
ભારત અને પાકિસ્તાનની ટીમ આજે ન્યૂયોર્કમાં સામસામે ટકરાશે
T-20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન ટીમ ન્યૂયોર્કના મેદાનમાં સામ-સામે ટકરાશે.. આ આઠમી વાર બનશે,, કે ટી-20માં ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ,, એક બીજાનો સામનો કરશે.. આંકડા અને પ્રદર્શન પર ધ્યાન આપીએ,, તો ભારતીય ટીમનું પલ્લુ ભારે જોવા મળે છે.. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાન તેની પ્રથમ મેચમાં,, અમેરિકા સામે હારી ગયું હતું.. ભારતીય ટીમે ટી-20 વર્લ્ડ કપની શરૂઆત,, આયરલેન્ડ સામે જીત સાથે કરી હતી.
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે પાકિસ્તાને તેની પ્રથમ મેચ અમેરિકા સામે રમી હતી, જેમાં તેને સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઈમાદ વસીમ ઈજાના કારણે અમેરિકા સામેની મેચમાં રમી શક્યો ન હતો. T20 વર્લ્ડ કપ 2024ની આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યે રમાશે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચૌહાણ, ચૌહાણ. અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
પાકિસ્તાન ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), સામ અયુબ, મોહમ્મદ રિઝવાન, આઝમ ખાન, શાદાબ ખાન, ફખર ઝમાન, ઉસ્માન ખાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, અબરાર અહેમદ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ આમિર, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી અને હરિસ રઉફ