1. Home
  2. Tag "tamil nadu"

તમિલનાડુમાં ભારે વરસાદને પગલે ચાર જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રખાયું

નવી દિલ્હીઃ ચક્રવાત ‘મિચૌંગ’ (Michaung) ના અવશેષોના કારણે તમિલનાડુમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેના લીધે અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. સતત વરસાદના કારણે ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લાઓમાં મંગળવારે બધી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.મદ્રાસ યુનિવર્સિટી અને અન્ના યુનિવર્સિટી દ્વારા મંગળવારે યોજાનારી સેમેસ્ટર પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. ભારતીય […]

તમિલનાડુના તેનકાસી જિલ્લામાં બે બસો વચ્ચે અકસ્માત, છ લોકોના મોત અને 28 ઘાયલ

નવી દિલ્હી: તમિલનાડુના તેનકાસી જિલ્લામાં બે ખાનગી બસો વચ્ચે અકસ્માત થયો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જેમાં 6 લોકોના મોત થયા હતા અને 28 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. શરૂઆતની તપાસમાં બસ અકસ્માતનું કારણ વધુ ઝડપ અને ડ્રાઇવરની બેદરકારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તમિલનાડુ પોલીસના જણાવ્યા અનુસાર, બસ મદુરાઈથી સેનકોટ્ટાઈ […]

તમિલનાડુ: સરકારી હોસ્પિટલના ડોકટરોને લઈ જતી કાર ઝાડ સાથે અથડાઈ, ત્રણના મોત

નવી દિલ્હી: તમિલનાડુના થુથુકુડીમાં માર્ગ અકસ્માતમાં ત્રણ તાલીમાર્થી ડોકટરોના મોત થયા. ત્રણેય થુથુકુડી સરકારી હોસ્પિટલમાં તાલીમાર્થી હતા. અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા. પાંચ ડોકટરો ન્યુપોર્ટ બીચ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને લઈ જતી કારે કાબુ ગુમાવ્યો અને રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ ગઈ. અકસ્માતમાં કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને ત્રણ […]

તમિલનાડુના ચેન્નઈ નજીક ભીષણ વિસ્ફોટ: ચાર લોકોના મોત

ચેન્નઈઃ તમિલનાડુના ચેન્નઈ નજીક આવેલા થંડુરાઈ વિસ્તારમાં રવિવારે ફટાકડાઓના ભંડારમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં ચાર લોકોનાં મોત નિપજ્યાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ એક રહેણાંક મકાનમાં થયો જ્યાં મોટી માત્રામાં દેશી બનાવટના ફટાકડા સંગ્રહવામાં આવ્યા હતા. ધડાકો એટલો જોરદાર હતો કે મકાનના અનેક હિસ્સાઓ ધરાશાયી થઈ ગયા અને આસપાસની ઈમારતોને પણ ગંભીર નુકસાન થયું છે. વિસ્ફોટ […]

તમિલનાડુઃ અભિનેતા-રાજકારણી વિજયની રેલીમાં થયેલી ભાગદોડની તપાસ હવે CBI કરશે

ચેન્નાઈઃ તમિલનાડુના કરૂરમાં અભિનેતા અને રાજકારણી વિજયની રેલી દરમિયાન સર્જાયેલી ભાગદોડની ઘટના અંગે હવે CBI તપાસ થશે. સુપ્રીમ કોર્ટએ TVK દ્વારા દાખલ કરાયેલી અરજી પર આજે મહત્વપૂર્ણ નિર્ણય આપતાં CBI તપાસના આદેશ સાથે પૂર્વ ન્યાયમૂર્તિ અજય રસ્તોગીની સીબી તપાસની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. TVK પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે આ […]

તમિલનાડુના કરુરમાં અભિનેતા વિજયના રોડ શોમાં થયેલી નાસભાગમાં 39ના મોત 

તમિલનાડુના કરુરમાં અભિનેતા અને રાજનેતા વિજયના રોડ શોમાં થયેલી નાસભાગમાં 39ના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને ગઈકાલે થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ICUમાં સારવાર લઈ રહેલા લોકોને એક લાખ રૂપિયાની સહાય અપાશે. મુખ્યમંત્રીએ ઘટનાની તપાસ માટે વડી અદાલતના […]

તમિલનાડુની પ્રખ્યાત વાનગી અક્કરવડીસાલ બનાવવા માટે જાણો રેસીપી

તમિલનાડુનો લોકપ્રિય તહેવાર આદિ પૂરમ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે અક્કરવદિસાલ બનાવવામાં આવે છે, જે એક પરંપરાગત વાનગી છે. આ વાનગી તમિલનાડુની પ્રખ્યાત વાનગી છે. આ વાનગી બનાવવા માટે, એક વાટકી ચોખા ધોઈને કુકરમાં મૂકવા પડશે. તેમાં અડધો ગ્લાસ પાણી અને અડધો ગ્લાસ દૂધ ઉમેરો. જ્યારે કુકર 5 થી 6 સીટી વાગે […]

પ્રધાનમંત્રી 26-27 જુલાઈના રોજ તમિલનાડુની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ યુકે અને માલદીવની મુલાકાતથી પરત ફર્યા પછી તરત જ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ રાત્રે 8 વાગ્યે તમિલનાડુના તુતીકોરિન ખાતે એક જાહેર કાર્યક્રમમાં ₹4800 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે. 27 જુલાઈના રોજ, પ્રધાનમંત્રી તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં બપોરે 12 વાગ્યે આદિ તિરુવતિરાય ઉત્સવ સાથે […]

તમિલનાડુઃ પૂર નિયંત્રણ પ્રોજેક્ટ્સ માટે રૂ.338 કરોડના બજેટની ફાળવણી

ચેન્નાઈઃ મોસમી પૂરને રોકવા માટે એક મોટા પ્રયાસમાં તમિલનાડુના જળ સંસાધન વિભાગ (WRD)એ ચેન્નાઈ અને તેના પડોશી જિલ્લાઓમાં સંકલિત પૂર નિવારણ પ્રોજેક્ટ્સની શ્રેણી શરૂ કરી છે. ચેન્નાઈ, તિરુવલ્લુર અને કાંચીપુરમને આવરી લેતા આ પ્રોજેક્ટ્સ માટે નાણાકીય વર્ષ 2025-26 માટે રૂ. 338 કરોડનું બજેટ ફાળવણી કરવામાં આવી છે. આ તબક્કા હેઠળ, ચેન્નાઈના દક્ષિણ ભાગોમાં પૂર નિવારણ […]

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં ધડાકો: 5 શ્રમિકોના મોત

તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના શિવકાશીમાં મંગળવાર સવારે ફટાકડાની ફેક્ટરીમાં એક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 5 શ્રમિકોના મોત થયા છે અને આ અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા હતા. ઘાયલોને સારવાર માટે વિરુધુનગર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ફેક્ટરીમાંથી ધુમાડાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code