1. Home
  2. Tag "student"

‘જનોઈ ઉતારો, પછી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા દઈશું’, કર્ણાટક CET પરીક્ષા માટે આવેલા વિદ્યાર્થીએ લગાવ્યો આરોપ

કર્ણાટકના બિદર અને શિવમોગા જિલ્લાના કેન્દ્રો પર CET પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલા કેટલાક વિદ્યાર્થીઓને તેમના જનોઈ  દૂર કરવાનું કહેવામાં આવ્યું હતું, જેના કારણે વિવાદ થયો હતો, રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રીએ જવાબદારો સામે કાર્યવાહીનું વચન આપ્યું છે. વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) લેવામાં આવે છે. વિદ્યાર્થી પરીક્ષા આપ્યા વિના […]

JEEમાં નાપાસ થતા વિદ્યાર્થિનીએ જીવન ટુંકાવ્યું, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

 ભણતરના ભાર હેઠળ અવાર-નવાર કેટલાક વિદ્યાર્થીઓ એવુ અયોગ્ય પગલુ ભરી લેતા હોય છે જેના કારણે તેમના પરિવારની મુશ્કેલી વધી જાય છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં જીઈઈની પરીક્ષામાં નાપાસ થવાને કારણે એક વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસને વિદ્યાર્થિનીના રૂમમાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. આ ઘટનાને લઈને શિક્ષણ જગતમાં […]

UGC NETની પરીક્ષાની જાહેરાત, 10મી ડિસેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ

નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) સંબંધિત સત્તાવાર સૂચના બહાર પાડી છે. UGC NET માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10મી ડિસેમ્બર છે. તેની પરીક્ષા 1 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી 2025 વચ્ચે યોજાશે. અરજી ફોર્મ UGC NET ugcnet.nta.ac.in ની સત્તાવાર વેબસાઇટ પર ભરી શકાય છે. […]

છોટાઉદેપુરની વિદ્યાર્થિની રાજ્યકક્ષાએ તિરંદાજીની સ્પર્ધામાં આવી પ્રથમ

અમદાવાદઃ છોટાઉદેપુરમાં રહીને સનરાઇઝ સ્કૂલમાં અભ્યાસ કરતી યુતિ મુન્શીએ ખુબ જ ટૂંકા સમય ગાળામાં તીરંદાજી કોચ દિનેશ ભીલ પાસે તાલીમ મેળવીને આર્ચરીની રમત પર પ્રભુત્વ મેળવ્યું છે. ઉલ્લેખનિય છે કે ગત સપ્ટેમ્બર માસ માં છોટાઉદેપુર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા આયોજિત 2024-25 ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં યુતિ મુન્શીએ ભાગ લીધો હતો. […]

પૈસાની અછતના કારણે ભણતર પર કોઈ પ્રભાવ ના પડવો જોઈએ, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ

નવી દિલ્હીઃ આઈઆઈટી ધનબાદમાં આર્થિક કારણોસર એક વિદ્યાર્થી ફી ન ભરી શકતા તેનું એડમિશન રદ થયું હતું. જેથી સમગ્ર મામલો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો હતો. સમગ્ર ઘટનાને સુપ્રીમ કોર્ટે ગંભીર ગણાતીને ચિંતા  વ્યક્ત કરી હતી. તેમજ નિર્દેશ કર્યો હતો કે, પૈસાની અછતના કારણોસર કોઈ પણ વિદ્યાર્થીના અભ્યાસ ઉપર અસર ના થવી જોઈએ. કેસની હકીકત અનુસાર, […]

