1. Home
  2. Tag "strike"

CNGના ભાવમાં વધારો પાછો ખેંચો અથવા સબસિડી આપો, રિક્ષાચાલકો 18મી એપ્રિલે હડતાળ પાડશે

અમદાવાદઃ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ બાદ સીએનજીના ભાવમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. સીએનજીમાં ભાવ વધારાને કારણે રિક્ષાચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આથી સીએનજીના ભાવવધારાના વિરોધમાં રિક્ષા ચાલકો 18 એપ્રિલના રોજ એક દિવસની પ્રતિક હડતાળ પાડશે. CNGના ભાવમાં ઘટાડો અને સબસીડીની માંગ સાથે એક દિવસની પ્રતિક હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અંદાજીત બે લાખ રિક્ષા […]

કાલે સોમવારથી રાષ્ટ્રીયકૃત બેન્ક કર્મચારીઓની હડતાળ,આજે ATM પર નો-કેશના પાટિયા લાગ્યા

અમદાવાદઃ  કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીયકૃત  બેંકોના ખાનગીકરણને લઇને છેલ્લા ઘણા સમયથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. પરિણામે ટ્રેડ યુનિયનોના નેજા હેઠળ કાલે તા. 28 અને 29 માર્ચના રોજ બેંકોની બે દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈ એસોસિએશનના નેજા હેઠળ બેંક કર્મચારી કામથી અળગા રહેશે. સરકારની જાહેર સાહસ વિરોધી નિતિ સામે બેંક […]

રાષ્ટ્રીયકૃત બેન્કના કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં 28-29મી માર્ચે હડતાળ પર જશે

અમદાવાદ: રાષ્ટ્રીય બેન્કોના ખાનગીકરણનો બેન્ક કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નાની બેન્કોને મોટી બેન્કોમાં મર્જ કરી દેવામાં આવી છે. બેન્કની એનપીએ પણ વધતી જાય છે. આવી તમામ બાબતોનો બેન્કના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. પરિણામે આગામી તા. 28 અને 29 માર્ચના રોજ બેંકોની બે દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઇન્ડીયા બેંક એમ્પ્લોયી […]

રાજ્ય સરકારે તમામ માગણીઓ સ્વીકારી લેતા તબીબોની હડતાળનો સુખદ અંત

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે જ સરકારી તબીબોએ સરકારનું નાક દબાવીને પોતાની માગણી ઉકેલવામાં ન આવે તો હડતાલનું એલાન આપ્યું હતું. આથી ગાંધીનગરમાં આરોગ્ય મંત્રીની બેઠક યોજાઈ હતી. પડતર પ્રશ્નો મુદ્દે તબીબોએ લેખિતમાં માંગ કરી હતી. તબીબોની આરોગ્યમંત્રી, વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઈ  હતી. આ બેઠક બાદ ડોક્ટરોની હડતાળનો અંત આવ્યો […]

બેંકના કામકાજનું કરી રહ્યા છો પ્લાનિંગ? તો આ સમાચાર વાંચજો નહીતર થશે ધક્કો

આજથી બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ સતત 3 દિવસ બેંક બંધ રહેશે બેંકના કામકાજ બંધ રહેશે નવી દિલ્હી: જો તમે કોઇ બેંકના કામકાજ માટે જવાનું પ્લાનિંગ કરી રહ્યા તો પહેલા આ સમાચાર વાંચજો. આગામી 3 દિવસ સુધી બેંક કર્મચારીઓ દેશવ્યાપી હડતાળ પર ઉતરશે. અર્થાત્ આગામી 3 દિવસ સુધી બેંક બંધ રહેશે અને કોઇ કામકાજ નહીં થાય. […]

