1. Home
  2. ગુજરાતી
  3. કર્ણાટકમાં ધર્મપરિવર્તન અટકાવવા સરકારનો મહત્વનો નિર્ણયઃ વિવિધ ચર્ચનો કરાશે સર્વે
કર્ણાટકમાં ધર્મપરિવર્તન અટકાવવા સરકારનો મહત્વનો નિર્ણયઃ વિવિધ ચર્ચનો કરાશે સર્વે

કર્ણાટકમાં ધર્મપરિવર્તન અટકાવવા સરકારનો મહત્વનો નિર્ણયઃ વિવિધ ચર્ચનો કરાશે સર્વે

0
  • ધર્મ પરિવર્તનની ઘટના મુદ્દે સરકાર એલર્ટ
  • 1790થી વધારે ચર્ચની તપાસ કરાશે

દિલ્હીઃ કર્ણાટકમાં પછાત જાતિઓ અને અલ્પસંખ્યક કલ્યાણની બંધારણીય સમિતિએ રાજ્યના મિશનરી ચર્ચોનો સર્વે કરાવવા આદેશ કર્યો હતો. ગેરકાયદે ધર્મ પરિવર્તનની પ્રવૃતિઓને અટકાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટક રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ધર્મ પરિવર્તનની ઘટનાઓ બને છે. જેના પગલે રાજ્યની ભાજપ સરકાર સફાળી જાગી છે. તેમજ આવી જ ઘટનાઓ અટકાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સરકાર કેટલાય વિભાગ અને જિલ્લાઓના કમિશનર દ્વારા આ સર્વે કરાવશે. ભાજપના વિધાનસભ્ય શેખરની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં એ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં જબરદસ્તી ધર્માંતરણ અટકાવવા માટે આ પગલું જરૂરી છે.

તેમણે કહ્યું હતું કે પછાત જાતિઓના પ્રતિનિધિઓ અને અલ્પસંખ્યક વિભાગ, ગૃહ, રેવન્યુ અને કાયદા વિભાગે પણ કહ્યું છે કે રાજ્યમાં આશરે 1790 ચર્ચ છે. આ ચર્ચોમાં કેટલામાં ગેરકાયદે તરીકે ચલાવવામાં આવી રહ્યા છે. ગૃહ મંત્રાલયના મુજબ જબરદસ્તીથી ધર્માંતરણના 36 કેસ રિપોર્ટ થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઉત્તરભારતમાં હિન્દુ મુસબધિર વિદ્યાર્થીઓને નિશાન બનાવીને બ્રેન વોશ કરીને ધર્મ પરિવર્તન કરાવવાની ઘટના સામે આવી હતી. જેથી સમગ્ર દેશની પોલીસ અને સરકાર સતર્ક બની ગઈ છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં લવજેહાદની ઘટનાઓ અટકાવવા માટે કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. ભાજપ શાસિત કેટલાક રાજ્યોમાં લવજેહાદનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code