1. Home
  2. Tag "strike"

રાજ્યના તલાટી કમ મંત્રીઓ 2જી ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ પર જશે,

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓ પોતાના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સરકારનું નાક દબાવી રહ્યા છે. હવે તલાટી-મંત્રીઓ પણ સરકાર સામે બાંયો ચઢાવી રહ્યા છે. જિલ્લા પંચાયત સેવાની 14 કેડરોના 19 જેટલા પ્રશ્નો વણ ઉકેલ્યા રહ્યા છે. આથી તલાટી કમ મંત્રી કર્મચારીઓની ધીરજ ખુટી પડતા તારીખ 2જી, ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યું છે. […]

ગુજરાતમાં ખાનગી ડોક્ટરોની હડતાળ:ઓપીડી,ઈમરજન્સી સહિતની સેવાઓ રહેશે બંધ

રાજકોટ:ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા રાજ્યભરની ખાનગી હોસ્પિટલો, લેબોરેટરી દ્વારા આજે સવારે 7  થી શનિવારે સવારે 7 સુધી હડતાળ પાડવામાં આવશે.રાજ્યભરના ૩૦ હજારથી વધુ તબીબો આ હડતાળમાં જોડાશે.આ હડતાળનું એલાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આપવામાં આવ્યું છે આઇસીયુ ફરજીયાત ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાની નોટિસના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન […]

વિદેશથી ભણીને આવેલા અને ઈન્ટર્નશીપ કરતા તબીબોની 13માં દિવસે હડતાળનો આવ્યો અંત

અમદાવાદઃ  વિદેશથી MBBS કરીને આવેલા અને રાજ્યની મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરી રહેલા ડોક્ટરોની હડતાળ આખરે સમેટાઇ ગઇ હતી. શહેરની બી.જે. મેડિકલ કોલેજ ખાતે સતત તેર દિવસ સુધી ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા હડતાળ કરવામાં આવી હતી. જો કે ડોક્ટર્સ દ્વારા કોઈપણ માગ પૂર્ણ થયા વિના જ ઇન્ટર્ન ડોક્ટરો કામ પર પરત ફર્યા હતા. આખરે આરોગ્ય વિભાગના ACS […]

અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ, સરકારનું ફરમાન છતાં તબીબો હોસ્ટેલ ખાલી કરતાં નથી

અમદાવાદ :  શહેરના અસારવા વિસ્તારમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળનો બુધવારે આઠમો દિવસ હતો. ત્યારે બી.જે. મેડિકલ કોલેજના ડીન તરફથી હડતાળિયા રેસિડેન્ટ ડોક્ટર તેમજ ઇન્ટર્ન ડોક્ટરોને 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવા ફાઈનલ નોટિસ આપી દેવાઈ હતી. જોકે, બુધવાર સાંજ સુધીમાં  એક પણ રેસિડન્ટ તબીબોએ હોસ્ટેલ ખાલી કરી નથી. બીજી તરફ 50 ટકા મહિલા […]

ગુજરાતના ST નિગમના કર્મચારીના પ્રશ્નો નહીં ઉકેલાય તો 16મી જૂનથી હડતાળની ચીમકી

અમદાવાદઃ ગુજરાતમાં એસટી નિગમના કર્મચારીઓએ પણ સરકાર સામે બાંયો ચડાવી છે. કર્મચારીઓના યુનિયનો દ્વારા પડતર પ્રશ્નો  ઉકેલવાની સરકાર સમક્ષ અગાઉ અનેક વખત રજુઆતો પણ કરવામાં આવી હતી છતાં પણ પ્રશ્નો ન ઉકેલાતા એસટીના કર્મચારીઓએ 16મી જુનથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે. એટલે કે સરકાર માગણી નહીં સ્વીકારે તો 16મીથી એસટી બસના પૈડા […]

