સ્વદેશી અસ્ત્ર મુસાઈલનું સફળ પરિક્ષણ, 100 કિમી દૂર હવામાં હુમલો કરનારા લક્ષ્યનો નાશ કરાયો
નવી દિલ્હીઃ ભારતના સ્વદેશી રીતે નિર્મિત હળવા લડાયક વિમાન તેજસે બુધવારે હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ ‘અસ્ત્ર’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ પડોશી દેશો ચીન અને પાકિસ્તાન માટે તણાવનું કારણ બની શકે છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર કિનારે કરવામાં આવ્યું હતું. મંત્રાલયે કહ્યું, ‘આ પરીક્ષણમાં, મિસાઇલે હવામાં ઉડતા લક્ષ્યને સીધું […]