અમદાવાદઃ INIFD ના સ્ટુડન્ટ દ્વારા ફેશન ડિઝાઇન શોનું આયોજન કરાયું

ક્રિએટિવ આઉટ ફિટ્સ ડિઝાઇનના વસ્ત્રો તૈયાર કરીને રેમ્બો કરવામાં આવ્યું હતું સ્ટુડન્ટ્સ દ્વારા હરિયાળી પ્રકૃતિ અને ગાર્ડનની થીમ પર આઉટ ફીટ તૈયાર કર્યા અમદાવાદઃ અમદાવાદ શહેરની ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટયૂટ INIFD ના સ્ટુડન્ટ દ્વારા ફેશન ડિઝાઇન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના 25 વર્ષ પુરા થતા તેના ઉપક્રમે સ્ટુડન્ટ દ્વારા આ ખાસ ફેશન ડિઝાઇન ઇવેન્ટ […]

નીટ પેપર લીક કેસમાં CBI ની સોલ્વર ગેંગ સામે કાર્યવાહી, RIMS મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીની અટકાયત

નવી દિલ્હીઃ CBIએ NEET-UG પેપર લીક કેસમાં રાંચીની RIMS મેડિકલ કોલેજની પ્રથમ વર્ષની વિદ્યાર્થીની સુરભી કુમારીની અટકાયત કરી છે. સુરભી સોલ્વર ગેંગની સભ્ય હોવાનું કહેવાય છે, જેણે લીક થયેલા પ્રશ્નપત્રના જવાબો તૈયાર કર્યા હતા.સીબીઆઈની ટીમે ગુરુવારે મોડી સાંજે પૂછપરછ કર્યા બાદ તેને કસ્ટડીમાં લીધી હતી. એજન્સીએ રિમ્સના વિદ્યાર્થીની અંગે કલ્યાણના ડીન ડૉ. શિવ પ્રિયા પાસેથી પણ […]

MS યુનિમાં VCના બંગલે દેખાવો અને તોડફોડ કરનારા વિદ્યાર્થીઓ સામે રાયોટિંગનો ગુનો નોંધાયો

વડોદરાઃ શહેરની એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે મેસ ફરજિયાત કરવામાં આવી છે. અને વિદ્યાર્થીઓને એડવાન્સ રૂપિયા ભરાવવામાં આવી રહ્યા છે. તેની સામે વિદ્યાર્થીઓ લડત આપી રહ્યા છે. દરમિયાન વિદ્યાર્થીઓ યુનિના કૂલપતિના નિવાસસ્થાને દેખાવો કરવા માટે ગયા હતાં. જ્યાં કેટલાક વિદ્યાર્થીઓએ કમ્પાઉન્ડ વોલના દરવાજાના ફાઇબર કવર અને મિજાગરાને 2 હજારનું નુકસાન કર્યુ હતુ. આથી 200 વિદ્યાર્થી […]

CEPT યુનિવર્સિટીના વિદ્યાર્થીઓેએ કચરામાંથી કમાણીનો રસ્તો શોધ્યો

અમદાવાદની CEPT યુનિવર્સિટીના 23 વિદ્યાર્થીઓએ, કોલેજના એક પ્રોજેક્ટમાં ઘન કચરામાંથી શહેરને કમાણી કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે. આ પ્રોજેક્ટ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ સર્વે ડેટા અનુસાર એક અમદાવાદી દરરોજ આશરે 700 ગ્રામ કચરો ઉત્પન્ન કરે છે. જેના કારણે દરરોજ 5200 ટન ઘન કચરો ઉત્પન્ન થાય છે. જેમાંથી 1976 ટન લેન્ડફિલ સાઈટ પર જાય છે. […]

ગુજરાતઃ RTE હેઠળ ત્રીજા રાઉન્ડમાં વધુ 1353 બાળકોને પ્રવેશ અપાયો

અમદાવાદઃ RTE ACT-2009 હેઠળ રાજ્યમાં ત્રીજા રાઉન્ડમાં વધુ 1 હજાર 353 બાળકોને પ્રવેશ અપાયો છે. RTEના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ 3જી જૂન, 2024 સુધીમાં સંબંધિત શાળામાં રૂબરૂ જઈને જરૂરી આધાર પુરાવા રજૂ કરી પ્રવેશ મેળવવાનો રહેશે. RTE ACT-2009ની કલમ 12.1.(C) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code