1. Home
  2. Tag "surrender"

છત્તીસગઢમાં 208 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું, ઉત્તર બસ્તર લાલ આતંકથી મુક્ત થયું

નવી દિલ્હી: છત્તીસગઢમાં પોલીસને નક્સલવાદીઓ સામે મોટી સફળતા મળી છે. એક સાથે 208 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં 110 મહિલાઓ અને 98 પુરુષોનો સમાવેશ થાય છે, જે પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી) સંગઠનના વિવિધ રેન્કનું પ્રતિનિધિત્વ કરે છે. બધા નક્સલીઓએ 153 હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું છે. હકીકતમાં, સરકારે છત્તીસગઢમાંથી નક્સલવાદીઓનો ખાત્મો શરૂ કરી દીધો છે. […]

અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગોંડલની કોર્ટમાં સરેન્ડર કર્યુ, કોર્ટનો જુનાગઢની જેલમાં મોકલવા આદેશ

કોર્ટના પરિસરમાં અનિરૂદ્ધસિંહના સમર્થકો ઉમટી પડ્યા, સુપ્રીમ કોર્ટે સ્ટે ઉઠાવી લેતા અનિરૂદ્ધસિંહે આત્મ સમર્પણ કર્યુ, અનિરૂદ્ધસિંહને લઈને પોલીસનો કાફલો જુનાગઢ જવા રવાના રાજકોટઃ ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાએ આજે ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતુ. સુપ્રીમ કોર્ટે એક દિવસ પહેલા આપેલા સ્ટેને આજે પરત ખેંચી લેતા […]

રાજસ્થાન હાઈકોર્ટે આસારામના વચગાળાના જામીન લંબાવવાનો ઇનકાર કર્યો, 30 ઓગસ્ટ સુધીમાં સરેન્ડર કરવું પડશે

જોધપુર જાતીય શોષણ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમના વચગાળાના જામીન લંબાવવાનો ઇનકાર કર્યો હતો. આ નિર્ણય અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ રિપોર્ટના આધારે આપવામાં આવ્યો હતો. હવે આસારામે 30 ઓગસ્ટ સુધીમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં સરેંન્ડર કરવું પડશે. રાજસ્થાન હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે મેડિકલ રિપોર્ટ […]

પાકિસ્તાને શરણાગતિનો સફેદ ઝંડો લહેરાવ્યો, ત્યારે ભારતે ઓપરેશન સિંદૂર મુલતવી રાખ્યું: કેન્દ્રીય મંત્રી

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ અંગે વિપક્ષ સરકાર પર સવાલ ઉઠાવી રહ્યો છે. આ સંદર્ભમાં, બુધવારે (18 જૂન, 2025) કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ટ્વિટર પર વિદેશ સચિવનો એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે તેમનું નિવેદન ખૂબ જ સ્પષ્ટ છે. ભારતના ઇરાદા પર સવાલ ઉઠાવનારાઓને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. તેમણે આગળ લખ્યું કે જ્યારે પાકિસ્તાને શરણાગતિનો સફેદ […]

છત્તીસગઢના છ મહિલા સહિત નવ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા દળો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન તાજેતરમાં જ સુરક્ષા દળોએ છત્તીસગઢમાં 30થી વધારે નક્સલવાદીઓને ઠાર માર્યાં હતા. તેમજ મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યાં છે. બીજી તરફ નક્સલવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન તેજ કરવામાં આવ્યું છે. ત્યારે છત્તીસગઢમાં છ મહિલા સહિત નવ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું […]

મહારાષ્ટ્રઃ 11 માઓવાદીઓએ મુખ્યમંત્રી સમક્ષ આત્મસમર્પણ કર્યું

મુંબઈઃ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ કટ્ટર નેતા સહિત 11 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગઈકાલે નવા વર્ષનો પહેલો દિવસ ગઢચિરોલીમાં વિતાવ્યો હતો. આ માઓવાદીઓમાં આઠ મહિલાઓ અને ત્રણ પુરૂષો છે. મહારાષ્ટ્રમાં તેમના પર એક કરોડ રૂપિયાથી વધુનું ઈનામ જાહેર કરાયું હતું. છત્તીસગઢ સરકારે તેમના પર ઈનામની જાહેરાત પણ કરી હતી. આ માઓવાદીઓને […]

અરવિંદ કેજરીવાલ ફરી તિહાર પહોંચ્યા, આત્મસમર્પણ કરતા પહેલા રાજઘાટ ગયા

નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલીસી સાથે જોડાયેલા એક કેસમાં જેલવાસ ભોગવી રહેલા અરવિંદ કેજરિવાલે વચગાળાના જામીન પૂર્ણ થતા આજે તિહાર જેલમાં સરેન્ડર કર્યું હતું. આ પહેલા તેમણે સોશિયલ મીડિયા ઉપર આમ આદમી પાર્ટી અને દિલ્હીની જનતાને લઈને સંદેશ લખ્યો હતો. તિહાર જેલમાં સરેન્ડર કરતા પહેલા રાજઘાટ અને હુમાનજી મંદિર ગયા હતા. આમ આદમી પાર્ટી (AAP)ના […]

કેજરિવાલને 2 જૂનના રોજ સરન્ડર કરવું પડશે, સુપ્રીમ કોર્ટે અરજીની તાત્કાલિક સુનાવણીનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ દિલ્હીની એક્સાઈઝ પોલિસીના મામલે સીએમ અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. કેજરીવાલના વચગાળાના જામીન 7 દિવસ સુધી વધારવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે નહીં. જેથી તેમને 2 જૂનના રોજ જેલમાં હાજર થવું પડશે. સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ અરવિંદ કેજરિવાલની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમજ નોંધ્યું હતું કે, […]

વિજ્ય દિવસઃ 1971ના યુદ્ધમાં ભારતની સામે પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ કર્યું હતું આત્મસમર્પણ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ચાર જેટલા યુદ્ધ થયાં છે, તમામ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને મહાત આપી છે. વર્ષ 1971માં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં ભાજપનો વિજ્ય થયો હતો અને પાકિસ્તાનમાંથી અલગ થઈને બાંગ્લાદેશનો ઉદય થયો હતો. જેથી સમગ્ર ભરતમાં 16 ડિસેમ્બર 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર […]

સંસદમાં સુરક્ષા ચૂકઃ મુખ્ય સુત્રચાર લલિત ઝાએ પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ, તપાસમાં ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હીઃ દેશમાં લોકશાહીનું ઘર ગણાતા સંસદભવનમાં તાજેતરમાં જ કેટલાક વ્યક્તિઓને ઘુસીને ભયનો માહોલ ઉભો કર્યો હતો. આ બનાવને પગલે સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત બનાવવામાં આવી છે. સુરક્ષા ચૂક મામલે 8થી વધારે સુરક્ષા જવાનોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. દરમિયાન સમગ્ર પ્રકરણના માસ્ટર માઈન્ડ મનાતા લલિત ઝાએ દિલ્હી પોલીસ સમક્ષ સરન્ડર કર્યું હતું. લલિતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code