ક્વોરી ઉદ્યોગના પ્રશ્ને સરકારે હકારાત્મક વલણ દાખવતા 17 દિવસ બાદ હડતાળનો અંત

અમદાવાદઃ રાજ્યમાં ક્વોરી ઉદ્યોગના સંચાલકો પોતાની વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ગત તા. 1લી મેથી હડતાળ પર જતાં રાજ્યભરમાં બાંધકામ માટે કપચીના ખેંચ ઊભી થઈ હતી.1 મેથી રાજ્યની ત્રણ હજાર ક્વોરીઓ પોતાના 17 યક્ષ પ્રશ્નોને લઇ હડતાળ ઉપર હતા. અગાઉ બે વખત ગાંધીનગર ખાતે કોર કમિટી અને રાજ્ય સરકારના અધિકારીઓની બેઠકો નિષ્ફળ નીવડ્યા બાદ તા 17 […]

ખાનગીકરણના વિરોધમાં રેલવેના સ્ટેશન માસ્તરો 31મી મેએ હડતાળ પર ઉતરશે

ભાવનગર :  ઓલ ઈન્ડિયા સ્ટેશન માસ્તર એસોસિયેશન દ્વારા સ્ટેશન માસ્તરની સમસ્યાને લઈને તારીખ 31 મેનાં રોજ સમગ્ર ભારતભરનાં સ્ટેશન માસ્તરોએ એક દિવસની હડતાળની જાહેરાત કરી છે. આ દિવસે એક દિવસની સામૂહિક રજા લઈ વિરોધ વ્યકત કરાશે. આથી ગુજરાતના રેલવે સ્ટેશનો પર 31મી મે નારોજ સ્ટેશન માસ્તર જોવા નહીં મળે. તેના લીધે અવ્યવસ્થા પણ સર્જાઈ શકે […]

રાજ્યમાં ક્વોરી ઉત્પાદકોની હડતાળથી કપચીની ખેંચ પડતા બાંધકામ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો

અમદાવાદઃ ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગના સંચાલકો છેલ્લા 10 દિવસથી પોતાની વિવિધ અને પડતર માગણીઓના ઉકેલ માટે હડતાળ પર ઉતર્યા છે. તેથી કપચીનું ઉત્પાદન ઠપ થઈ ગયું છે. આમ કપચીની ખેચ ઊભી થતા બાંધકામ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. સરકારના ચાલતા કામોના કોન્ટ્રાક્ટરોએ પણ કપચીની ખેંચથી કામો અટકાવી દીધા છે. અમદાવાદ શહેરમાં રોડ- રસ્તાની કામગીરી પર પણ સીધી […]

ગુજરાતમાં ક્વોરી સંચાલકોની હડતાળથી 3000 ક્વોરીઓ બંધ, બાંધકામ ઉદ્યોગ પર અસર

અમદાવાદઃ રાજ્યમાં ક્વોરીના સંચાલકો સરકાર સમક્ષ 17 જેટલા પ્રશ્નોના ઉકેલ માટે હડતાળ પર ઉતરી જતાં બાંધકામ ઉદ્યોગને માલની અછત ઊબી થશે. તેમ લાગી રહ્યું છે. હાલ કોરી સંચાલકોની હતાળને લીધે 50 હજાર જેટલા ટ્રકોના પૈડાઓ પણ થંભી ગયા છે. કવોરી સંચાલકોની હડતાલને લઇ સરકારને પણ મોટું નુકશાન થઇ રહ્યું છે. કવોરી સંચાલકો પાસેથી આવતી લગભગ […]

ઈંઘણના ભાવ વધારાને લઈને રાજધાનીમાં આજથી ઓટો અને ટેક્સી ડ્રાઈવરો હડતાળ પર

ઈંઘણના ભઆવ વધારા સામે આજથી દિલ્હીમાં હડતાળ રિક્ષા.ટેક્સિ અને મીની બસના ડ્રાઈવરો આજથી હડતાળ પર દિલ્હીઃ દેશભરમાં પેટ્રોલ ડિઝલ સહીત ગેસની કિમંતોમાં ભારે વધારો નોંધાયો છે જ્યારે આ ભાવ વધારાના કારણે દિલ્હીમાં ઓટો, ટેક્સી અને મિનિબસ ડ્રાઈવરોના વિવિધ સંગઠનોએ નારાજદગી દર્શાવી છે. આજરોજ સોમવારથી ઈઘંણના ભઆવ વધારાને લઈને ઓટો ડ્રાઈવર ટેક્સી ડ્રાઈવરોએ હડતાળ પર જવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code