1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગરમાં બે સ્થળોએ જન્માષ્ટમીનો 5 દિવસીય લોકમેળો યોજાશે

શહેરમાં 13થી 17 ઓગસ્ટ દરમિયાન 5 દિવસીય લોકમેળાની તૈયારીઓનો પ્રારંભ, M P.શાહ કોલેજના મેદાનમાં યોજાનારા મેળામાં 23 મોટી રાઈડ્સ મૂકાશે, 32 ફૂડ સ્ટોલ અને 94 રમકડાંના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનો એટલે મેળાની મોસમ ગણાય છે. જન્માષ્ટમીના પર્વ પર ગામેગામ લોકમેળાઓ યોજાય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના પર્વ પર બે સ્થળોએ 5 દિવસના […]

સુરેન્દ્રનગરમાં મ્યુનિ.કોર્પોરેશનની નિષ્ક્રિયતાને લીધે રખડતા ઢોરની સમસ્યા યથાવત

શહેરના મુખ્યમાર્ગો પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેસી રહે છે, રખડતા ઢોરને લીધે અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે, નગરપાલિકામાંથી મહા નગરપાલિકા બની છતાયે સમસ્યાઓ ઉકેલાતી નથી સુરેન્દ્રનગરઃ શહેરની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા […]

સુરેન્દ્રનગરમાં રેલવે અંડરબ્રિજમાં સતત પાણી ભરાઈ રહેતા હોવાથી વાહનચાલકોને મુશ્કેલી

અંડરબ્રિજમાં ભરાતા પાણીનો કાયમી નિકાલ કરવાની માંગ, વર્ષો પહેલા નાખવામાં આવેલી પાઈપલાઈન અને ચેમ્બરોમાં કચરો ફસાતા સ્થિત સર્જાઇ, ઓળક ગામમાં ધોધમાર વરસાદથી 35થી વધુ ઘરમાં વરસાદી પાણી ભરાયા સુરેન્દ્રનગરઃ શહેરમાં ભારે વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં રાજ હોટલ પાસેના રેલવે અંડરબ્રીજમાં પણ પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. આમ તો આ […]

સુરેન્દ્રનગર અને વઢવાણની 5 આંગણવાડીમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ખોરાકને સેમ્પલ લેવાયા

મધ્યાહન ભોજનની રસોઈની ગુણવત્તાની તપાસ કરાઈ, જૂન મહિનામાં 9 રેગ્યુલર, 36 સર્વેલન્સ સહિત 45 ખાદ્યચીજસ્તુઓના સેમ્પલો લેવાયા હતા, ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ફરસાણ અને મીઠાઈના વેપારીઓને ત્યાં સર્ચ કર્યું સુરેન્દ્રનગરઃ ચોમાસા દરમિયાન ખોરાક લેવામાં ખૂબ કાળજી રાખવી પડતી હોય છે. ભેળસેળયુક્ત અને વાસી ખોરોકને લીધે આરોગ્યને હાની પહેંચતી હોય છે. આથી જિલ્લાના ફુડ એન્ડ ડ્રગ […]

સુરેન્દ્રનગરમાં 8 જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા રહિશો મુશ્કેલીમાં મુકાયા

વરસાદના સાથે ગટરના પાણી પણ રસ્તાઓ પર ફરી વળ્યા, 200થી વધુ મહિલાઓએ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો, મ્યુનિ.કોર્પોરેશનમાં રજુઆત છતાંયે કોઈ પગાલાં લેવાતા નથી સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં સારોએવો વરસાદ પડતા જનજીવનને અસર થઈ છે. જેમાં સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને લીધે 8 જેટલી સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ સોસાયટીઓમાં વરસાદના પાણી સાથે બેક મારતી ગટરોના […]

સુરેન્દ્રનગરમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં દેખાવો કર્યા

મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા કલેક્ટરને આવેદન અપાયુ, એક જ રસોડામાં બનાવેલું ભોજન દરેક શાળાએ મોકલવાનું આયોજન, શાળાથી 50 કિમી દૂરથી મોડી રાતે બનાવેલું ભોજન બપોરે 2 વાગ્યે બાળકોને પીરસાય છે સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનામાં સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. હવે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનામાં ખાનગી એજન્સીઓને પ્રવેશ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ, ધ્રાંગધ્રાના 3 ગામોમાં કલેકટર દ્વારા અપાયો પ્રવેશ

જિલ્લાના 6,126 વિદ્યાર્થીઓ શાળા પરિવહન યોજનાનો લાભ મેળવી રહ્યા છે, આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1માં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો, ખેલ મહાકુંભ, અને યોગા જેવી સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયુ સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2025નો પ્રારંભ થયો છે. જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલે ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી, ભારદ અને ગંજેળા ગામની શાળાઓમાં બાળકોને પ્રવેશોત્સવ […]

સુરેન્દ્રનગરમાં જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત, મ્યુનિનું તંત્ર નિષ્ક્રિય

રખડતા ઢોર જાહેર રોડ પર અડિંગો જમાવીને બેઠેલા હોય છે, શ્રવણ ટોકિઝ રોડ પર રખડતા ઢોરનો સૌથી વધુ ત્રાસ, મ્યુનિ.એ કોઈ કારણોસર રખડતા ઢોર પકડવાની કાર્યવાહી અટકાવી દીધી છે, સુરેન્દ્રનગરઃ શહેરમાં અનેક વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. આ અંગે મ્યુનિ.કોર્પોરેશનમાં રજુઆત કરવા છતાંયે કોઈ પગલાં લેવામાં આવતા નથી. રખડતા ઢોર શહેરના […]

ઝાલાવાડ પંથકના 6 ડેમ ઓવરફ્લો, 5 ડેમ 70 ટકાથી વધુ ભરાયા

સુરેન્દ્રનગર શહેરમાં પાણીની સમસ્યાનો અંત, તમામ તાલુકામાં સરેરાશ જે પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો, નાયકા ડેમમાંથી અંદાજે 54,000 ક્યુસેક પાણી છોડાયુ સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં પ્રથમ વરસાદે જિલ્લાના 11 ડેમમાંથી 6 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. બાકીના 5 ડેમો 70 ટકાથી વધુ ભરાઈ ગયા છે. જેમાં નાયકા, ધોળીધજા, સબુરી, વાંસલ, થોરીયાળી અને વડોદ ડેમ પ્રથમ વરસાદે […]

સુરેન્દ્રનગરના ગુગલીયાના ખાતે 2700 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા, મે. શિવ ઇન્‍ડસ્‍ટ્રીઝથી કૂલ 4 નમૂના અને મે. મહેશ્વરી પ્રોડક્ટસથી એક નમૂનો લેવાયો, ઘી બનાવવા માટે બટર તેમજ રીફાઇન્‍ડ પામોલીન ઓઇલનો ઉપયોગ કરાતો હતો ગાંધીનગરઃ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમનના અધિકારીઓએ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના ગુલીયાના ખાતે આવેલાના બે એકમો પર દોરોડા પાડીને 2700 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code