1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ક્વોરી ઉદ્યોગના પ્રશ્ને સરકારે હકારાત્મક વલણ દાખવતા 17 દિવસ બાદ હડતાળનો અંત
ક્વોરી ઉદ્યોગના પ્રશ્ને સરકારે હકારાત્મક વલણ દાખવતા 17 દિવસ બાદ હડતાળનો અંત

ક્વોરી ઉદ્યોગના પ્રશ્ને સરકારે હકારાત્મક વલણ દાખવતા 17 દિવસ બાદ હડતાળનો અંત

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં ક્વોરી ઉદ્યોગના સંચાલકો પોતાની વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ગત તા. 1લી મેથી હડતાળ પર જતાં રાજ્યભરમાં બાંધકામ માટે કપચીના ખેંચ ઊભી થઈ હતી.1 મેથી રાજ્યની ત્રણ હજાર ક્વોરીઓ પોતાના 17 યક્ષ પ્રશ્નોને લઇ હડતાળ ઉપર હતા. અગાઉ બે વખત ગાંધીનગર ખાતે કોર કમિટી અને રાજ્ય સરકારના અધિકારીઓની બેઠકો નિષ્ફળ નીવડ્યા બાદ તા 17 મેના રોજ ગાંધીનગર ખાતે અધિકારીઓ અને ગુજરાત બ્લેક સ્ટોન એસો.ની બેઠક યોજાઈ હતી. જેમાં તમામ મુદ્દાઓ ઉપર હકારાત્મક વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. મુદ્દાઓને લઈને સરકારે સહમતિ આપતા બ્લેક ટ્રેપ ક્વોરી એસો. દ્વારા હડતાળ પૂરી કરવા અધિકારીઓને બાંહેધરી આપી હતી અંતે સુખદ સમાધાન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.

ગાંધીનગર ખાતે ખનીજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરીએ ખાણ ખનીજ કમિશનર રૂપવંત સિહ અને એડિશનલ ડાયરેક્ટર ડી કે પટેલ, જનકાર, એચ પી પટેલ, ફલાઇગ સ્કોડ અધિકારી વાળા સહિત ગુજરાત બ્લેક સ્ટોન એસો પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાય, ઉપપ્રમુખ કનેરીયા, રૈયાભાઈ રાજપુત, મહામંત્રી અમિત સુથાર, રમણભાઈ પટેલ સહિતની કોર કમિટી દ્વારા બેઠક યોજાઇ હતી. જેમાં ક્વોરી એસો.ના 17 પ્રશ્નો બાબતે બેઠક દરમિયાન સતત બે કલાક સુધી ચર્ચા ચાલી હતી. ચર્ચાના અંતે રાજ્ય સરકારના અધિકારી ગણે તમામ પ્રશ્નો બાબતે હકારાત્મક અભિગમ અપનાવીને ક્વોરી એસોસિએશનને લેખિતમાં આપ્યું હતું તેમાં જણાવ્યું હતું કે, અધિકારીગણ અને ક્વોરી એસો.ના પ્રતિનિધિઓની સંયુક્ત કમિટી બનાવી ત્રણ માસમાં પોલીસી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જ્યાં સુધી પોલીસી નક્કી ન થાય ત્યાં સુધી બ્લેક ટ્રેપ ખનીજની લીઝો અને સ્ટોક માપણી માટે દંડ કરવામાં આવશે નહીં.

ગાંધીનગર ખાતે ખનીજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરીએ મળેલી બેઠકમાં એવુ નક્કી કરવામાં આવ્યું હતું કે, ખાનગી જમીનોમાં લીઝોની ફાળવણી અંગે ખાણ ખનીજ કમિશનર સરકારને સાત દિવસમાં દરખાસ્ત કરશે. જૂની નવી લીઝોમાં રોયલ્ટી પ્રીમિયમ એકસૂત્રતા જળવાય તે બાબતે પ્રીમિયમ નક્કી કરાશે તેવી જ રીતે આરટીઓ સાથેનું લીકેજ દૂર કરવા સરકાર મારફતે સાત દિવસમાં દરખાસ્ત કરાશે. ઇસી અને માઇનિંગ પ્લાન રદ કરવા અંગે કાર્યક્ષેત્ર લાગુ પડતું ન હોવાથી તે અંગે કોઇ કાર્યવાહી કરાઇ ન હતી. જ્યારે ક્વોરી ઝોન ડિક્લેર કરવા બાબતે અગાઉ સંવાદ સમિતિ દ્વારા યોજાયેલી બેઠકમાં થયેલી ચર્ચા મુજબ દરખાસ્ત કરાશે તે સિવાય અન્ય મુદ્દાઓ ઉપર હકારાત્મક વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. ઉપરોક્ત મુદ્દાઓ મુજબ સરકારે સહમતિ આપતા બ્લેક ટ્રેપ ક્વોરી એસો. દ્વારા હડતાળ પૂરી કરવા અધિકારીઓને બાંહેધરી આપી હતી અંતે સુખદ સમાધાન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. જ્યારે હડતાળનો અંત આવ્યો છે તેવી વાયુવેગે જાણકારી ક્વોરી ઉદ્યોગમાં કામ કરતા કામદારો ઉપરાંત ડમ્પરના ચાલકો અને તેઓના પરિવારોને મળતા ખુશીનું મોજુ ફરી વળ્યું હતું.

ગુજરાત બ્લેક સ્ટોન એસોસિએશન પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, 17 દિવસથી ચાલતી હડતાળ આજે પૂર્ણ વિરામ કરીએ છીએ અને કમિશનરે ખૂબ જ સારો અભિગમ દર્શાવી અમારા મુદ્દાઓના પ્રશ્નોનું નિરાકરણ કરી સંમતિ આપી છે. જીતુ ચૌધરી, નરેશભાઈ, કૈલાસનાથન, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે રહી આ તમામ મુદ્દાઓનું સમાધાન કરી શક્યા છીએ, તો ક્વોરી ઉદ્યોગની હડતાળ આજે પૂર્ણ કરીએ છીએ. સૌ અધિકારીઓ, ક્વોરી માલિકો, તમામ હોદ્દેદારો સૌએ સાથ સહકાર આપ્યો તેમનો હું આભાર વ્યક્ત કરું છું. 17 દિવસથી ગ્રાહકોને જે મુસકેલી થઇ તે માટે પણ હું માફી માંગુ છું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code