1. Home
  2. Tag "Surendranagar District"

ઝાલાવાડ પંથકમાં સમયાંતરે પડતા વરસાદને લીધે કપાસના તૈયાર થયેલા પાકને નુકશાન

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં આ વખતે કપાસનું રેકોર્ડબ્રેક વાવેતર થયું હતું. અને શરૂઆતથી માફકસરના વરસાદને લીધે કપાસનો પાક સારોએવો ફાલ્યો છે. જેના લીધે ખેડુતો પણ ખૂશખૂશાલ હન્યા હતા. ત્યાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદના સમયાંતરે વરસાદના ભારે ઝાપટાં પડી રહ્યા હોવાથી કપાસના તૈયાર થયેલા પાકને નુકશાન થઈ રહ્યું છે. ખેડુતો હવે મેઘરાજાને વિદાય માટે વિનવી રહ્યા છે. […]

સુરેન્દ્રનગર જિલ્લાના વન કર્મચારીઓ પડતર પ્રશ્નેના ઉકેલ માટે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના વન વિભાગનાં વનપાલ, વનરક્ષક સહિતનાં કર્મચારીઓ ગ્રેડ-પે, રજા પગાર, પોલીસને આપવામાં આવેલા લાભો જેવા લાભો વન વિભાગનાં કર્મચારીઓને આપવા વિગેરે જેવી પડતર માંગણીઓના ઉકેસ માટે  અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. જિલ્લાનાં 200થી વધુ વનકર્મચારીઓ આ હડતાળમાં જોડાતા  જંગલો, ઘાંસની વીડીઓ, ઘુડખર અભ્યારણ્ય હાલમાં રેઢા થઈ ગયા છે. ત્યારે વન કર્મચારીઓનાં પ્રશ્નોનું […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડુતોએ સારા ભાવ મળવાની આશાએ 4 લાખ હેક્ટર જમીનમાં કર્યું કપાસનું વાવેતર

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પર મેઘરાજા મહેરબાન થયા હોય તેમ સારોએવો વરસાદ પડ્યો છે. જિલ્લામાં ચોમાસાના આગમન પહેલા જ ખેડૂતોએ આગોતરા વાવેતરથી વાવેતરની શરૂ કરી દીધી હતી. જિલ્લામાં તા. 8ઓગસ્ટ સુધીમાં સિઝનનો 55 ટકા વરસાદ વરસ્યો છે. તેની સામે ખેડૂતોએ 92 ટકા જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરી દીધુ છે. જિલ્લામાં 6,24,546 હેકટર જમીન વાવેતર લાયક છે. જેમાંથી […]

ઝાલાવાડ પર મેઘરાજા થયા મહેરબાન, વઢવાણમાં બે કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં પણ મેઘરાજા મહેરબાન થયા હોય તેમ સાર્વત્રિક વરસાદ પડ્યો છે.ચોમાસા દરમિયાન અત્યાર સુધી પ્રમાણમાં ઓછો વરસાદ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવાર સવારથી મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. સમગ્ર જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. વઢવાણમાં બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આ સિવાય ધ્રાંગધ્રામાં સાડા ત્રણ ઇંચ, લીંબડીમાં […]

સુરેન્દ્રનગર જિલ્લાના 24 સ્થળોએ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, કલેક્ટરનું જાહેરનામું

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં 24 સ્થળોએ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ અગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લામાં આવેલા કુલ-24 પ્રતિબંધિત વિસ્તારોની સુરક્ષા જાળવવી જરૂરી જણાતા પોલીસ અધિક્ષકના પત્ર સાથેની યાદી મુજબના જિલ્લામાં આવેલા કુલ-24 પ્રતિબંધિત વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ ડ્રોન નહી ઉડાવવા “નો ડ્રોન” ઝોન જાહેર કરવામાં […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરરીતિ પ્રકાશમાં આવતા 27 રેશનિંગની દુકાનોના લાયસન્સ રદ કરાયા

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રેશનિંગના કેટલાક દુકાનદારો દ્વારા કરાતી ગેરરીતિ પ્રકાશમાં આવતા 27 જેટલાં દુકાનદારોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. આ કૌભાંડમાં પુરવઠા વિભાગનો આઉટસોર્સથી કામ કરતો કારકૂન પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. જે ગ્રાહકો અનાજ લેવા માટે આવતા નહતા તેમના નામે ઓટીપી પાડીને કૌભાંડ આચરવામાં આવતું હતું. આ મામલે અનેક ફરિયાદો ઊઠી હતી. પરંતુ જિલ્લાના […]

સુરેન્દ્રનગર જિલ્લાના 11 જળાશયોના તળિયા દેખાયાં, પાણીની સમસ્યાના એંધાણ

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક શહેરો-નગરોમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા સર્જાય છે. જો કે, પાણીની સમસ્યા હળવી કરવા માટે સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે.  દરમિયાન સુરેન્દ્રનગર જીલ્લાના 11 ડેમોના તળિયા દેખાઈ રહ્યાં છે. જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન 15 ગામના લોકોએ ભેગા મળીને સુકાતા ડેમોમાં […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ખુબ જ નીચી ઉંચાઇએ હેલિકોપ્ટર ઉડતું જોતા લોકોમાં કૂતુહલ સર્જાયું

સુરેન્દ્રનગર :  જિલ્લામાં આજે એક હેલિકોપ્ટરએ નીચી ઉંચાઈએ ઉડતું જોતા લોકોમાં કૂતુહલ સર્જાયુ હતુ. અને આકાશમાં હેલિકોપ્ટરને નિહાળવા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. આકાશમાં હેલિકોપ્ટરના ચક્કરથી લોકોમાં થોડો ગભરાટ પણ ફેલાયો હતો. જિલ્લાના તંત્રએ આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, હેલિકોપ્ટર દ્વારા ઝાલાવાડની જમીનનો સર્વે કરવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રનગર શહેર અને […]

ઝાલાવાડ પંથક વીજળી ચોરીમાં અવલ નંબરે, મહિનામાં રૂ.3.76 કરોડની વીજચોરી પકડી

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના ચોરી બેરોકટોક થતી હોવાની ફરિયાદો ઊઠી હતી. પીજીવીસીએલ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વીજચોરી સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. વીજકંપનીએ જાન્યુઆરી માસ દરમિયાન સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં સઘન વીજચેકિંગ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના દરેક જિલ્લા પૈકી સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાંથી 3.76 કરોડ રૂપિયાની વીજચોરી માત્ર જાન્યુઆરી માસ દરમિયાન જ પકડવામાં […]

ઝાલાવાડ પંથકમાં પશુઓમાં લમ્પી સ્ક્રિન ડિસીઝ, રોગચાળાથી પશુપાલકો ચિંતિત

સુરેન્દ્રનગર:  રાજ્યમાં એકબાજુ કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટની દહેશતથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, તેવામાં કેરળમાં કહેર વરસાવનારા પશુઓના લમ્પી સ્ક્રિન ડીસીઝ રોગએ ઝાલાવાડમાં દેખા દેતા તંત્ર દોડતું થયુ છે. જોકે જિલ્લાના વેટનરી તબીબો પશુ રોગને વાયરલ રોગ ગણાવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગાયોમાં એક ભયંકર રોગ ફાટી નીકળ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code