રાજ્યમાં જુનિયર રેસિડન્ટ તબીબોની બીજા દિવસની હડતાળથી દર્દીઓ મુકાયા મુશ્કેલીમાં

અમદાવાદઃ  રાજ્યમાં સરકારી તબીબો અને સરકાર વચ્ચે ગજગ્રાહ ચાલતો જ રહે છે. હાલ જુનિયર તબીબોએ આંદોલનનું રણશિંગુ ફુંક્યુ છે. હાલ જૂનિયર રેસિડેન્ટ તબીબોની હડતાળને બીજો દિવસ થયો છે. જોકે, રાજયમાં તબીબોની હડતાળને પગલે દર્દીઓને હાલાકી ભોગવવી પડી છે. રાજયના મોટા શહેરમાં તબીબોએ બીજા દિવસે પણ પોતાની માગણીઓને લઇને હોસ્પિટલમાં દેખાવો કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ […]

રાજકોટમાં ડોક્ટરો હડતાલ પણ ઉતર્યા,દર્દીઓની તકલીફ વધી

રાજકોટ શહેરમાં ડોક્ટરની હડતાળ દર્દીઓની તકલીફ વધી સત્તાધીશો દ્વારા લેવાયો નિર્ણય રાજકોટ :રાજકોટમાં ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે જેના કારણે હજારો દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.જાણકારી અનુસાર 200થી વધારે ડોક્ટર અત્યારે હડતાળ પર જતા રહ્યા છે અને દર્દીઓને સામાન્ય સારવાર પણ મળી રહી નથી. આ બાબતે ડોક્ટરોનું કહેવું છે કે તેમની કેટલીક […]

સિવિલ હોસ્પિટલના તબીબોની હડતાળથી દર્દીઓની મશ્કેલીમાં વધારો, OPDમાં લાગી લાંબી લાઈનો

અમદાવાદઃ શહેરમાં  સિનિયર અને જૂનિયર તબીબોની હડતાળના પગલે દર્દીઓની મુશ્કેલી વધી છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, જીએમઇઆરએસ ફેકલ્ટી, ક્લાસ 2 મેડિકલ ઓફિસર્સ GIDA, ESIS ના 10 હજાર તબીબો વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. બીજી તરફ જુનિયર ડોક્ટરો પણ પોતાની માંગને લઇને હડતાળ પર ઉતર્યા છે. રાજયના સિનિયર તબીબો પોતાની 16 અલગ અલગ માંગણીઓના પગલે વર્ગ 1 […]

અમદાવાદમાં નવા પશ્વિમ ઝોનના સફાઈ કર્મચારીઓની પગારના પ્રશ્ને હડતાળ, 100ની અટકાયત

અમદાવાદઃ શહેરના નવા પશ્ચિમ ઝોનની AMC કચેરી ખાતે સફાઈકર્મીઓની હડતાળ ચાલી રહી છે. આ હડતાળના કારણે છેલ્લા 4 દિવસથી કામકાજ બંધ છે. ત્યારે પગાર ન ચુકવાયો હોવાના કારણે બોપલ-ઘુમાના સફાઈકર્મીઓ  હડતાળ પર ઉતર્યા છે. પગાર ન મળતા સફાઈ કામદારોને મોંઘવારીમાં ઘર ચલાવવું મુસ્કેલ બની ગયું છે. એવામાં તહેવારો નજીક છે અને શહેરને સ્વચ્છ રાખતા સફાઈકર્મીઓ […]

હોલ માર્કિંગ યુનિક આઈડી કાયદાના વિરોધમાં ગુજરાતના જ્વેલર્સની હડતાળ

અમદાવાદઃ દેશ કેન્દ્ર સરકારે હોલમાર્ક અને HUID (હોલમાર્કિંગ યુનિક ID)નો કાયદો અમલમાં મુક્યો હતો, જેને લઇને જ્વેલર્સ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નવા નિયમના અમલીકરણના વિરોધમાં દેશભરના જ્વેલર્સે એક દિવસની હડતાળની જાહેરાત કરી છે. આજે અમદાવાદના દસ હજાર જેટલા નાના મોટા જ્વેલર્સ સહિત સુરત, રાજકોટના જ્વેલર્સ પણ હડતાળમાં જોડાયા છે. કેન્દ્ર સરકારે સોનાના દાગીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code