1. Home
  2. Tag "T20 world cup"

T20 વર્લ્ડ કપ: બાંગ્લાદેશ સામે દક્ષિણ આફ્રિકાનો સતત ચોથો વિજય

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ની 21મી મેચ સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશની વચ્ચે રમાઈ હતી. ન્યુયોર્કના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે બાંગ્લાદેશને હરાવીને સુપર-8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ વખતે સાઉથ આફ્રિકાની ટીમ સુપર-8માં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ મેચ લો સ્કોરિંગ હતી, જેમાં સાઉથ […]

T20 વિશ્વકપઃ ભારત સામેની હાર માટે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે બેસ્ટમેનોને જવાબદાર ગણાવ્યાં

T20 વર્લ્ડ કપ 2024માં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ હતી. આ મેચમાં જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગના કારણે ભારતીય ટીમે પાકિસ્તાનને છ રનથી હરાવ્યું હતું. વર્તમાન ટુર્નામેન્ટમાં સતત બીજી હાર બાદ પાકિસ્તાનના સુકાની બાબર આઝમએ જણાવ્યું હતું કે, સતત વિકેટ ગુમાવવાને કારણે તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ […]

ભારત અને પાકિસ્તાનની ટીમ આજે ન્યૂયોર્કમાં સામસામે ટકરાશે

T-20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન ટીમ ન્યૂયોર્કના મેદાનમાં સામ-સામે ટકરાશે.. આ આઠમી વાર બનશે,, કે ટી-20માં ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ,, એક બીજાનો સામનો કરશે.. આંકડા અને પ્રદર્શન પર ધ્યાન આપીએ,, તો ભારતીય ટીમનું પલ્લુ ભારે જોવા મળે છે.. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાન તેની પ્રથમ મેચમાં,, અમેરિકા સામે હારી ગયું હતું.. ભારતીય ટીમે […]

T20 વિશ્વકપમાં ભારતનો વિજયથી આરંભ, આયરલેન્ડ સાથે આઠ વિકેટથી જીત

નવી દિલ્હીઃ T-20 ક્રિકેટ વર્લ્ડ કપ 2024માં ભારતે જીત સાથે શરૂઆત કરી છે. બોલરોના શાનદાર પ્રદર્શન બાદ રોહિત શર્માની અડધી સદી (52)ની મદદથી ભારતે આયરલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આયરલેન્ડ 16 ઓવરમાં 96 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જેના જવાબમાં ભારતે 12.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ભારતીય ટીમે T-20 વર્લ્ડ કપમાં […]

T20 વિશ્વકપઃ 5 જૂને ભારતીય ટીમનો આયર્લેન્ડ સામે મેચથી અભિયાનનો પ્રારંભ થશે

મુંબઈઃ T20 વર્લ્ડ કપ 2024 2 જૂનથી શરૂ થઈ રહ્યો છે. વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે 20 ટીમો વચ્ચે બરાબરીનો જંગ જામશે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા આયોજિત આ મેગા ઈવેન્ટની ફાઈનલ 29 જૂને રમાશે. ભારતને ટાઈટલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. IPL બાદ હવે લોકોનું ધ્યાન ટી20 વર્લ્ડ કપ 2024 પર છે. 2 જૂનથી […]

ભારતીય રણજી-IPLની પ્રશંસા કરનાર માઈકલ વોનની ટીકા કરનાર પાકિસ્તાની પત્રકારે માફી માંગી

નવી દિલ્હીઃ પાકિસ્તાની પત્રકાર ફરીદ ખાને સોશિયલ મીડિયા પર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનની માફી માંગી છે. થોડા દિવસ પહેલા જ ફરીદે વોનના દાવાની ટીકા કરી હતી કે IPLમાં રમવું એ પાકિસ્તાન સામે રમવા કરતાં ટી-20 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડના ખેલાડીઓ સારી તૈયારી કરી શકત. વોનની ટિપ્પણીનો જવાબ આપતા ફરીદે સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ક્રિકેટનું […]

T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને લઈને ઓસ્ટ્રેલિયાના આ પૂર્વે ક્રિકેટરે કરી ભવિષ્યવાણી..

નવી દિલ્હીઃ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ માટે અમેરિકા રવાના થઈ ગઈ છે. T20 વર્લ્ડ કપનું આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર કરાયું છે. આ ટુર્નામેન્ટ 2 જૂનથી શરૂ થઈ રહી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે તેના વિશ્વ કપ અભિયાનની શરૂઆત કરશે. આ પછી ભારત અને પાકિસ્તાનની ટીમો […]

T20 વિશ્વકપ પહેલા આ ઓલરાઉન્ડર ખેલાડીએ નિવૃત્તિની કરી જાહેરાત

નવી દિલ્હીઃ આગામી 2 જૂનથી વેસ્ટઈન્ડિઝ અને અમેરિકામાં ટી20 વિશ્વકપ શરૂ થઈ રહ્યો છે. આ પહેલા ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર સીન વિલિયમ્સએ ટી20 ફોર્મેટમાં નિવૃત્તિની જાહેરાત કરી છે. તાજેતરમાં બાંગ્લાદેશ સામે ટી20 સિરીઝમાં ઝિમ્બાબ્વેને 4-1થી પરાજ્યનો સામનો કરવો પડ્યો હતો. હવે આ પરાજ્ય બાદ વિલિયમ્સની નિવૃત્તિથી ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. જો કે, રિપોર્ટ […]

T20 વિશ્વકપને લઈને વેસ્ટ ઈન્ડિઝને આતંકવાદી હુમલાની પાકિસ્તાનથી મળી ધમકી

નવી દિલ્હીઃ વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની ધરતી ઉપર ટી20 વર્લ્ડકપની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન ક્રિકેટ વેસ્ટઈન્ડિઝને જૂન મહિનામાં ટી20 વિશ્વકપ દરમિયાન આતંકવાદી હુમલાની ધમકી મળી છે. ઉત્તર પાકિસ્તાનમાં હાજર આઈએસની અફઘાનિસ્તાન-પાકિસ્તાન બ્રાંચ એટલે કે આઈએસ-ખોરાસાન તરફથી આ ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ તરફથી કેરિબયન દેશોને નિશાન બનાવવાની ધમકી […]

T20 વિશ્વકપઃ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન

મુંબઈઃ આગામી ટી20 વર્લ્ડકપને લઈને ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કેપ્ટનશીવમાં ટીમ ઈન્ડિયા રમતી જોવા મળશે. જ્યારે હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટનશીપ કરતા જોવા મળશે. ટીમમાં બે વિકેટકીપર તરીકે ઋષભ પંત અને સંજૂ સેમસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કે.એસ.રાહુલને ટીમની બહાર કરવામાં આવ્યો છે. ટી20 વિશ્વકપની શરૂઆત જૂન મહિનામાં વેસ્ટઈન્ડિઝ-અમેરિકાના આયોજન હેઠળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code