1. Home
  2. Tag "surat"

સુરતમાં તાપી નદીમાં વોટર મેટ્રો માટે કેન્દ્ર સરકાર દ્વારા ફિઝિબિલિટીની ચકાસણી કરાશે

કેન્દ્ર સરકાર અમદાવાદ, સુરત સહિત દેશના 18 શહેરોમાં ફિઝિબિલિટીની ચકાસણી કરાશે, ભારતમાં એક માત્ર કોચી શહેરમાં વોટર મેટ્રો છે, કોચીની ટીમએ સુરત આવીને વોટર મેટ્રો માટે વિવિધ સર્વે પણ કર્યો હતો.   સુરતઃ શહેરની તાપી નદીમાં વોટર મેટ્રો શરૂ કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણાસમયથી વિચારણા ચાલી રહી છે. મ્યુનિ.દ્વારા બજેટમાં પણ વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે […]

સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા

ડેન્ગ્યુથી એક યુવાનું અને બીજાનું તાવથી મોત નિપજ્યુ, સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં સવારથી જ દર્દીઓની લાગતી લાંબી લાઈનો, બાળકો માટેની ઓપીડીમાં વધારો કરાયો સુરતઃ વરસાદી સીઝનને કારણે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ઘેર ઘેર તાવ સહિતના કેસ જોવા મળી રહ્યા છે. શહેરની સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં તો સવારથી દર્દીઓની લાંબી લાઈનો જાવા મળી રહી છે. […]

સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ 40 હજારની લાંચ લેતા પકડાયા

પીએસઆઈએ આરોપીને ન મારવા માટે લાંચ માગી હતી, ACBએ ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવીને પીએસઆઈને રંગેહાથ પકડી પાડ્યા, પીએસઆઈની અટકાયત કરીને એસીબીએ વધુ તપાસ હાથ ધરી સુરતઃ શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈને આરોપી પાસેથી રૂપિયા 40 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા. એક ગુનામાં પકડાયેલા આરોપીને માર ન મારવા તેમજ ઝડપી જામીન પર છોડવા […]

સુરતમાં ડ્રગ્સની ડિલીવરીના નેટવર્કનો પોલીસે પડદાફાસ કરીને બે શખસોને દબોચી લીધા

ડ્રગ્સ માફિયાએ ઘર આસપાસ 25 સીસીટીવી લગાવ્યા હતા, ડ્રગ્સ પેડલરોને વોકીટોકીથી સુચના આપતા હતા, ‘કપડે લેને આયા હૈ…’ કોડવર્ડ આપે એટલે ડ્રગ્સ જથ્થો અપાતો હતો સુરતઃ શહેરમાં હવે વિદેશી દારૂની જેમ ડ્રગ્સની પણ હોમ ડિલિવરી કરવામાં આવે છે. ત્યારે ડ્રગ્સ ડિલિવરીના નેટવર્કનો પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગૃપે પદડાફાસ કર્યો છે. શહેરના ભાઠેના પંચશીલનગરમાં 500 મીટરના એરિયામાં […]

સુરતમાં મ્યુનિ. કોર્પોરેશનના મેયર સહિત કોર્પોરેટરો પ્રજાના ટેક્સના પૈસે મસુરીના પ્રવાસે જશે

સુરત મ્યુનિ.માં ચૂંટાયેલા સભ્યોની ટર્મ પુરી થવામાં હવે 5 મહિના બાકી છે, મસુરી ખાતે પ્રશિક્ષણ શિબિરમાં કોર્પોરેટરો તાલીમ લેશે, કોર્પોરેટરો દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન અને સંસદની મુલાકાત લેશે સુરતઃ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીને હવે 5થી 6 મહિના જેટલો સમય બાકી છે. ત્યારે પ્રજાના ટેક્સના પૈસે શહેરના મેયર, મ્યુનિના પદાધિકારીઓ સહિત શાસક પક્ષના 96 કોર્પોરેટરો મસુરી ખાતે ખાસ પ્રશિક્ષણ […]

