1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં કુદરતી આફતથી થયેલા નુકશાન માટે 59.81 ખેડુતોને સહાય કરી: કૃષિમંત્રી
રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં કુદરતી આફતથી થયેલા નુકશાન માટે 59.81 ખેડુતોને સહાય કરી: કૃષિમંત્રી

રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં કુદરતી આફતથી થયેલા નુકશાન માટે 59.81 ખેડુતોને સહાય કરી: કૃષિમંત્રી

0

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે ખેતીપાકને સારૂએવું નુકશાન થયું છે. જેમાં બનાસકાંઠા, જામનગર જિલ્લા સહિત રાજ્યમાં જે જે જિલ્લામાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેના સરવેની કામગીરી ચાલુ છે. સતત વરસાદ ચાલુ હોવાના કારણે તથા ખેડૂતોનાં ખેતરોમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલાં છે તેવા વિસ્તારોના સરવે બાકી છે. જે પૂર્ણ થયેથી ખેડૂતોના પાકને થયેલ નુકસાની સંદર્ભે સહાયપાત્ર ખેડૂતોને સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવશે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ખેડૂતોને જુદી જુદી કુદરતી આફતો સામે ખેતીના પાકોને થયેલ નુકસાન સામે ૫૯.૮૧ લાખ ખેડૂતોને રૂ. ૬૬૨૪.૨૬ કરોડની સહાય ચૂકવવામાં આવી છે તેમ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાએ બનાસકાંઠા અને જામનગર જિલ્લામાં અતિભારે વરસાદના કારણે ખેતીના પાકને થયેલા નુકસાન સામે સહાય બાબતે ટૂંકી મુદતનો પ્રશ્ન પૂછ્યો  હતો.” જેનો  પ્રત્યુત્તર આપતા વિધાનસભા ગૃહમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું  કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકાર ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારે આ વર્ષે ત્રણ હજાર કરોડ રૂપિયાના મૂલ્યની જણસીઓની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરી છે.  ખેડૂતોને સિંચાઈની પૂરતી સગવડ મળી રહી છે. અતિવૃષ્ટિ, વાવાઝોડા, પૂર જેવા સમયે ખેડૂતોને નુકસાન સામે વળતર પણ રાજ્ય સરકાર દ્વારા સમયસર પૂરું પાડવામાં આવે છે.રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ખેડૂતોને જુદી જુદી કુદરતી આફતો સામે ખેતીના પાકોને થયેલ નુકસાન સામે ૫૯.૮૧ લાખ ખેડૂતોને રૂ. ૬૬૨૪.૨૬ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

બનાસકાંઠા, જામનગર જિલ્લા સહિત રાજ્યમાં જે જે જિલ્લામાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેના સરવેની કામગીરી ચાલુ છે. સતત વરસાદ ચાલુ હોવાના કારણે તથા ખેડૂતોનાં ખેતરોમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલાં છે તેવા વિસ્તારોના સરવે બાકી છે. જે પૂર્ણ થયેથી ખેડૂતોના પાકને થયેલ નુકસાની સંદર્ભે સહાયપાત્ર ખેડૂતોને સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.