1. Home
  2. Tag "Syllabus"

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ શરૂ કરાશે

ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને આપી મંજુરી ટેકનોલોજી ફેકલ્ટીમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી કોર્ષ શરૂ કરાશે વિદ્યાર્થીઓ એરક્રાફ્ટ ડિઝાઇન, સંરક્ષણ ટેકનોલોજી ક્ષેત્રે કારકિર્દી બનાવી શકશે વડોદરાઃ શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને એરોસ્પેસ એન્જિનિયરિંગમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી કોર્સ શરૂ કરવા માટે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા ઔપચારિક મંજૂરી આપવામાં આવી છે. નવા શૈક્ષણિક સત્રથી આ કોર્ષ […]

આયુર્વેદ અને હૉમિયોપેથી અભ્યાસક્રમમાં ચોથા રાઉન્ડ માટે ચૉઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરાઈ

અમદાવાદઃ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અનુ-સ્નાતક કક્ષાના આયુર્વેદ અને હૉમિયોપેથી અભ્યાસક્રમમાં ચોથા રાઉન્ડ માટે ચૉઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આજથી 25 નવેમ્બરે સવારના 11 વાગ્યા સુધી ઉમેદવારો ચોઈસ ફિલિંગ કરી શકશે. જ્યારે 25મીએ બપોરે 2 વાગ્યા બાદ ચોઈસ ફિલિંગ કરી હોય તેવા ઉમેદવારો પોતાની ચોઈસ જોઈ શકશે. […]

કર્મયોગી ભારતના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાઈ, નવા ફોજદારી કાયદા પર અભ્યાસક્રમ શરૂ

મુંબઈઃ કર્મયોગી ભારતના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 12મી બેઠક મુંબઈમાં યોજાઈ હતી. બોર્ડે iGOT કર્મયોગી પ્લેટફોર્મ પર એક કરોડ કોર્સ નોંધણી અને 1,000 થી વધુ અભ્યાસક્રમોના ડબલ માઇલસ્ટોનને સ્વીકાર્યું. બોર્ડે પ્લેટફોર્મ માટે NITI સાથેના રાજ્યોના સહયોગની પ્રશંસા કરી, જે બ્લોક સ્તર અને જિલ્લા સ્તરે ક્ષમતા-નિર્માણ પહેલ કરવા સક્ષમ ક્યુરેટેડ પ્રોગ્રામ્સના મહત્વ પર ભાર મૂકે છે. કર્મચારી, […]

NCERTના ધોરણ VII ના અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકના એક પ્રકરણનો સમાવેશ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર એક પ્રકરણ ‘આપણા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ’ આ વર્ષથી રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) ના ધોરણ VII ના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવેલી આ પહેલનો હેતુ શાળાના બાળકોમાં દેશભક્તિ, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને હિંમત અને બલિદાનના મૂલ્યો […]

અભ્યાસક્રમમાંથી મુઘલ ઈતિહાસ હટાવાયો, બાળકો પરનો બોજ ઓછો કરવા પુનરાવર્તિત વસ્તુઓ દૂર કરાઈઃ NCERT

લખનૌઃ યુપીમાં ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી મુઘલ ઈતિહાસના પ્રકરણો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NCERTએ ઈતિહાસના પુસ્તકમાંથી મુગલ દરબાર અને શાસક પ્રકરણ હટાવી દીધું છે. આ સિવાય 11મા ધોરણમાંથી કેટલાક ચેપ્ટર પણ હટાવવામાં આવ્યા છે. હવે NCERT ચીફે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, બાળકો પરનો બોજ ઓછો કરવાનો હતો તેથી પુનરાવર્તિત વસ્તુઓ દૂર કરવામાં આવી […]

‘પરીક્ષા પે ચર્ચા’ માત્ર અભ્યાસક્રમની પરીક્ષા માટે નહીં, જીવનની પ્રત્યેક પરીક્ષા માટે પથદર્શક છે : રાજ્યપાલ

અમદાવાદઃ એક શિક્ષક અને મનોવૈજ્ઞાનિક જેટલી નિપુણતાથી યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ભારત અને વિદેશના લાખ્ખો છાત્રો, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદાત્મક ‘પરીક્ષા પે ચર્ચા’ કરી.  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં ગાંધીનગરની શાળાઓના બાળકો સાથે બેસીને આ રસપ્રદ સંવાદનું જીવંત પ્રસારણ માણ્યું હતું. દરમિયાન રાજ્યપાલે જણાવ્યું હતું કે, ‘પરીક્ષા પે ચર્ચા’ માત્ર અભ્યાસક્રમની પરીક્ષા માટે […]

ઉત્તરપ્રદેશની મદરેસામાં વિદ્યાર્થીઓને NCERTનો અભ્યાસક્રમ ભણાવવામાં આવશે

લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓ માટે સારી શિક્ષણ વ્યવસ્થા માટે અભ્યાસક્રમમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. યુપી મદરસા બોર્ડે તાજેતરમાં આ અંગે એક બેઠક યોજી હતી. બેઠક બાદ બોર્ડે મદરેસાઓમાં NCERT અભ્યાસક્રમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડના અધ્યક્ષ ડો.ઇફ્તિખાર જાવેદે જણાવ્યું હતું કે, મૂળભૂત શિક્ષણ વિભાગની જેમ NCERT પુસ્તકો તબક્કાવાર […]

ગુજરાત યુનિવર્સિટીમાં ફોરેન ટ્રેડ- એકસ્પોર્ટ MBAનો અલાયદો અભ્યાસક્રમ શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવ્યા બાદ રોજગારી મળી રહે તેવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં નવો અભ્યાસક્રમ શરૂ કરવા માટે યુનાઈટેડ નેશન ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ અને મીનિસ્ટ્રી ઓફ કોમર્સ સાથે MoU કરવામાં આવ્યા છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને દેશ અને વિદેશમાં ફોરેન ટ્રેડ – એક્સપોર્ટ અને ગ્લોબલ એજન્સીઓ અંગે અભ્યાસ […]

વિભાજન વિભિષિકા દિવસ અંગે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં દાખલ કરવા માંગણી

લખનૌઃ યુપીના ભાજપના રાજ્યસભા સાંસદ હરનાથ સિંહ યાદવે ઈતિહાસના પુસ્તકોમાં વિભાજન વિભિષિકા દિવસ (14 ઓગસ્ટ)નો સમાવેશ કરવાની માંગ કરી છે. આ અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘મારી દૃષ્ટિએ વિશ્વની સૌથી ઘાતકી ઘટનાની માહિતી ભારતની વર્તમાન અને ભાવિ પેઢીને આપવી જોઈએ. આ માટે ઈતિહાસના અભ્યાસક્રમમાં વિભાજનની ભયાનકતાને […]

NCERT: ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સંબંધિત વિષયને દૂર કરવાનો નિર્ણય

નવી દિલ્હીઃ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ ધો. 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સાથે જોડાયેલ પાઠ્યસામગ્રીને હટાવી હોવાનું જાણવા મળે છે. અભ્યાસક્રમમાંથી ઈમરજન્સી સહિતના કેટલાક વિવાદીત સામગ્રી પણ પુસ્તકમાંથી દૂર કરવામાં આવ્યો છે. ગુજરાતના રમખાણોની સાથે-સાથે નક્સલવાદી ચળવળનો ઈતિહાસ અને ઈમરજન્સી દરમિયાનના વિવાદને પણ પુસ્તકમાંથી હટાવી દેવાયો છે. NCERTએ જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય શિક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code