1. Home
  2. ગુજરાતી
  3. છત્તીસગઢમાં નક્સવાદીઓએ સુરક્ષા જવાનોના વાહનને બનાવ્યું નિશાન, આઠ જવાન શહીદ
છત્તીસગઢમાં નક્સવાદીઓએ સુરક્ષા જવાનોના વાહનને બનાવ્યું નિશાન, આઠ જવાન શહીદ

છત્તીસગઢમાં નક્સવાદીઓએ સુરક્ષા જવાનોના વાહનને બનાવ્યું નિશાન, આઠ જવાન શહીદ

0
Social Share

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં નવા વર્ષના આરંભ સાથે જ નક્સલવાદીઓ ફરીથી સક્રીય થયા હોય તેમ બીજાપુર વિસ્તારમાં સુરક્ષા જવાનોના વાહનને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં આઠ જવાનો શહીદ થયાં હતા. જ્યારે સુરક્ષા જવાનોના વાહનના ચાલકનું પણ મૃત્યું થયું હતું. આ હુમલાને અંજામ આપવા માટે નક્સલીઓએ લેન્ડમાઈન બિછાવી હતી. આ બનાવને પગલે સુરક્ષા એજન્સીઓએ નક્સલવાદીઓ સામે ઓપરેશન શરૂ કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નક્સલવાદીઓએ નક્સલ પ્રભાવિત કુત્રુથી બેદરે રોડ પર કરકેલી નજીક સૈનિકોથી ભરેલા પીકઅપ વાહનને બ્લાસ્ટ કર્યો છે. ADG નક્સલ ઓપરેશન્સ વિવેકાનંદ સિંહાએ પુષ્ટિ કરી છે કે આ હુમલામાં અત્યાર સુધીમાં 8 જવાનો શહીદ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે શહીદોની સંખ્યા હજુ વધી શકે છે. કેટલાક જવાનો ઘાયલ પણ થયા છે. બસ્તર આઈજીના જણાવ્યા અનુસાર, હુમલામાં કુલ 9 લોકોના મૃત્યુ થયા છે, જેમાં 8 ડીઆરજી સૈનિકો અને એક નાગરિક (પિકઅપ વાહનનો ડ્રાઈવર) સામેલ છે. નક્સલવાદીઓએ અહીં પહેલાથી જ લેન્ડમાઇન બિછાવી હતી, જેવું જ સૈનિકોનું વાહન આ લેન્ડમાઇનની અસરમાં આવ્યું કે તરત જ નક્સલવાદીઓએ તેને બ્લાસ્ટ કર્યો, જેમાં 8 જવાનો શહીદ થયા અને પીકઅપ વાહનના ડ્રાઇવરનું પણ મોત થયું.

પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, વાહનમાં 15થી વધુ સૈનિકો હતા જેઓ નક્સલ વિરોધી અભિયાનમાંથી કેમ્પ તરફ પાછા ફરી રહ્યા હતા. નક્સલીઓએ પહેલા જ સૈનિકોને નિશાન બનાવવા માટે લેન્ડમાઈન બિછાવી હતી, જેના કારણે 8 જવાનો શહીદ થયા હતા. હાલ ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ અને સૈનિકોની ટીમ મોકલવામાં આવી છે. દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરમાં સંયુક્ત ઓપરેશન બાદ સૈનિકો પરત ફરી રહ્યા હતા. બપોરે લગભગ 2.15 વાગ્યે, બીજાપુરના કુત્રુ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામ અંબેલી નજીક અજાણ્યા માઓવાદીઓ દ્વારા સુરક્ષા દળોના વાહનને IED બ્લાસ્ટથી ઉડાવી દેવામાં આવ્યું હતું. જેમાં દંતેવાડા ડીઆરજીના 8 જવાનો શહીદ થયા હતા.

છત્તીસગઢ વિધાનસભાના અધ્યક્ષ રમણ સિંહે બીજાપુર IED વિસ્ફોટ પર કહ્યું, “જ્યારે પણ નક્સલવાદીઓ વિરુદ્ધ મોટા ઓપરેશન હાથ ધરવામાં આવે છે, ત્યારે તેઓ આવા કાયરતાપૂર્ણ કૃત્યો કરે છે. છત્તીસગઢ સરકાર નક્સલવાદ સામે જે પગલાં લઈ રહી છે તેને વધુ તીવ્ર બનાવશે. સરકાર ડરવાની નથી.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code