1. Home
  2. Tag "Suspended"

બીએસપીએ પાર્ટી વિરોધી પ્રવૃતિ બદલ સાંસદ દાનિશ અલીને કર્યા સસ્પેન્ડ

લખનૌઃ બહુજન સમાજ પાર્ટીએ અમરોહાના સાંસદ દાનિશ અલીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હોવાનું જાણવા છે. પાર્ટીએ કહ્યું છે કે તેમને સસ્પેન્ડ કરવા પાછળનું કારણ પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી છે. અમરોહાના સાંસદ દાનિશ અલી વિરુદ્ધ દિલ્હીના બીજેપી સાંસદ રમેશ બિધુરીએ લોકસભામાં વાંધાજનક ટીપ્પણી કરતા રાજકીય માહોલ ગરમાયો હતો.   બહુજન સમાજ પાર્ટીએ પોતાની તરફથી જારાયેલા કરાયેલા […]

CMના સંબોધન દરમિયાન ભૂજના ચીફ ઓફિસર ઊંઘતા હોવાનો વિડિયો વાયરલ થતા સસ્પેન્ડ કરાયાં

ભૂજઃ શહેરની નગરપાલિકામાં છેલ્લા 14 માસથી ચીફ ઓફિસર તરીકેની ફરજ બજાવતા જીગર પટેલને ગઈકાલે શનિવારે ભુજમાં યોજાયેલા મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમમાં ઊંઘી જવું ભારે પડ્યું છે. કલાસ 1 અધિકારીની આ ક્ષતિ બદલ તેમને રાજ્ય સ્તરેથી ફરજ મોકુફ કરવામાં આવ્યાં છે. આ સરકારી બાબુને બે ઘડીની ઊંઘ તેની નોકરી માટે ખતરારૂપ સાબીત થઈ છે. શનિવારે ભૂજના ટાઉનહોલમાં […]

PMJAY –MA યોજના અંતર્ગત નાણાકીય ગેરરીતિ આચરતી સુરતની ત્રણ હોસ્પિટલ્સ સસ્પેન્ડ

અમદાવાદઃ આયુષ્માન ભારત “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના સરકારની ફ્લેગશિપ સ્કીમ હોઈ યોજના અંતર્ગત લાભાર્થીઓ માત્ર સરકારી જ નહિ પરંતુ સંલગ્ન ખાનગી હોસ્પિટલોમાં પણ લાભ મેળવી શકે છે. આયુષ્માન કાર્ડ હેઠળ પાંચ લાખ સુધીની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે. સુત્રોના જણાવ્યા અનુસાર “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU) અને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ OICLની ટીમ દ્વારા સુરતની […]

બી જે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં દોષિત ત્રણ સિનિયર્સ વિદ્યાર્થીઓને 2-3 ટર્મ માટે સસ્પેન્ડ કરાયા

અમદાવાદઃ શહેરની બી. જે. મેડિકલ કોલેજમાં રેગિંગ ઘટના બન્યા બાદ મામલે 7 જુનિયર તબીબી વિદ્યાર્થીઓએ  સિનિયર વિદ્યાર્થીઓ  વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. આ મામલે બી. જે. મેડિકલ કોલેજમાં તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટી બનાવવામાં આવી હતી. જેમાં કમિટીએ તપાસ બાદ રેગિંગ કરનારા  રેસિડેન્ટ ડોક્ટર પૈકી 2 ડોક્ટરને 3 ટર્મ અને એક રેસિડેન્ટ ડોક્ટરને 2 ટર્મ માટે સસ્પેન્ડ […]

મોરબી પુલ દૂર્ઘટનાઃ બેદરકારી બદલ નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરાયાં

અમદાવાદ: મોરબીમાં પુલ તડવાની ઘટનામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. દરમિયાન સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. બેદરકારી બાબતે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મોરબીનો ઝૂલતો પૂલ તુટવાની ઘટનામાં રાજ્યના શહેરી વિકાસ વિભાગે મહત્વનું પગલુ […]

