1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતઃ ધો. 12ની શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠી, સરકારની સુચનાઓનું કરાયું પાલન
ગુજરાતઃ ધો. 12ની શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠી, સરકારની સુચનાઓનું કરાયું પાલન

ગુજરાતઃ ધો. 12ની શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠી, સરકારની સુચનાઓનું કરાયું પાલન

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા આજથી ધો.12 અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થયો હતો. મહિનાઓ પછી રાજ્યભરની ધો.12ની સ્કૂલોમાં વિદ્યાર્થીઓથી ધમધમતી જોવા મળી હતી. માસ્ક નહીં તો ટાસ્ક નહીં’ના નિયમ અને સરકારે જાહેર કરેલી કોવિડ ગાઈડલાઈનના ચૂસ્ત પાલન સાથે રાજ્યભરની ગ્રાન્ટેડ અને બિનગ્રાન્ટેડ શાળાઓમાં આજે પ્રથમ દિવસે 50થી 70 ટકા વિધાર્થીઓની હાજરી રહી હતી.

લાંબા સમય બાદ શાળાઓએ વિધાર્થીઓ આવી પહોંચતા મિત્રો અને ટીચરને મળીને આનંદિત થયા હતા. નિયમ અનુસાર 50 ટકા વિધાર્થીઓને વર્ગમાં બેસાડવાની મંજૂરી સાથે સ્કૂલ શરૂ થઈ હોવાથી કલાસમાં ક્ષમતા કરતા અડધા વિધાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા.

રાજ્યમાં કોરોનાના સંક્રમણને લીધે સ્કૂલો ઘણા વખતથી બંધ હતી અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું. હવે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે ધો.12 અને કોલેજોને કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે ખોલવાની મંજુરી આપવામાં આવી હતી. અનલોક થઈ છે તે પૂર્વે તમામ સંચાલકોએ કલાસરૂમ અને શાળાઓને સેનેટાઈઝ કરાવી હતી. આજે પ્રથમ દિવસે વિધાર્થીઓનું ઉમળકાભેર સંચાલકો અને શિક્ષકોએ સ્વાગત કર્યું હતું. અલગ–અલગ સમય મુજબ શીફટમાં વિધાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા.

નિયમ અનુસાર વિધાર્થીઓ તેમના મિત્રો સાથે હાથ મિલાવી શકશે નહીં અને એકસાથે ભેગા થવા પર પ્રતિબધં છે. આ ઉપરાંત રિસેસ માટે નાસ્તો અને પાણી ઘરેથી જ લાવવાના રહેશે. સામાજિક અંતર સાથે નાસ્તો કરવાનો રહેશે. વાલીઓના સહમતીપત્રક સાથે આજથી શાળાઓ શરૂ થતા વિધાર્થીઓની ચીચીયારીથી બધં પડેલા કલાસરૂમ ફરી ગુંજી ઉઠયા છે. શાળાઓમાં પ્રાર્થના, રમત–ગમત સહિતની એકિટવિટી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શાળાઓની પણ કેન્ટિન બંધ રાખવાની સુચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓએ નાસ્તો ઘરનો જ કરવાનો રહેશે વિદ્યાર્થીઓ પોતાના સહાધ્યાયીઓ સાથે હાથ મિલાવી શકશે નહીં, ડીઈઓ દ્વારા ચેકિંગ માટે ટીમ તૈનાત કરવામાં આવી છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે, અત્યાર સુધી વિધાર્થીઓ ઓફલાઈન અભ્યાસ કરતા હતા એટલે સૌથી મોટો ટાસ્ક ટીચરો માટે છે. ઘરે બેસીને અભ્યાસ કર્યા બાદ હવે શાળાઓએ આવવા માટે વિધાર્થીઓ ઉત્સાહિત છે પરંતુ એક સાથે લાંબો સમય શાળામાં બેસી શકે અને ઓફલાઇન માહોલમાં સેટ કરવા માટે તેમની દરેક શાળાના સંચાલકોએ વિધાર્થીઓનું કાઉન્સેલિંગ કરાવવું પડશે. શાળા સંચાલક મંડળના જતીનભાઈ ભરાડે જણાવ્યું હતું કે સરકાર દ્વારાઅપાયેલી ગાઇડ લાઇનને અનુસરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code