1. Home
  2. Tag "Supreme Court"

સુપ્રીમ કોર્ટે રૂ. 2 હજારની નોટ બદલવા મામલે થયેલી અરજીની સુનાવણીનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઓળખ પત્ર બતાવ્યા વગર રૂ. 2000ની નોટ બદલવા સામેની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટની વેકેશન બેન્ચે કહ્યું કે, આ એવો મામલો નથી કે જેની તાત્કાલિક સુનાવણી કરવાની જરૂર છે. અરજદારે ઉનાળાના વેકેશન પછી ચીફ જસ્ટિસ પાસે સુનાવણીની વિનંતી કરવી જોઈએ. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે આ અરજી […]

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી 

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદનું ઉદ્ઘાટન કરશે. સુપ્રીમ કોર્ટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નવા  સંસદનું ઉદ્ઘાટન કરવા માટે લોકસભા સચિવાલય અને ભારત સરકારને નિર્દેશ આપવાની માંગ કરતી પીઆઈએલને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દેતા અરજદારને ઠપકો પણ આપ્યો છે. કોર્ટે કહ્યું, અમને ખબર છે કે આ અરજી શા માટે દાખલ કરવામાં આવી […]

દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટમાંથી શરતો સાથે વચગાળાના જામીન મળ્યા

દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને 6 અઠવાડિયા માટે જામીન આપ્યા છે. મેડિકલના આધારે આ જામીન આપવામાં આવ્યા છે. 11 જુલાઈએ સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી સુનાવણી હાથ ધરશે. સત્યેન્દ્ર જૈનને 10 જુલાઈના રોજ કોર્ટમાં હેલ્થ રિપોર્ટ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે જૈનને આ મામલે મીડિયા સાથે […]

હિંડનબર્ગ મામલે અદાણી જૂથને સુપ્રીમ કોર્ટની સમિતિના રિપોર્ટમાં મોટી રાહત

નવી દિલ્હીઃ અદાણી-હિંડનબર્ગ પ્રકરણની તપાસ માટે સુપ્રિમ કોર્ટ દ્વારા રચાયેલી વિશેષ સમિતિનો રિપોર્ટ સાર્વજનિક થયો છે. અમેરિકી શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગએ 24મી જાન્યુઆરી 2023ના રોજ રિપોર્ટ જાહેર કરીને અદાણી ગ્રુપની કંપનીઓને ઓવરવેલ્યુડ દર્શાવી હતી. તેમજ એકાઉન્ટમાં હેરફેરનો ગંભીર આરોપ લગાવ્યો હતો. અદાણી ગ્રુપે અમેરિકી ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ ફગાવ્યો હતો. જો કે, વિપક્ષે સમગ્ર મામલે હંગામો […]

સુપ્રીમ કોર્ટને આજે બે નવા ન્યાયાધીશો મળશે,CJI લેવડાવશે શપથ

દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કર્યા. આ સાથે સિનિયર એડવોકેટ કે.કે. વેંકટરામન વિશ્વનાથનને પણ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહ શુક્રવારે એટલે કે આજે સવારે 10.30 કલાકે યોજાશે. અગાઉ, આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ (સીજે) પ્રશાંત કુમાર […]

દિલ્હીમાં વહીવટી સેવાઓ અંગે SCનો નિર્ણય, કેજરીવાલ સરકારને મળ્યો ટ્રાન્સફર અને પોસ્ટિંગનો અધિકાર

દિલ્હીના બોસ બન્યા કેજરિવાલ સરકાર વહિવટ સેવાનો નિર્ણય દિલ્હી સરકાર લઈશકશે -સુપ્રિમ કોર્ટનો નિર્ણય દિલ્હીઃ- આજરોજ ગુરુવારે દિલ્હી સરકારને લઈને મહત્વનો ચૂકાદો સુપ્રિમ કોર્ટે આપ્યા છે,જે પ્રમાણે દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગના અધિકારને લગતા વિવાદ પર, સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની તરફેણમાં નિર્ણય સંભાવ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે દિલ્હીની વહીવટી સેવાઓના નિર્ણય લેવાના મામલે પોતાનો ચુકાદો આપ્યો […]

રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બળજબરીથી ધર્માંતરણની કોઈ ઘટના નથી બનીઃ તમિલનાડુ સરકારનો દાવો

નવી દિલ્હીઃ તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બળજબરીથી ધર્મ પરિવર્તનની કોઈ ઘટના નથી બની. નાગરિકોને તેઓ જે ધર્મનું પાલન કરવા માગે છે તે પસંદ કરવાની સ્વતંત્રતા ધરાવે છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તમિલનાડુમાં બળજબરીથી ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે. […]

અતિક-અહેમદ હત્યા કેસને લઈને સુપ્રીમ કોર્ટનો ઉત્તરપ્રદેશ સરકારને અણિયારો સવાલ

નવી દિલ્હીઃ અતીક-અશરફ હત્યા કેસની તપાસ સુપ્રીમ કોર્ટના જજની દેખરેખ હેઠળ કરાવવાની માંગ પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે માફિયા બ્રધર્સની હત્યા પર સવાલ પૂછ્યો કે અતીક-અશરફને એમ્બ્યુલન્સમાં સીધા હોસ્પિટલની અંદર કેમ ન લઈ જવાયાં ? આ પ્રશ્નના જવાબમાં યુપી સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, અમે […]

સુપ્રીમ કોર્ટે અગ્નિપથ યોજનાની માન્યતાને પડકારતી બે અરજીઓ ફગાવી -દિલ્હી હાઈકોર્ટના ચુકાદો માન્ય

હવે સુપ્રીમ કોર્ટે અગ્નિપથ યોજનાને લીલી ઝંડી આપી  દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ ફગાવી દિલ્હીઃ- અગ્નિપથ યોજનાના  અયોગ્ય ઠેરવવા મામલે અરજીઓ કરાઈ હતી, જો કે હવે  સુપ્રીમ કોર્ટે પણ આ યોજનાને લીલીઝંડી બતાવી છએ,પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતના સશસ્ત્ર દળોની ભરતી માટે અગ્નિપથ યોજનાની માન્યતાને પડકારતી બે અરજીઓને ફગાવી દીધી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સુપ્રીમ કોર્ટે […]

કોરોનાના કહેર જોતા સુપ્રીમ કોર્ટએ પોતાના આદેશમાં વકીલોને વર્ચ્યુઅલ રીતે હાજર રેહવાની છૂટ આપી

દિલ્હીઃ- દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટ એ મહત્વની વાત જ઼કરી છએ કોરોનાના વધતા કેસોને  ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય ચંદ્રચુડે આજરોજ બુધવારે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ વીડિયો કોન્ફરન્સ દ્વારા વકીલોની દલીલો સાંભળવા તૈયાર છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code