મોરબી દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં, બેટ દ્વારકામાં ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓ મામલે 25 બોટ સસ્પેન્ડ

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે, તેમજ આવી ફરીથી અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિવિધ પુલ સહિતના સ્થળોને લઈને પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન બેટદ્વારકા ખાતે પ્રવાસીઓને લઈને જતી બોટોમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન ક્ષમતા કરતા પ્રવાસીઓને લઈ જવા માટે 25 જેટલી બોટને સસ્પેન્ડ કરવામાં આવી છે. […]

ગુજરાત ભાજપના નેતાને આપ સાથે સંબંધ રાખવાનું ભારે પડ્યું, પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ

અમદાવાદઃ ગુજરાત ભાજપને શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે. અને એટલે જ પાર્ટી લાઈન ક્રોસ કરાવામાં કાર્યકર્તાઓથી લઈને નેતાઓ ડરતા હોય છે. ભાજપમાં અશિસ્ત દાખવનારાને સસ્પેન્ડ કરવાના નિર્ણયો પણ ઝડપથી લેવાતા હોય છે. ભાજપના જિલ્લા પૂર્વ મહામંત્રી કિશનસિંહ સોલંકીને આમ આદમી પાર્ટી સાથે સંબંધ રાખવાનું ભારે પડ્યું છે. કિશનસિંહએ પંજાબના સીએમ અને આપ’ના નેતા ભગવંતસિંહ માન […]

લોકસભાઃ કોંગ્રેસના ચાર સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હીઃ લોકસભામાં કોંગ્રેસના ચાર સાંસદોને સસ્પેન્ડ કર્યાં છે. કોંગ્રેસના સાંસદ જ્યોતિર્મણિ, રામ્યા હરિદાસ, મણિકમ ટાગોર અને ટીએમ પ્રતાપનને લોકસભામાં હંગામો મચાવવા સબબ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે, તેમજ લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી. ચોમાસુ સત્રના છઠ્ઠા દિવસ એટલે કે સોમવારે સ્પીકરએ ગૃહમાં પ્રદર્શન કરી રહેલા સાંસદોને અંતિમ ચેતવણી આવી […]

અમદાવાદમાં વેપારીને ધમકાવીને 4.50 લાખનો તોડ કરનારા બે પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

અમદાવાદઃ શહેરમાં વેપારીના ઘરે જઈને ધમકી આપીને તોડ કરનારા મણીનગર પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલ  સામે તપાસ હાથ ધરી બન્નેને સસ્પેન્ડ કરાયા છે.  દરમિયાનમાં આ મામલે પુરાવા કે ડિવીઝન એસીપીએ મેળવી લેતા આ કિસ્સામાં ગુનો નોધાયો હતો. બે પોલીસ કોન્સ્ટેબલ વિરુધ્ધમાં 448, 465, 201, 384, 323, 294 બી, 506 એ, 114 કલમો હેઠળ ગુનો નોધાયો […]

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનો દારૂકાંડ, મહિલા PSI સહિત 3 હેડ કોન્સ્ટેબલ અને 1 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયાં

રાજકોટઃ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ફરીવાર તોડકાંડમાં વિવાદમાં આવી છે. શહેરની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અગાઉ આચરવામાં આવેલા ‘તોડકાંડ’ના પડઘા હજુ શમ્યા નથી ત્યાં ક્રાઇમ બ્રાન્ચે હવે ‘દારૂકાંડ’માં વિવાદમાં આવી છે. શહેર ક્રાઈમ બ્રાન્ચના કેટલાક પોલીસ કર્મચારીઓ શહેરથી 80 કિ.મી દુર આવેલા સાયલા વિસ્તારમાં હાઈવે પર દારૂ ભરેલી ટ્રકનું અપહરણ કરતા  પકડાયા હતા. આથી સુરેન્દ્રનગર જિલ્લાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code