1. Home
  2. Tag "STD-12"

ગુજરાતઃ ધો. 12ની શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠી, સરકારની સુચનાઓનું કરાયું પાલન

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા આજથી ધો.12 અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થયો હતો. મહિનાઓ પછી રાજ્યભરની ધો.12ની સ્કૂલોમાં વિદ્યાર્થીઓથી ધમધમતી જોવા મળી હતી. માસ્ક નહીં તો ટાસ્ક નહીં’ના નિયમ અને સરકારે જાહેર કરેલી કોવિડ ગાઈડલાઈનના ચૂસ્ત પાલન સાથે રાજ્યભરની ગ્રાન્ટેડ અને બિનગ્રાન્ટેડ શાળાઓમાં આજે પ્રથમ દિવસે 50થી 70 ટકા વિધાર્થીઓની હાજરી રહી […]

અમદાવાદના 140 સેન્ટર પર ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં ધોરણ-12 તેમજ કોલેજોમાં ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થઈ ગયો છે. સાથે જ ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની આજથી પરીક્ષા શરૂ થઈ છે.સવારે 10 વાગ્યાથી ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ હતી. અમદાવાદના 140 સેન્ટર પર આજથી પરીક્ષા લેવામાં આવી હતી. અમદાવાદ શહેરના 140 સેન્ટરો પર શાંતિપૂર્ણ રીતે પરીક્ષાનો પ્રારંભ […]

ગુજરાતઃ આવતીકાલથી શાળાઓમાં ધો. 12ના ઓફલાઈન વર્ગો શરૂ થશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા હવે નિયંત્રણો ખૂબજ હળવા કરી દેવામાં આવ્યા છે. ત્યારે વર્ષ 2021-22ના નવા શૈક્ષણિક વર્ષમાં 15 જુલાઈથી ધોરણ 12 માટે સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાની શિક્ષણમંત્રીએ 5 જુલાઈએ જાહેરાત કરી હતી. ત્યારબાદ 9 જુલાઈએ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ શિક્ષણ વિભાગે પરિપત્ર જારી […]

ગુજરાતમાં ધો-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની કોંગ્રેસે કરી રજૂઆત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કાળમાં ધોરણ-10 અને ૧રના રીપીટર વિદ્યાર્થીઓને પણ અન્‍ય વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશન આપવા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ ક્ષેત્રને અસર થઈ હોય તો તે શિક્ષણ વ્‍યવસ્‍થા છે. કોરોનાના […]

સરકારે ધો. 12ની પરીક્ષા નહીં લેવોનો મોડો નિર્ણય કરીને વિદ્યાર્થીઓને તનાવમાં રાખ્યાઃ કોંગ્રેસ

અમદાવાદઃ ધોરણ-12 ની પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સૌથી વધુ કોઈ ક્ષેત્ર પ્રભાવિત થયું હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના ભારણના કારણે લાંબા સમયથી માનસિક તાણ અનુભવી રહ્યાં હતાં. રાજ્ય સરકાર […]

CBSE બાદ ગુજરાત બોર્ડે પણ ધોરણ 12ની પરીક્ષા રદ કરીઃ વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે અવઢવ ભરી સ્થિતિ

ગાંધીનગરઃ કોરોનાએ સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને કરી છે. ગુજરાત સરકારે ધોરણ 12ની પરીક્ષાનું સમયપત્રક પણ જાહેર કરી દીધુ હતું. અને તા. 1લી જુલાઈથી પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી હતી.પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું હતુ. કેમ […]

ગુજરાતમાં ધો-12ની પરીક્ષા પૂર્વે પરીક્ષાર્થીઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવાની માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ સતત ઘટતા તંત્રએ હવે રાહતનો શ્વાસ લીધો છે. દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા ધો-12ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું તા. 1 જુલાઈના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પરીક્ષા દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. બીજી તરફ શાલા સંચાલકો દ્વારા ધો-12 પરીક્ષાર્થીઓને પરીક્ષા પહેલા કોરોનાની રસીનો પહેલો ડોઝ આપવાની માંગણી […]

ગુજરાતમાં ધો-12ની બોર્ડની પરીક્ષા 1લી જુલાઈથી યોજાશે, કોવિડ ગાઈડલાઈનનું કરાશે પાલન

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તા. 1 જુલાઈથી યોજવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે દ ચર્ચા-વિચારણા બાદ આ નિર્ણય […]

ગુજરાતમાં ધો-12ની બોર્ડની પરીક્ષા જૂન મહિનામાં યોજાય તેવી શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે મે મહિના આયોજીત ધો-10 અને 12ની બોર્ડની પરિક્ષા મલત્વી રાખવામાં આવી હતી. ત્યાર બાદ ધો-1થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, ધો-12ની પરીક્ષા અંગે હજુ કોઈ ચોક્ક્સ નિર્ણય લેવાયો નથી. જો કે, સરકાર દ્વારા ધો-12ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા અંગે વિચારણા શરૂ કરવામાં […]

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ધો. 10 અને 12ની પરીક્ષા જુનમાં લેવા વાલી મંડળની માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઓલ ગુજરાત વાલી મંડળે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનાને બદલે જૂનમાં લેવાની માગ સાથે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. ઉપરાંત ધોરણ 1થી8ના વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓને પાસ કરી દેવા તેમજ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની મુખ્ય ત્રણ વિષયની પરીક્ષા ઓનલાઈન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code