ગુજરાતમાં PM સ્વનિધિ યોજના હેઠળ 3.26 લાખ અરજીઓ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક અપાયો
ગાંધીનગરઃ ગુજરાતમાં તમામ મહાનગરપાલિકાઓ સહિત વિવિધ નગરપાલિકા-જિલ્લાઓમાં પીએમ સ્વનિધી યોજના હેઠળ ફાળવાયેલા લક્ષ્યાંક સફળતાપૂર્વક પૂર્ણ કરાયો હોવાથી આશરે 26,000 લોન અરજીઓના નવા લક્ષ્યાંક સાથે રાજ્યમાં કુલ 3,26,000 અરજીઓ આગામી તા.15મી ઓક્ટોબર,2022 સુધીમાં પૂર્ણ કરવાનો નવો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે અમદાવાદ મહાનગરપાલિકાને એક લાખ, સુરતને 50,000, વડોદરાને 25,000 , રાજકોટને 13000, જામનગરને 9,000, જૂનાગઢને […]


