1. Home
  2. Tag "target"

સરકારનો માઓવાદ પર અંતિમ હુમલો, 2026 સુધી સંપૂર્ણપણે નાબૂદ કરવાનું લક્ષ્ય

નવી દિલ્હી 24 ડિસેમ્બર 2025: Completely eradicate Maoism સરકારે માઓવાદને નાબૂદ કરવા માટે એક મહત્વાકાંક્ષી યોજના ઘડી છે. આ યોજના હેઠળ, 2026 સુધીમાં માઓવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો લક્ષ્યાંક છે. આ માટે, સુરક્ષા દળોએ માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં તેમની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે અને અનેક વ્યૂહાત્મક પગલાં લઈ રહ્યા છે. સરકારનો દાવો છે કે તે આ […]

ભારતને ટોચના દસ રમતગમત દેશોમાં સામેલ કરવાનું મોદી સરકારનું લક્ષ્ય: માંડવિયા

નવી દિલ્હીઃ યુવા મામલાઓ અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે વર્તમાન સરકારનું દીર્ઘકાલીન દ્રષ્ટિકોણ ભારતને વિશ્વના ટોચના દસ રમતગમત દેશોમાં સામેલ કરવાનો છે. “અમે પ્રધાનમંત્રી મોદીજી દ્વારા આપેલા વિઝન મુજબ 10 વર્ષ અને 25 વર્ષનો યોજનાગત રોડમેપ તૈયાર કર્યો છે. અમારું લક્ષ્ય ભારતને વિકસિત દેશ બનાવવાનું છે અને સાથે સાથે ભારતને […]

આગામી 10 વર્ષમાં જાપાન તરફથી ભારતમાં 100 ટ્રિલિયન યેન રોકાણનું લક્ષ્ય રાખ્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઈશિબાએ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક, આર્થિક અને ટેકનોલોજીકલ સહયોગ વધારવા માટે એક દાયકા લાંબી વ્યાપક કાર્ય યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. બંને નેતાઓએ ગઈકાલે ટોક્યોમાં તેમની શિખર મંત્રણા પછી આ જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું – 15મી ભારત-જાપાન વાર્ષિક શિખર મંત્રણા દરમિયાન, […]

ડિજિટલ યુગમાં લોકો કેમ બને છે સરળતાથી હેકર્સનો ટાર્ગેટ?

આજના ડિજિટલ યુગમાં, પાસવર્ડ આપણી ઓનલાઈન સુરક્ષાની પહેલી દિવાલ છે, પરંતુ જો આ દિવાલ નબળી સાબિત થાય, તો હેકર્સ તમારી વ્યક્તિગત માહિતી, બેંક વિગતો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સુધી પહોંચી શકે છે. તો પાસવર્ડ કેવી રીતે લીક થાય છે અને કઈ રીતે હેકર્સ લોકોને નિશાન બનાવે છે. તે જાણીએ… ફિશિંગ: હેકર્સ નકલી ઈમેલ અથવા વેબસાઇટ […]

છત્તીસગઢમાં નક્સવાદીઓએ સુરક્ષા જવાનોના વાહનને બનાવ્યું નિશાન, આઠ જવાન શહીદ

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં નવા વર્ષના આરંભ સાથે જ નક્સલવાદીઓ ફરીથી સક્રીય થયા હોય તેમ બીજાપુર વિસ્તારમાં સુરક્ષા જવાનોના વાહનને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં આઠ જવાનો શહીદ થયાં હતા. જ્યારે સુરક્ષા જવાનોના વાહનના ચાલકનું પણ મૃત્યું થયું હતું. આ હુમલાને અંજામ આપવા માટે નક્સલીઓએ લેન્ડમાઈન બિછાવી હતી. આ બનાવને પગલે સુરક્ષા એજન્સીઓએ નક્સલવાદીઓ સામે ઓપરેશન […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ હવે હિન્દુઓ બાદ ખ્રિસ્તીઓને બનાવ્યાં નિશાન, 17 ઘર સળગાવ્યાં

નવી દિલ્હીઃ શેખ હસીના સરકાર ગબડાવ્યા પછી બાંગ્લાદેશના જમાતે ઇસ્લામી સહિતના કટ્ટરવાદી સંગઠનો મજબુતીથી આગળ વધી રહ્યા છે. બાંગ્લાદેશમાં વસતા હિંદુઓ અને ખ્રિસ્તી, બૌદ્ધ સહિતના સમુદાયો પર અત્યાચાર કરી રહ્યા છે. ત્યારે એક ચોંકાવનારા સમાચાર બાંગ્લાદેશથી સામે આવ્યા છે. જે અનુસાર કટ્ટરપંથીઓએ  ક્રિસમસ પર 17 ખ્રિસ્તીના ઘર ફૂંકી માર્યા હતા, જયારે ખ્રિસ્તીઓ પ્રેયર કરવા ચર્ચ […]

ભારત-યુરોપિયન સંઘ પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરારનું લક્ષ્ય ધરાવે છે: પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે યુરોપિયન કમિશનના પ્રતિનિધિમંડળ, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ચેક રિપબ્લિક, એસ્ટોનિયા, ઇટાલી, આયર્લેન્ડ, લાતવિયા, લિથુઆનિયા, માલ્ટા, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવાક રિપબ્લિક, સ્પેન અને સ્વીડનના રાજદૂતો સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ, વાણિજ્ય સચિવ, DPIIT સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. […]

ગુજરાતે 2047 સુધીમાં 2000 MMTPA કાર્ગો હેંડલિંગનું લક્ષ્ય રાખ્યું છેઃ ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મેરિટાઈમ હેરિટેજના પુન: શક્તિ સંચાર માટે પોર્ટ લેડ ઈકોનોમીનો જે મંત્ર આપ્યો છે તેને ગુજરાતે પોર્ટ લેડ ડેવલપમેન્ટ દ્વારા દેશમાં સૌથી વધુ 38 ટકા કાર્ગો હેંડલિંગથી સાકાર કર્યો છે. મુખ્યમંત્રીએ નવી દિલ્હીમાં ભારત સરકારની પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેઝ મિનિસ્ટ્રી દ્વારા આયોજિત ઈન્ડિયન મેરિટાઈમ હેરિટેજ […]

2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને 350 અબજ ડોલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંકઃ ગિરિરાજસિંહ

નવી દિલ્હીઃ વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોના રોજગારીનું માધ્યમ બન્યો છે, ત્યારે વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને 350 અબજ ડોલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે એમ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું. સુરતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહ ગઈ કાલે જણાવ્યું હતું કે, સુરત આપબળે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગના વિકાસનું મોડેલ બન્યું […]

ભારતે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ એનર્જી ટ્રાન્ઝિશન પર જી-20 સમિટના ત્રીજા સત્રને સંબોધિત કર્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ બધા માટે સ્વચ્છ અને ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરવાના પ્રયાસોને વેગ આપવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ, વન વર્લ્ડ-વન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code