઓના પ્રશ્ને સમાધાન માટે પાંચ મંત્રીઓની કમિટી બનાવી હતી. અને કર્મચારી મંડળો સાથે ચર્ચા બાદ સરકારે શુક્રવારે સાતમા પગાર પંચના બાકી હપતા તેમજ 1લી એપ્રિલ 2005 પહેલા ભરતી થયેલા કર્માચારીઓના GPF અને જૂની પેન્શન યોજનામાં સમાવાનો નિર્ણય કર્યો […]

સ્વાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ અનામત નક્કી કરવા માટે રાજ્ય સરકારે OBC પંચની રચના કરી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામતને બાકાત રાખવામાં આવે તેવી શકયતાને પગલે રાજકીય ગરમાવો આવ્યો હતો. તેમજ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યાં હતા. દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામત નક્કી કરવા માટે રાજ્ય સરકારે ઓબીસી પંચની રચના કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રચના કરવામાં આવેલા પંચની […]

રાજ્ય સરકારોને ઈંઘણ ઉપરના ટેક્સમાં ઘટાડો કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી અપીલ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં વધારો થતા ચિંતિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંઘણની કિંમતોને લઈને પણ તમામ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરીને વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે વેટમાં ઘટાડો કરીને વાહન ચાલકોને રાહત આપવા અપીલ કરી હતી. દેશમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-કિંમતની કિંમતમાં થઈ રહેલા […]

ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ રાજ્યના ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે રૂ.500 કરોડના રિવોલ્વીંગ ફંડ ઉપરાંત વધુ રૂ.135 કરોડનો ઉમેરો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારની નીતિ અનુસાર રાજ્યના સમયસર ધિરાણ પરત ભરપાઇ કરતાં ખેડૂતોને રૂ. 3 લાખ સુધીનું પાક […]

રાજ્ય સરકાર ખેડુતો પાસેથી ટેકાના ભાવે 2 લાખ ટન ઘઉં ખરીદશે

રાજકોટઃ રાજ્યમાં ગત ચોમાસામાં પડેલા સારા વરસાદને કારણે શિયાળામાં રવિપાકનું બમ્પર વાવેતર થયું હતું. જેમાં ઘઉંનું પણ વાવેતર સારા પ્રમાણમાં થયું હતું. એટલે આ વર્ષે ઘઉંનું ઉત્પાદન રેકર્ડબ્રેક કરશે. ત્યારે ખેડુતોને ઘઉંના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારે ટેકાના ભાવે બે લાખ ઘઉં ખરીદવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં જ રાજ્ય […]

ગુજરાતીઓના કલ્યાણ અને સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર નિરંતર પ્રયાસરત : રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રના 73મા ગણતંત્ર દિવસે રાજ્યના તમામ નાગરિકોને હાર્દિક શુભકામના પાઠવતા કહ્યું કે, ગુજરાત સરકાર ગુજરાતીઓના કલ્યાણ અને સ્વાસ્થ્ય માટે નિરંતર પ્રયાસરત છે. રાજ્યપાલએ પ્રજાજોગ સંદેશ આપતા જણાવ્યું છે કે, કોરોના જેવા સંકટ-સમયમાં પણ ગુજરાત અડગ રહ્યું અને વિકાસની ગતિને અવિરત રાખી, એ આપણા સૌ માટે ગર્વની બાબત છે. રાજ્યપાલએ કહ્યું […]

રાજ્ય સરકારના કર્મચારીઓને મકાન ખરીદવા 25 લાખ એડવાન્સ અને મરામત માટે 10 લાખ અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં દિનપ્રતિદિન મોંઘવારી વધતી જાય છે. સાથે મકાનોના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. આથી સરકારી કર્મચારીઓ દ્વારા મકાન માટે સરકાર તરફથી મળતી પેશગીની રકમમાં વધારો કરવાની રજુઆત કરવામાં આવી હતી. આથી રાજ્યના સરકારી કર્મચારીઓને નવું મકાન ખરીદવા માટે રાજ્ય સરકાર તરફથી અપાતી પેશગીની રકમ 15 લાખથી વધારીને 25 લાખ કરાઈ છે. સાતમા પગારપંચને ધ્યાને […]

રાજ્યના CMના જૂના પ્લેનને લોકો માટે એર એમ્બ્યુલન્સમાં ફેરવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં એર એમ્બ્યુલન્સ શરૂ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. આ માટે રાજ્ય સરકારે કેન્દ્રને દરખાસ્ત કરી છે.  મુખ્યમંત્રીના જૂના પ્લેનને એર એમ્બ્યુલન્સમાં ફેરવાશે. 108 દ્વારા મળતા કોલમાં કલાકનું ભાડું 50 હજાર, હોસ્પિટલો માટે 55 હજાર અને ખાનગી વ્યક્તિના કોલમાં એર એમ્બ્યુલન્સનું કલાકનું ભાડું 60 હજાર લેવાશે. તેમ રાજ્યના નાગરિક ઉડ્ડયનમંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code