1. Home
  2. Tag "statue of unity"

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુપ્રીમ અને હાઈકોર્ટના ન્યાયધિશોની બે દિવસીય કોન્ફરન્સ યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં સૌ પ્રથમવાર સુપ્રીમ કોર્ટ સહિત રાજ્યની અલગ અલગ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશોની બે દિવસીય કોન્ફરન્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન. વી રમણાંની અધ્યક્ષતામાં યોજાનારી આ કોન્ફરન્સમાં ન્યાયપાલિકા ને લગતા અલગ-અલગ વિષયો લઈને ચર્ચા વિમર્શ કરવામાં આવશે. ગુજરાત સરકાર અને ગુજરાત હાઇકોર્ટના સંયુક્ત […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કમાં વિદેશથી લવાયેલા 49 પ્રાણીઓ મોતને ભેટ્યા

અમદાવાદ: વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ મુલાકાતે આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ પ્રવાસીઓને આકર્ષવા માટે ફરવાલાયક સ્થળો ઊભા કરવામાં આવ્યા છે. જેમાં જંગલ સફારી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. જંગલ સફારીમાં વિદેશથી અનેક પક્ષીઓ અને પ્રાણીઓને લાવવામાં આવ્યા છે. પરંતુ વિદેશથી લાવવામાં આવેલા ઘણાબધા પ્રણીઓને વાતાવરણ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેસુડાના વૃક્ષો પર ફુલોથી ચાદર છવાતાં પ્રવાસીઓ માટે બન્યું આકર્ષકનું કેન્દ્ર

વડોદરા: ફાગણમાં કેસુડાના ફૂલનું ખુબ મહત્વ હોય છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં કેસુડાના વૃક્ષો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. વસંત ઋતુ શરૂ થતા જ કેસુડાના ફૂલની ચાદર છવાઈ ગઈ છે.  સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતાનગરમાં કેસુડા ટૂર માટે ત્રણ  રૂટ તૈયાર કરાયા છે. પ્રવાસીઓ કેસુડાના ફૂલની સાથે ટ્રેકિંગ કરી શકે તેવી વ્યવસ્થા હાલ ગોઠવવામાં આવી છે. […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતાનગર રેલવે સ્ટેશન પર ઈલે.વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવાશે

રાજપીપળાઃ કેવડીયામાં દુનિયાની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે ગ્રીન કોરીડોરથી જ લોકો પહોંચી શકશે. ક્ષેત્રને પ્રદુષણથી બચાવવા માટે રેલવેનાં એકતાનગર સ્ટેશને 51 ઈલેકટ્રીક ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવશે. અહી ઈલેકટ્રીક વાહન ચાર્જ કરીને કેવડીયા સુધી જઈ શકાશે. સૂત્રોના જણાવ્યા મુજબ કેવડિયા રેવલે સ્ટેશનનું નવુ નામ એકતાનગર પવામાં આવ્યું છે. એકતાનગર […]

અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સી-પ્લેન સેવા જુનથી પુનઃ શરૂ કરાશે

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સી-પ્લેન સેવા શરૂ કરાયા બાદ મરામતના બહાને બંધ કરી દેવામાં આવી હતી.  સી-પ્લેન છેલ્લા 15 મહિનાથી બંધ છે, હવે આગામી જૂન મહિનામાં સી-પ્લેનની સેવા શરૂ કરવાનું આયોજન હોવાનું રાજયના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, સી-પ્લેન સેવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ […]

કોરોનાએ ફુંફાડો માર્યો છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હૈયેહૈયું દળાય એવી ભીડ

કેવડિયા : રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.ત્યારે બીજીબાજુ નાતાલના વેકેશનને વિવિધ પર્યટક સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા, ગીર સોમનાથ સહિતના દરિયા કિનારાના સ્થળોએ પર્યટકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ક્રિસમસના દિવસે આશરે 30 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. તેમજ શનિ-રવિના મિનિ વેકેશન અને 31 ડિસેમ્બર […]

ગુજરાતની યુનિવર્સિટીઓને વૈશ્વિક કક્ષાની બનાવવા ચાર વર્ષનો રોડ મેપ તૈયાર કરાશે: શિક્ષણમંત્રી

અમદાવાદઃ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે મંથન કરવા  સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડિયા ખાતે બે દિવસની સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું.   રાજ્યના કુલપતિઓની બે દિવસીય સંગોષ્ઠિને સંબોધન કરતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની યુનિવર્સિટીઓ ગ્લોબલ રેન્કિગ હાંસલ કરે તે માટે આગામી ચાર વર્ષ માટેનો રોડ મેપ તૈયાર કરાશે. શિક્ષણની સાથે છાત્રોમાં […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓથી ઊભરાયું, ચાર દિવસમાં 1.50 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી

વડોદરાઃ રાજ્યના પ્રવાસીઓ માટે ફેવરિટ સ્થળ બનેલા કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને નિહાળવા દિવાળીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ગુજરાતીઓ રજાના દિવસોમાં ફરવાના શોખીન હોવાથી બીજા રાજ્યોમાં જવાને બદલે પોતાના જ વતનમાં પ્રવાસની મજા માણી રહ્યા છે. દિવાળી વેકેશનને લઈને કેવડિયામાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. છેલ્લા 4 દિવસમાં દોઢ લાખ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમિત શાહની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિનની શાનદાર ઊજવણી કરાઈ

અમદાવાદઃ અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જ્યંતિએ રાજ્યમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સાનિધ્યમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસ ની શાનદાર ઊજવણી કરાઇ હતી.. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહએ  ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બુકિંગ ફુલ થઈ જતાં ઓનલાઈન સ્લોટ વધારી દેવાયો

કેવડિયાઃ  સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા દેશ અને દુનિયામાંથી અનેક લોકો આવી રહ્યા છે. કેવડિયાની નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અનેક આકર્ષણો ઊભા કરાયા છે. એટલે ફરવા માટેનું જાણીતું ડેસ્ટીનેશન બની ગયુ છે. હાલ દિવાળીના તહેવારોને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બુકિંગ અત્યારથી જ હાઉસફુલ થઈ ગયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓનલાઇન ટિકિટ પણ હાઉસફુલ થઇ જતા તમામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code