નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી. જેમાં યુક્રેનમાં સંઘર્ષનો તાત્કાલિક અંત લાવવાના પ્રયાસોનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ અને શાંતિ અને સ્થિરતાની તાત્કાલિક પુનઃસ્થાપના માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. બંને નેતાઓએ ટેલિફોનિક વાતચીતમાં વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં થયેલી પ્રગતિની સમીક્ષા અને મૂલ્યાંકન કર્યું. […]