1. Home
  2. Tag "T20 world cup"

T20 વિશ્વકપઃ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઈનલ ઉપર વરસાદના વાદળો છવાયાં, ક્રિકેટ પ્રેમીઓ ચિંતામાં મુકાયાં

નવી દિલ્હીઃ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં આઈસીસી ટી20 વિશ્વકપ રમાઈ રહ્યો છે. સુપર એઈટનો મુકાબલો પૂર્ણ થયો છે અને ભારત, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા તથા ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પ્રવેશી છે. આવતીકાલે પ્રથમ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન તથા બીજી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ રમાશે. આ બંને મેચમાં જીતનાર ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે. દરમિયાન આવતીકાલે ભારત-ઈંગ્લેન્ડની સેમિફાઈનલને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે […]

ટી20 વિશ્વકપમાં અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, સેમિફાઈનલમાં મેળવ્યો પ્રવેશ

નવી દિલ્હીઃ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં રમાઈ રહેલા આઈસીસી ટી20 વિશ્વકપમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવીને ઈતિહાસ રચ્યો છે. રાશિદ ખાનની આગેવાનીમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું છે. આ જીત સાથે અફઘાનિસ્તાન સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનું સેમીફાઈનલ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. આ રીતે ભારત સિવાય અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાએ સેમીફાઈનલમાં જગ્યા બનાવી […]

T20 વર્લ્ડકપ: દક્ષિણ આફ્રિકાએ સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું, વેસ્ટ ઈન્ડિઝ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાયું

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8ની પ્રથમ મેચ 24 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ જીત નોંધાવી હતી. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ T20 વર્લ્ડકપની સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ICC T-20 વર્લ્ડ કપ 2024માં સુપર-8 મેચની 10મી મેચમાં સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને 3 વિકેટે હરાવ્યું […]

T20 વર્લ્ડકપમાંથી બહાર થયેલા પાકિસ્તાની ટીમનો ખેલાડી રઉફ પ્રશંસક સાથે બાખડ્યો, વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાંથી પાકિસ્તાનની ટીમ બહાર થઈ જતા ભૂતપૂર્વ ખેલાડીઓ અને પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. આ દરમિયાન ફાસ્ટ બોલર હરિસ રઉફનું એક પરાક્રમ સામે આવ્યું છે જેણે બધાને ચોંકાવી દીધા છે. હકીકતમાં, પાકિસ્તાનની શરમજનક હારથી ગુસ્સામાં રઉફ એક પ્રશંસક  સાથે હાથાપાઈ કરવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. તેનો […]

ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને T20 વર્લ્ડકપમાં ઈતિહાસ રચ્યો, ચાર મેડન ઓવર ફેંકનાર પ્રથમ બોલર બન્યો

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બીજા બોલર અને મેન્સ T20 વર્લ્ડ કપમાં એક જ સ્પેલમાં ચાર મેડન ઓવર ફેંકનાર પ્રથમ બોલર બની ગયા છે. સોમવારે, તેણે T20 વર્લ્ડ કપ 2024માં ન્યૂઝીલેન્ડની છેલ્લી ગ્રૂપ-સ્ટેજ મેચમાં પાપુઆ ન્યૂ ગિની સામે તેની 4 ઓવરમાં કોઈ રન આપ્યા વિના 3 વિકેટ લીધી હતી. આ […]

T20 વિશ્વ કપમાં પપુઆ ન્યૂ ગીનીને હરાવીને અફઘાનિસ્તાન ગ્રૂપ-Cના પોઈન્ટ ટેબલમાં ટોચ પર

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024માં ગ્રૂપ સ્ટેજની મેચમાં અફઘાનિસ્તાને પપુઆ ન્યુ ગીનીને સાત વિકેટે પરાજય આપી ગ્રૂપ-સીના પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગયું છે. પપુઆ ન્યુ ગીની 95 રને ઓલઆઉટ થયા બાદ અફઘાનિસ્તાને ત્રણ વિકેટે 101 રન નોંધાવી મેચ જીતી લીધી છે. અન્ય એક મેચમાં બાંગ્લાદેશે નેધરલેન્ડ્સને 25 રને પરાજય આપી ગ્રૂપ-ડીમાં બીજા સ્થાને […]

T20 વર્લ્ડ કપમાં યુએસએને હરાવીને ભારતીય ટીમ સુપર-8માં પહોંચી

T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે યુએસએને હરાવીને સુપર-8માં પ્રવેશ કર્યો છે. બુધવારે રમાયેલી T20 વર્લ્ડ કપની 25મી મેચમાં ભારતે યુએસએને સાત વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ સ્પર્ધામાં જીતની હેટ્રિક લગાવી છે. અમેરિકા સામે રમાયેલી આ મેચમાં જ્યારે અર્શદીપ સિંહ બોલથી ચમક્યો હતો, તો સૂર્યકુમાર યાદવે બેટ વડે મેદાનમાં ફટકો માર્યો હતો. […]

T20 વર્લ્ડ કપ: બાંગ્લાદેશ સામે દક્ષિણ આફ્રિકાનો સતત ચોથો વિજય

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ની 21મી મેચ સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશની વચ્ચે રમાઈ હતી. ન્યુયોર્કના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે બાંગ્લાદેશને હરાવીને સુપર-8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ વખતે સાઉથ આફ્રિકાની ટીમ સુપર-8માં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ મેચ લો સ્કોરિંગ હતી, જેમાં સાઉથ […]

T20 વિશ્વકપઃ ભારત સામેની હાર માટે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે બેસ્ટમેનોને જવાબદાર ગણાવ્યાં

T20 વર્લ્ડ કપ 2024માં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ હતી. આ મેચમાં જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગના કારણે ભારતીય ટીમે પાકિસ્તાનને છ રનથી હરાવ્યું હતું. વર્તમાન ટુર્નામેન્ટમાં સતત બીજી હાર બાદ પાકિસ્તાનના સુકાની બાબર આઝમએ જણાવ્યું હતું કે, સતત વિકેટ ગુમાવવાને કારણે તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ […]

ભારત અને પાકિસ્તાનની ટીમ આજે ન્યૂયોર્કમાં સામસામે ટકરાશે

T-20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન ટીમ ન્યૂયોર્કના મેદાનમાં સામ-સામે ટકરાશે.. આ આઠમી વાર બનશે,, કે ટી-20માં ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ,, એક બીજાનો સામનો કરશે.. આંકડા અને પ્રદર્શન પર ધ્યાન આપીએ,, તો ભારતીય ટીમનું પલ્લુ ભારે જોવા મળે છે.. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાન તેની પ્રથમ મેચમાં,, અમેરિકા સામે હારી ગયું હતું.. ભારતીય ટીમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code