1. Home
  2. Tag "surat"

સુરતના ઉમરા-વેલજા રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લેતા એકનું મોત, બેને ઈજા

બાઈકસવાર ધો. 7ની વિદ્યાર્થિનીનું મોત થતાં લોકોએ ચક્કાજામ કર્યો, બનાવની જાણ થતા પોલીસને કાફલો દોડી ગયો, અકસ્માતના બનાવથી લોકોએ તંત્ર સામે ભારે વિરોધ કર્યો સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના ઉમરા-વેલજા રોડ પર પૂરફાટ ઝડપે ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર ધોરણ-7ની વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે બેને ઈજાઓ […]

સુરતમાં પત્નીની નજર સામે પતિએ સાળા-સાળીની છરીના ઘા ઝીંકીને હત્યા કરી

સુરતના ઉધના વિસ્તારના ઓમ સાંઈ જલારામ નગરમાં બન્યો બનાવ, બનેવી તેની સાળી જોડે લગ્ન કરવા માગતો હતો, સાળીએ ના પાડતા ઉશ્કેરાયો, હત્યા બાદ નાસી ગયેલા આરોપીને સુરત રેલવે સ્ટેશનથી દબોચી લેવાયો સુરતઃ શહેરના ઉધના વિસ્તારના ઓમ સાંઈ જલારામ નગરમાં બનેવીએ સાળા-સાળીની છરીના ઘા ઝીંકીને હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. આ બનાવમાં પતિએ તેની પત્નીની […]

સુરતના ઊધના રેલવે સ્ટેશન પર વતન જવા માટે પરપ્રાંતિ પ્રવાસીઓની ભારે ભીડ

દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહારની ચૂંટણીને લીધે પ્રવાસીઓનો ધસારો, યુપી, બિહાર તરફ જતી તમામ ટ્રેનો હાઈસફુલ, ટ્રેનના જનરલ કોચમાં સીટ મેળવવા ધક્કામુક્કી સુરતઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહારની ચૂંટણીને લીધે બિહાર અને ઉત્તર પ્રદેશ જતી તમામ ટ્રેનો હાઉસ ફુલ દોડી રહી છે. સુરતના ઊધના રેલવે સ્ટેશન […]

સુરતના ઘોડદોડ રોડ પર G-3 શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ, 16 લોકોનું રેસ્ક્યુ કરાયુ

G-3 શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ગત મોડી રાતે લાગેલી આગ ઉપરના માળે પ્રસરી, કાપડની ઓફિસમાં કામ કરતા 16 કર્મચારીઓને બચાવાયા, ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો સુરતઃ  શહેરના ઘોડોદોડ રોડ પર આવેલા G-3 શોપિંગ સેન્ટરમાં ગત મોડી રાતે આગ લાગતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં લાગેલી આગ જોતજોતામાં ઉપરના માળે પ્રસરી […]

સુરતમાં બેકાબુ ટ્રક-ટ્રેલર રોકડિયા હનુમાનજી મંદિરની દીવાલ તોડી અંદર ઘૂંસી ગયુ

સદભાગ્યે હનુમાનજીની પ્રતિમા કે મેઈન મંદિરને નુકસાન ન થયું, દારૂના નશામાં ચૂર એવા ટ્રેલરચાલક સહિત ત્રણને પોલીસને હવાલે કરાયા, પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી, સુરતઃ શહેરના ઊધના વિસ્તારમાં આવેલા ખરવરનગર નજીક વહેલી સવારે બેકાબુ બનેલા ટ્રેલરે રોડ સાઈડ પર આવેલા રોકડિયા હનુમાનજી મંદિરની દીવાલ તોડીને અંદર ઘૂંસી ગયું હતું. આ બનાવની અફડાતફડી […]

સુરતમાં ત્રણ ફેકટરીમાંથી 10.000 કિલો નકલી ઘી પકડાયુ, 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરતના અમરોલી અને કોસાડ વિસ્તારમાં નકલી ઘીના ફેટકરીઓ ધમધમતી હતી, એસઓજીએ ફેટકરી અને ગોદામ પર પાડ્યા દરોડા, દાણાદાર ઘી બનાવવા 4 પ્રકારના કેમિકલ-કલરનો ઉપયોગ કરાતો હતો સુરતઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ વધતી જાય છે. નકલી પનીર, નકલી ઘીનો કારોબાર વધતો જાય છે. ત્યારે સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ મોટી કાર્યવાહી કરીને નકલી ઘી બનાવતી ત્રણ […]

સુરતમાં 13 લાખથી વધુના હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો, રત્નકલાકારની ધરપકડ

મંદીને લીધે બેકાર બનેલા રત્ન કલાકારે ચોરી કરી હતી, ડુપ્લીકેટ ચાવીથી શટર ખોલીને ડ્રોઅર તોડીને હીરાની ચોરી કરી હતી, પોલીસે ચોરીની મેથડ જોતા જાણભેદુ હોવાની શંકાને આધારે તપાસ કરી હતી સુરતઃ શહેરમાં વરાછા વિસ્તારમાં મીની બજારના હીરા વેપારીની ઓફિસમાં 13 લાખથી વધુની કિંમતના હીરાની ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને શટર ખોલીને […]

સુરતમાં વધતા જતા વાયુ પ્રદૂષણને ધ્યાને લઈને એર સ્મોગ ટાવર ઉભો કરાયો

સુરતઃ શહેરમાં વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા તેમજ નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે અદ્યતન સુવિધાઓ સ્થાપિત કરવામાં પૂર્વ કેન્દ્રીય ટેક્ષટાઈલ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની ગ્રાન્ટમાંથી ફાળવાયેલ અંદાજિત રૂ.34.99 લાખના ખર્ચે કતારગામ અલ્કાપુરી ખાતે નિર્મિત એર સ્મોગ ટાવરનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે કતારગામ અલ્કાપુરી ખાતે આયોજીત કાર્યક્રમમાં […]

સુરતના મગદલ્લા જેટી નજીક દરિયામાં વેસલ્સમાંથી ક્રેઈનનો ભાગ તૂટી પડ્યો

70 કિમીની ઝડપે પવન ફુંકાતા શિપની ક્રેઈન હિલોળા ખાવા લાગી, છેલ્લા ત્રણ દિવસથી જેટી બંધ હોવાના કારણે કોલસો ખાલી કરવાની કામગીરી બંધ હતી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી, સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી વાતાવરણ છે. ત્યારે શહેર નજીક  મગદલ્લા જેટી નજીક મધદરિયે મોટી દુર્ઘટના ટળી છે. 70 કિમીની ઝડપે […]

સુરતમાં રત્નકલાકારોને શિક્ષણ સહાય યોજનામાં 26000 ફોર્મ રદ કરાતા કલેકટરને રજુઆત

ફોર્મ રદ કરવાના મુદ્દે ફેર વિચારણા કરવા ડાયમંડ વર્કર યુનિયનની માગ, સુરતમાં 76,000 જેટલા ફોર્મ ભરાયા હતા, જેમાંથી 50,241 ફોર્મ મંજૂર કરાયા, રત્નકલાકારોના પરિવારોને આર્થિક સહાયની તાતી જરૂર છે સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી વ્યાપક મંદીનો દૌર ચાલી રહ્યો છે. અનેક રત્નકલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. આથી રત્નકલાકારોના બાળકોના શિક્ષણ હિતને ધ્યાનમાં રાખીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code