1. Home
  2. Tag "Taja Samachar"

રાપરમાં સુપર માર્કેટની લિફ્ટમાં માથુ ફસાઈ જતા શ્રમિક યુવાનનું મોત

ભૂજ, 27 માર્ચ 2026: Young man dies after getting his head stuck in elevator  કચ્છના વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં આવેલી એક સુપ માર્કેટમાં કામ કરતો શ્રમિક યુવાન માલસામાનની લિફ્ટમાં હેરફેરી કરતો હતો ત્યારે લિફ્ટમાં તેનું  માથું ફસાઈ જતા આ આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે. આ બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. અને હાલ […]

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા 2724 બોગસ તબીબો પકડાયા

ગાંધીનગર, 27 માર્ચ 2026: 2724 bogus doctors caught in last three years રાજ્યના નાના શહેરો અને અંતરિયાળ ગામડાંઓમાં ડિગ્રી વિનાના બોગસ ડોકટરો દ્વારા પ્રેક્ટિસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગે પોલીસની મદદથી છેલ્લા ત્રણ વર્ષમાં 2724 બોગસ ડોક્ટરોને પકડી પાડ્યા હતા.અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી […]

ગુજરાતમાં દ્વારકા, અંબાજી સહિત 11 સ્થળોએ મીની એરપોર્ટ જેવા હેલીપોર્ટ બનાવાશે

ગાંધીનગર, 27 માર્ચ 2026: Mini airport-like heliports will be built   ગુજરાતમાં ઉડ્ડયન કલ્ચરને વધુ સુલભ બનાવવા અને તેના આધારે પ્રવાસનને પણ વેગ મળે. રોજગારી પણ વધે તે માટે ગુજરાત સરકારે યાત્રાધામ દ્વારકા-અંબાજી-પાલીતાણા તેમજ મોરબી અને ધોરડો સહિતના 11 સ્થળોએ `ઉડાન’ યોજના હેઠળ મીની પણ સુવિધાપૂર્ણ એરપોર્ટ તૈયાર કરવા અને ધાર્મિક સર્કીટ ધરાવતા અને પ્રવાસન માટે […]

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરના ભરથાણા ટોલપ્લાઝા પર 1લી એપ્રિલથી ટોલ વધશે

વડોદરા, 27 માર્ચ 2026: Bharathana Toll Plaza to increase from April 1st અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કરજણ નજીકના ભરથાણા ટોલપ્લાઝા પર કાર અને જીપ સિવાયના વાહનો પર 1લી એપ્રિલથી ટોલમાં વધારો કરવામાં આવશે. ભરથાણા ટોલ પ્લાઝા માત્ર ગુજરાતનું નહીં પણ દેશમાં સૌથી વધુ કમાણી કરતું નંબર વન ટોલ પ્લાઝા છે. ત્યારે આ ટોલ પ્લાઝા પરથી […]

કચ્છમાં 350 ખાનગી શાળાઓમાં ગરીબ પરિવારોના બાળકોને RTE હેઠળ પ્રવેશ અપાશે

ભૂજ, 27 માર્ચ 2026: Admission under RTE ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની જાહેરાત કરાતા કચ્છ જિલ્લામાં આવેલી અંદાજે 400 જેટલી ખાનગી શાળા પૈકી નિયત ક્રાઈટેરિયામાં આવતી 350 જેટલી શાળામાં વંચિત અને નબળા વર્ગના બાળકોને RTE  હેઠળ ધોરણ-1માં પ્રવેશ આપવાની પ્રકિયા હાથ […]

વાવ-થરાદના નાણી ગામે PM મોદીની સભાને લીધે મંત્રીઓએ આગોતરી તૈયારીની કરી સમીક્ષા

થરાદ, 27 માર્ચ 2026: Ministers review advance preparations for PM’s meeting રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 31મી માર્ચે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન  વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના નાણી ગામે જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાનના આગમનને લીધે સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આગોતરી તૈયારીઓ […]

કલોલ-છત્રાલ હાઈવેના સર્વિસ રોડ પર બે બાઈક સામસામે અથડાતા એકનું મોત, એક ગંભીર

અમદાવાદ, 27 માર્ચ 2026: One dead in bike accident અમદાવાદ-મહેસાણા હાઈવે પર ગત મોડીરાત્રે કલોલ તાલુકાના છત્રાલ અને બિલેશ્વરપુરા વચ્ચે આવેલા સર્વિસ રોડ પર હેવી મેટલ કંપની પાસે  પૂરફાટ ઝડપે બે બાઈક સામસામે અથડાતા બાઈકચાલક એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં […]

માણસામાં પાંજરાપોળ પાસે વળાંકમાં ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત

ગાંધીનગર, 27 માર્ચ 2026: Biker dies after truck hits bike જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો દતા જાય છે. ત્યારે માણસામાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. માણસા પોલીસ સ્ટેશનની હદમાં આવતા પાંજરાપોળ પાસેના વળાક પર પુરઝડપે જઈ રહેલી બાઇક ટ્રક સાથે અથડાતા બાઈક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું છે, જ્યારે તેની પાછળ […]

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશને વેરા વસૂલાત ઝુંબેશમાં 90 મિલકતોને માર્યા સીલ

ભાવનગર, 27 માર્ચ 2026: Seals 90 properties in tax collection drive   શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી વેરા વસુલાતની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. અગાઉ બાકીદારોને નોટિસ આપવા છતાંયે વેરાની વસુલાત ન થતા સિલિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે રામનવમીની જાહેર રજા હોવા છતાં, મ્યુનિના વિવિધ વિભાગોના 250થી વધુ કર્મચારીઓએ રિકવરી ઝુંબેશમાં જોડાઈને બાકીદારો સામે […]

વડોદરા નજીક રણોલી GIDCમાં આવેલી કોમ્પ્રેસર કંપનીમાં લાગી ભીષણ આગ

વડોદરા, 27 માર્ચ 2026: Massive fire breaks out at compressor company in Ranoli GIDC  શહેર નજીક આવેલા રણોલી જીઆઈડીસી વિસ્તારમાં બુરખાટ કોમ્પ્રેસર કંપનીમાં ગત રાત્રે ભીષણ આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. આ કંપનીના કોમ્પ્રેસર પાર્ટ્સ અને સર્વિસ સેન્ટરમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગના બનાવની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો દોડી આવ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code