સુરતમાં મ્યુનિ. હસ્તકની શાળાઓમાં સફાઈ માટે માત્ર 4000 રૂપિયાની ગ્રાન્ટ અપાય છે

અપુરતી ગ્રાન્ટને લીધે શાળાઓમાં પુરતી સાફ-સફાઈ થઈ શકતી નથી, મ્યુનિ દ્વારા શિક્ષણ માટે 1000 કરોડના બજેટમાં શાળાઓમાં સફાઈ ગ્રાન્ટ અપુરતી, મ્યુનિ. સ્કૂલોમાં ગંદકી અને સફાઈ યોગ્ય રીતે થતી ન હોવાની ફરિયાદ સુરતઃ મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની શિક્ષણ સમિતિને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાયે સમિતિ દ્વારા શાળાઓને સફાઈના કામ માટે માત્ર 4000 પ્રતિશાળા દીઠ ગ્રાન્ટ આપવામાં […]

સુરત શહેરમાં સુભાષ ગાર્ડન પરના 7 રસ્તા પર સિંદૂર થીમ પર સર્કલ બનાવાશે

સુરતના સુભાષ ગાર્ડન 7 રસ્તાનું જંક્શન નક્કી કરાયું, 7 રસ્તા જંકશનનો સર્વે કરાયો, ડિઝાઇન, અંદાજ, DPR માટે કન્સલટન્ટ નિમવા 11 ઓગસ્ટ સુધીમાં ક્વોટેશન મંગાવાયાં સુરતઃ શહેરના ટ્રાફિકથી સતત વ્યસ્ત એવા સુભાષ ગાર્ડન 7 રસ્તાના જંકશન પર સિંદૂર થીમ પર સર્કલ બનાવવામાં આવશે. ઓપરેશન સિંદૂર થીમ પર ટ્રાફિક સર્કલ બનાવવા માટે જરૂરી પ્લાનીંગ, અંદાજ, સ્ટ્રક્ચરલ અને […]

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવાના મામલે મેડિકલ એજન્‍સીઓ પર દરોડા

અમદાવાદઃ રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જે અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ વેચતાં ઇસમોના ઘરે અને મેડિકલ એજન્‍સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંદાજે રૂ. 17 લાખની કિંમતની […]

સુરતના ટેક્સટાઈલના વેપારીઓને 3.50 કરોડ રાષ્ટધ્વજ બનાવવાનો ઓર્ડર મળ્યો

સુરતના વેપારીઓ તિરંગા બનાવી 100 કરોડનો વેપાર કરશે, ઉત્તર પ્રદેશ સહિત તમામ રાજ્યોમાંથી તિરંગા બનાવવા મળ્યો ઓર્ડર, ‘હર ઘર તિરંગા‘ અભિયાનને લીધે માગમાં વધારો થયો સુરતઃ તહેવારોની ઊજવણીને લીધે વેપાર-ઉદ્યોગમાં રોજગારી પણ વધતા હોય છે. ત્યારે સ્વાતંત્ર પર્વ 15મી ઓગસ્ટને લીધે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાપડના રાષ્ટ્રધ્વજ બનાવવાના મોટા […]

સુરત પોલીસ થાર કારનો પીછો કર્યો, કારમાંથી દેશી તમંચો- કારતૂસો મળ્યા, અંતે આરોપી પકડાયો

પોલીસે કાર રોકવા જતાં ડ્રાઈવર ભાગ્યો ને ઝાડી ઝાંખરામાં છૂપાયો, રિઢા આરોપીની પૂછતાછમાં ત્રણ જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો, પોલીસે વધુ પૂછતાછ હીથ ધરી સુરતઃ શહેરના મોટા વરાછા વિસ્તારમાં રિંગ રોડ પર પસાર થતી બ્લેક કલરની થાર કારમાં હથિયારો હોવાનો પોલીસને કન્ટ્રોલરૂમથી મેસેજ મળતા પોલીસે બ્લેક કલરની થારકારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ પોલીસને જોતા જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code