1. Home
  2. Tag "State Government"

ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ રાજ્યના ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે રૂ.500 કરોડના રિવોલ્વીંગ ફંડ ઉપરાંત વધુ રૂ.135 કરોડનો ઉમેરો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારની નીતિ અનુસાર રાજ્યના સમયસર ધિરાણ પરત ભરપાઇ કરતાં ખેડૂતોને રૂ. 3 લાખ સુધીનું પાક […]

રાજ્ય સરકાર ખેડુતો પાસેથી ટેકાના ભાવે 2 લાખ ટન ઘઉં ખરીદશે

રાજકોટઃ રાજ્યમાં ગત ચોમાસામાં પડેલા સારા વરસાદને કારણે શિયાળામાં રવિપાકનું બમ્પર વાવેતર થયું હતું. જેમાં ઘઉંનું પણ વાવેતર સારા પ્રમાણમાં થયું હતું. એટલે આ વર્ષે ઘઉંનું ઉત્પાદન રેકર્ડબ્રેક કરશે. ત્યારે ખેડુતોને ઘઉંના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારે ટેકાના ભાવે બે લાખ ઘઉં ખરીદવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં જ રાજ્ય […]

ગુજરાતીઓના કલ્યાણ અને સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર નિરંતર પ્રયાસરત : રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રના 73મા ગણતંત્ર દિવસે રાજ્યના તમામ નાગરિકોને હાર્દિક શુભકામના પાઠવતા કહ્યું કે, ગુજરાત સરકાર ગુજરાતીઓના કલ્યાણ અને સ્વાસ્થ્ય માટે નિરંતર પ્રયાસરત છે. રાજ્યપાલએ પ્રજાજોગ સંદેશ આપતા જણાવ્યું છે કે, કોરોના જેવા સંકટ-સમયમાં પણ ગુજરાત અડગ રહ્યું અને વિકાસની ગતિને અવિરત રાખી, એ આપણા સૌ માટે ગર્વની બાબત છે. રાજ્યપાલએ કહ્યું […]

રાજ્ય સરકારના કર્મચારીઓને મકાન ખરીદવા 25 લાખ એડવાન્સ અને મરામત માટે 10 લાખ અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં દિનપ્રતિદિન મોંઘવારી વધતી જાય છે. સાથે મકાનોના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. આથી સરકારી કર્મચારીઓ દ્વારા મકાન માટે સરકાર તરફથી મળતી પેશગીની રકમમાં વધારો કરવાની રજુઆત કરવામાં આવી હતી. આથી રાજ્યના સરકારી કર્મચારીઓને નવું મકાન ખરીદવા માટે રાજ્ય સરકાર તરફથી અપાતી પેશગીની રકમ 15 લાખથી વધારીને 25 લાખ કરાઈ છે. સાતમા પગારપંચને ધ્યાને […]

રાજ્યના CMના જૂના પ્લેનને લોકો માટે એર એમ્બ્યુલન્સમાં ફેરવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં એર એમ્બ્યુલન્સ શરૂ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. આ માટે રાજ્ય સરકારે કેન્દ્રને દરખાસ્ત કરી છે.  મુખ્યમંત્રીના જૂના પ્લેનને એર એમ્બ્યુલન્સમાં ફેરવાશે. 108 દ્વારા મળતા કોલમાં કલાકનું ભાડું 50 હજાર, હોસ્પિટલો માટે 55 હજાર અને ખાનગી વ્યક્તિના કોલમાં એર એમ્બ્યુલન્સનું કલાકનું ભાડું 60 હજાર લેવાશે. તેમ રાજ્યના નાગરિક ઉડ્ડયનમંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું. […]

પેટ્રોલ-ડીઝલઃ કેન્દ્ર સરકાર બાદ વિવિધ રાજ્ય સરકારે પણ કિંમતમાં ઘટાડો કરી પ્રજાને આપી ભેટ

દિલ્હીઃ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકારોને પણ વેરામાં ઘટાડો કરવા તાકીદ કરી હતી. જેના પગલે કેટલાક રાજ્યો દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની દિશામાં કવાયત શરૂ કરી છે. દરમિયાન કર્ણાટક, ગોવા અને ઉત્તરપ્રદેશ સહિતની વિવિધ સરકારે પણ ભાવમાં ઘટાડો થયો છે. ઉત્તરપ્રદેશ […]

રાજ્ય સરકારમાં ચાર વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરતા કર્મચારીઓની બદલીઓ કરશે

ગાંધીનગરઃ રાજ્યમાં વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓની બદલીઓ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. આથી સચિવાલયના વિવિધ વિભાગો અને તેમના હસ્તકની કચેરીઓમાં ચાર વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે અને એક જ હોદ્દા પર ફરજ બજાવતા વર્ગ-1 અને 2ના અધિકારીઓની તાત્કાલિક બદલી કરવા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા દરેક વિભાગના સચિવો અને ખાતાના […]

કર્ણાટકમાં ધર્મપરિવર્તન અટકાવવા સરકારનો મહત્વનો નિર્ણયઃ વિવિધ ચર્ચનો કરાશે સર્વે

ધર્મ પરિવર્તનની ઘટના મુદ્દે સરકાર એલર્ટ 1790થી વધારે ચર્ચની તપાસ કરાશે દિલ્હીઃ કર્ણાટકમાં પછાત જાતિઓ અને અલ્પસંખ્યક કલ્યાણની બંધારણીય સમિતિએ રાજ્યના મિશનરી ચર્ચોનો સર્વે કરાવવા આદેશ કર્યો હતો. ગેરકાયદે ધર્મ પરિવર્તનની પ્રવૃતિઓને અટકાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટક રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ધર્મ પરિવર્તનની ઘટનાઓ બને છે. […]

જુલાઈ મહિનામાં સ્કૂલ-કોલેજો ફરીથી શરૂ કરવાની વિચારણા, મોદી સરકારે વિવિધ રાજ્ય સરકારો પાસેથી લેશે અભિપ્રાય

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે જનજીવન ધબકતું થયું છે. દરમિયાન આગામી જુલાઈ મહિનાથી સ્કૂલો ફરીથી શરૂ કરવાનું સરકાર વિચારી રહી છે. ગુજરાતની ભાજપ સરકાર આ અંગે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા વિચારણા બાદ અંતિમ નિર્ણય લેશે. હાલ તમામ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો સહિતના કર્મચારીઓને કોરોનાની રસી આપવાની કામગીરી ઉપર ધ્યાન આપવામાં આવી […]

રાજ્ય સરકાર દ્વારા સ્વનિર્ભર શાળાઓમાં ફી ઘટાડવા માટે કરાતી વિચારણા

અમદાવાદ: ગત વર્ષે શાળાની ફીમાં 25 ટકાનો ઘટાડો કર્યા બાદ રાજ્ય સરકાર આ વર્ષે પણ શાળા ફીમાં થોડો ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે.  સરકાર આ વર્ષે પણ વિદ્યાર્થીઓના વાલીઓને રાહત આપવાના હેતુસર શાળાઓની ફી ઘટાડવાનો વિચાર કરી રહી છે. આ ઘટાડો કોવિડ પહેલા શાળાની જે ફી હતી તેના પર 10 ટકા થી 15 ટકાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code