1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગર એન્કાઉન્ટર કેસમાં હવે પોલીસ કર્મીઓને જાતે જ કેસ લડવા પડશે, સરકાર કેસ નહીં લડે

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ વિસ્તારમાં કુખ્યાત ગેંગસ્ટર હનિફખાન અને તેના સગીર વયના દીકરાનું પોલીસે એન્કાઉન્ટર કરાતા આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જેની સુનાવણી દરમિયાન સરકાર તરફથી એવી રજુઆત કરાઇ હતી કે આ બનાવ અંગે રિપોર્ટ આજે સવારે જ મળ્યો છે તે અંગે સોગંદનામુ કરવા સમયની જરૂર છે. સાથે એવી પણ રજૂઆત કરાઈ હતી કે એન્કાઉન્ટરમાં સમાવિષ્ટ પોલીસ […]

સુરેન્દ્રનગર: ચુડા ગામની મામલતદાર કચેરી ખાતે સાત વ્યક્તિ કોરોના પોઝિટિવ

સુરેન્દ્રનગરના ચૂડામાં કોરોનાના કેસ ગામે ગામ હવે કોરોનાના કેસ હોય તેવી સ્થિતિ ચુડા ગામની મામલતદાર કચેરી ખાતે સાત વ્યક્તિ કોરોના પોઝિટિવ સુરેન્દ્રનગર: કોરોના હવે રાજ્યના દરેક ગામડા અને દરેક ખૂણામાં પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ચુડા તાલુકામાં નાયબ મામલતદાર સહિત બે ક્લાર્ક અને બે ઓપરેટર કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. […]

સુરેન્દ્રનગરઃ ગાંજાની હેરાફેરી કરતી મહિલા ઝડપાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી ઉપર અને તેના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસે તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન સુરેન્દ્રનગરમાં ગાંજાની હેરાફેરી કરનારી મહિલાને પોલીસે ઝડપી લીધી હતી. તેની પાસેથી 50 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર પાંચ હનુમાન મફતીયાપરામાં રહેતી નિલબેન અબ્દુલ નામની મહિલા ગાંજાનું વેચાણ કરતી હોવાની […]

સુરેન્દ્રનગરઃ 395 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 8253 ક્વિંટલ મગફળીની ખરીદી

જિલ્લામાં છ કેન્દ્રો ઉપર ખરીદી 6 હજાર ખેડૂતોએ ઓનલાઈન કરાવી નોંધણી સૌથી વધુ મૂળી તાલુકાના 153 ખેડૂતો મગફળી આપી અમદાવાદઃ ગુજરાતમાં સરકાર દ્વારા ખેડૂતોને મગફળીના પુરતા નાણા મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં 395 ખેડૂતો પાસેથી સરકારે 8253 ક્વિંટલ મગફળીની ખરીદી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. […]

પોલીસની બંદુક બોલીઃ બે ગુનેગાર એન્કાઉન્ટરમાં ઠાર, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર

અમદાવાદઃ સુરેન્દ્રનગરના માલવણ નજીક પોલીસ એન્કાઉન્ટમાં કુખ્યાત ગુનેગાર એવા પિતા-પુત્રને ઠાર મરાયાં હતા. અંનેક ગુનામાં સંડોવાયેલા પિતા-પુત્રને પકડવા ગયેલી પોલીસ ઉપર આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. એટલું જ નહીં પુત્રએ પોલીસ અધિકારી ઉપર ધારિયા વડે હુમલો કર્યો હતો. જેથી પોલીસે સ્વ-બચાવમાં કરેલા ગોળીબારમાં કુખ્યાત ગુનેગાર પિતા-પુત્રના મોત થયાં હતા. આ બનાવને પગલે મૃતકના પરિવારજનોએ પોલીસ ઉપર […]

સુરેન્દ્રનગરમાં મતદાર યાદી સુધારણા તાલીમ કાર્યક્રમનો શિક્ષકોએ બહિષ્કાર કર્યા બાદ મનાવી લેવાયાં

સુરેન્દ્રનગરઃ રાજ્યના પ્રાથમિક શિક્ષકોને બાળકોને ભણાવવા ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓની ઈતર કામગીરી પણ સોંપવામાં આવતી હોય છે. સુરેન્દ્રનગર શહેરના રંભાબેન ટાઉન હોલ ખાતે વઢવાણ તાલુકાના બીએલઓની મતદારયાદી સુધારણાની શિક્ષકોને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદાર યાદી સુધારા, નવા ઉમેરવા, હાઉસ ટુ હાઉસ સર્વે સહિતની તાલીમ આપવાની હતી. પરંતુ બીએલઓની કામગીરીની સૂચના શિક્ષકોને વ્હોટ્સએપ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા જુદા અકસ્માતોમાં બેનાં મોત,બેને ઈજા

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં અકસ્માકોના બનાવો વધતા જાય છે.સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવોમાં બે લોકોનાં મોત નિપજ્યા હતા. અને 2 લોકોને ઈજાઓ પહોંચી હતી. લીંબડી-રાણપુર રોડ અને લીંબડી-સુરેન્દ્રનગર રોડ પર આ બંને અકસ્માત સર્જાયા હતા. પોલીસના સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના  લીંબડી-રાણપુર રોડ પર આવેલા પાંદરી ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો. જેમાં આઈશર ચાલકે બાઈકને […]

સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ડ્રાઈવર-કંડકટરની ઘટને લીધે 44 રૂટ્સ બંધ કરવા પડ્યાં

સુરેન્દ્રનગરઃ શહેરના એસટી ડેપોમાંથી બસની સુવિધા ન મળતી હોવાની વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોમાં અનેક ફરિયાદો ઉઠી છે. ત્યારે ડ્રાઈવરો અને કંડકટરોની અછતને કારણે એસટી બસના સંચાલનમાં અસર પડતા અંદાજે 44 ટ્રીપ બંધ હોવાનું બહાર આવ્યું હતું. જેથી જિલ્લાના 20થી વધુ ગામડાંઓમાં એસટી બસના દર્શન દુર્લભ બન્યા છે. અને આ બાબતે ડેપો મેનેજર દ્વારા પણ રાજકોટ વિભાગીય […]

સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોને રેશનિંગનો પુરવઠો ન ફાળવાતા ગ્રાહકોને મુશ્કેલી

સુરેન્દ્રનગરઃ  જિલ્લાની 540થી વધુ સસ્તા અનાજની દુકાનોએ છેલ્લાં 15 દિવસથી અનાજનો પુરવઠો ન આવતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં દુકાનધારકોએ પૈસા ભરી દીધા હોવા છતાં પુરવઠો ન આવતા ગ્રાહકો સાથે ઘર્ષણમાં ઉતરવાના બનાવો બનતા રોષની લાગણી ફેલાઇ જવા પામી છે. આમ સર્વર ડાઉન થતાં તહેવારો ટાણે તેલ અને ચોખાનો જથ્થો મોડો આવ્યા બાદ […]

સુરેન્દ્રનગરના વેળાવદર ગામે વીજળી પડતા સાત પશુઓના મોત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં પણ સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના વેળાવદર ગામે વીજળી પડતા સાત પશુઓના મોતથી ચકચાર મચી જવા પામી છે. આ ગોઝારી ઘટનામાં પાંચ ગાય, ત્રણ ભેંસ અને બે વાછરડાના મોતથી પશુપાલકોમાં ચિંતાની લાગણી ફેલાવા પામી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના વેળાવદર ગામે વીજળી પડતા સાત પશુઓના મોતથી ચકચાર મચી જવા પામી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code